Trending News
સ્થાનિક સમાચાર

હવે અંજારમાં ચોરાઉ ખાદ્યતેલનો વેપલો પકડાયો

10 March



અલગ અલગ ટેન્કરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી, તેલ ચોરી કરાવી મફતનગરમાં કરાયો હતો સંગ્રહ : ૧૮૪૦ લીટર તેલની સાથે વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો

અંજાર : પૂર્વ કચ્છમાં આયોજનબદ્ધ રીતે થતી ચોરીઓ અને ગુના અટકાવવા માટે એલસીબી પ્રયત્નશીલ બની છે ત્યારે હવે અંજારમાં ચોરાઉ ખાદ્યતેલના વેચાણની પ્રવૃતિ ઝડપી પાડી હતી.આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીએ દબડા વિસ્તારમાં આવેલા મફતનગરમાં સોનલ બેકરીની સામે દરોડો પાડયો હતો. જયાંથી સતાપર માધવ વીલા સોસાયટીના નારાણનાથ હરીનાથ નાથબાવાની ધરપકડ કરાઈ હતી. અહીંથી ગેરકાયદે સંગ્રહ કરેલું તેલ મળી આવ્યું હતું. આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારૂં હાઈવે રોડ પર પસાર થતા અલગ અલગ તેલ ભરેલા ટેન્કરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવી હતી. આ જથ્થો નારાણનાથના મફતનગર સ્થિત મકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. અહીંથી ક્રુડ પામ ઓઈલ, રીફાઈન પામ ઓઈલ, કાચુ સોયાબીન તેલ, રીફાઈન સોયાબીન તેલ અને દિવેલ તેલ મળી કુલ્લ ૧૮૪૦ લીટર તેલ કિંમત રૂા. ૧,૭૩,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ ર૦ થી ૩પ લીટરની ક્ષમતા વાળા ખાલી કેરબા, ૮૦ હજારની મોટર, પાંચ હજારનો મોબાઈલ તથા ચોરી કરેલા તેલની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ ત્રણ લાખનો ટેમ્પો કબજે કર્યો હતો. રેડ દરમ્યાન નારાણનાથ હાજર મળી આવ્યો હતો પરંતુ મદદગાર કિશોરનાથ નારાણનાથ નાથબાવા અને ધર્મેન્દ્રનાથ રામનાથ નાથબાવા હાજર ન મળી આવતા ત્રણેય સામે અંજાર પોલીસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM