Trending News
સ્થાનિક સમાચાર

માધાપર નજીક અકસ્માતમાં ભુજની કોલેજના શિક્ષિકાનું મોત

10 March


એક્ટિવા સ્લિપ થતા બન્યો બનાવ : આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા


ભુજ : જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે તેવામાં હજુ બે દિવસ પહેલા નખત્રાણા તાલુકાના દનણા ગામના બે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા માટે જતા હતા, ત્યારે દેવપર ગઢ ખાતે અકસ્માતમાં ધો. ૧૦ના એક વિદ્યાર્થીનું મોત અને બીજો ઈજાગ્રસ્ત થતા પરિવારની સાથે શિક્ષણ જગતમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી, તેવામાં ભુજના માધાપર ખાતે આજે સવારે વધુ એક અકસ્માત થયો હતો, જેમાં શિક્ષિકાનું મોત થતા શોક ફેલાઈ ગયો છે. આ બાબતે હોસ્પિટલ ચોકીએથી જાણવા મળતી વિગતો મુજબ માધાપરમાં પોલીસ ચોકી પાસે આ બનાવ બન્યો હતો. નવાવાસમાં રહેતા રપ વર્ષિય નંદનીબેન લાલજીભાઈ પીંડોરીયા ઘરેથી એક્ટિવા લઈને જતા હતા ત્યારે પોલીસ ચોકી પાસે એક્ટિવા સ્લીપ થતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેઓને સારવાર માટે જી.કે.માં લઈ જવાયા પરંતુ ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે પરિવારની સાથે પટેલ સમાજના આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા. જેમાં જાણવા મળ્યું કે, હતભાગી ભુજની મુકત જીવન સ્વામી બાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં પી.ટી. ટીચર તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે તેઓ કોલેજ જવા નિકળ્યા ત્યારે અકસ્માત નડયો હતો. બનાવને પગલે શોક ફેલાઈ જવા પામ્યો હતો. આ બનાવની જાણ થતાં મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી, માધાપર નવાવાસના પૂર્વ સરપંચ અરજણભાઈ ભુડિયા સહિત અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.



............


કોઠારાથી નલિયા રોડ પર બાઈક સ્લીપ થતા સાંધાણના વૃદ્ધનું મોત

અબડાસા તાલુકાના કોઠારાથી નલિયા જતા રોડ પર અકસ્માત થયો હતો. ગઈકાલે સાંજે બનેલી ઘટના અંગે જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ રસ્તામાં ભુંડ આવતા બાઈક સ્લીપ થતા બનાવ બન્યો હતો. જેમાં સાંધાણના ૬પ વર્ષિય અલીમામદ ગાભા સોઢાને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. જયારે સાલેમામદ કેશા ગજણને ઈજાઓ થતા સારવાર માટે જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી. કોઠારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM