ખાવડામાં ખનીજ-જીએસટીની ચેકપોસ્ટ કરો શરૂ : આરઈ-પાર્કમાં ખનીજ-બાયોડિઝલ નો ધૂમ વેપલો?
ઈશ્વરને દબોચો, ઘણા ઘટસ્ફોટ થશે.!
ખાવડા પટ્ટામાં પણ બાયોડીઝલની બેરોકટોક થાય છે હેરફેર : કયાંક પોઈન્ટ બનેલા છે તો કયાંક ટેન્કરો માંગો ત્યાં બાયોડીઝલ પુરા પાડતા હોવાની છે ચર્ચા
ખાવડા પટ્ટામાં પણ પુરવઠા વિભાગ, પ્રાંત અધિકારી ત્રાટકશે તો અંંકિતનાબાયોડીઝલના અનેક અડ્ડાઓનો થશે પર્દાફાશ
ભુજમં પુરવઠા વિભાગ દ્વારા બાયોડીઝલના ધમધમતા પોઈન્ટ પર દરોડો પાડયો છે ત્યારે સુચક ઈશારો : ભુજના પ્રકરણમાં ઈશ્વર આણી ટોળકી ચલાવતી હતી આ પોઈન્ટ : પુરવઠા-પોલીસ સંયુકત રીતે કડક કાર્યવાહી કરે તે જરૂરી
ગાંધીધામ : કેન્દ્ર સરકારની બાયોફયુઅલ નીતીનો ગેરલાભ ઉઠાવનારા તત્વો બેફામ બનેલા છે અનતે તેના કિસ્સાઓ કચ્છમાં પણ સામે આવતા રહે છે. દરમ્યાન જ હવે ભુજમાથી પુરવઠા વિભાગ દ્વારા રીંગરોડ પર ધમધમતા બાયોડીઝલના પોઈન્ટ પર દરોડો પાડી દીધો છે. પ૦૦૦ લીટર શંકાસ્પદ બાયોડીઝલની સાથે અંદાજીત ૧૦ લાખનો મુદામાલ પકડી પાડવામા આવ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, આ કેસમાં ઈશ્વરને દબોચવામા આવે તો બાયોડીજલના મોટા નેટવર્કને લઈને ખુલાસો થવા પામી શકે તેમ જાણકારો કહી રહ્યા છે. આ ઉપરાંત જાણકારો કહી રહ્યા છે કે, ન માત્ર ભુજ બલ્કે કચ્છમાં ખાવડા પટ્ટામાં પણ જયારે એશીયાનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણ પામી રહ્યો છે ત્યારે અહી મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશનનો ધમધમાટ રહેલો છે. અહીની ગાડીઓમાં પણ બાયોડીઝલ સપ્લાય કરતા અડ્ડાઓ આ વિસ્તારમાં ચાલુ થઈ ગયા હોવાનુ ચર્ચાય છે. કોની મહેરબાનીથી આ બાયોડીઝલના પોઈન્ટ અહી ચાલી રહ્યા છે? જાણકારો કહી રહ્યા છે કે, ખાવડા પટ્ટામાં અને તેની આસપાસમાં કયાંય પોઈન્ટ ઉભા કરાયા છે તો કયાંક ટેન્કરો તૈનાત રખાયા છે અને જયા મંગાય ત્યાં બાયોડિઝલ પુરો પાડવામા આવી રહ્યો છે.હકીકતમાં જે રીતે કચ્છના પ્રવેશ દ્વારા પાસે ખાણખનિજ વિભાગ તથા અન્ય તંત્રની ચેકપોસ્ટ ઉભી કરાઈ છે તે રીતે હવે વેળસર વિના વિલંબે ખાવડા પાસે આ આરઈ પાર્કને જોતા ખનીજ તથા જીએસટી વિભાગની ચેકપોસ્ટો અને તે માટેના અલાયદા મહેકમ માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ. મોટા પ્રમાણમાં આરઈ પાર્ક સલગ્ન કામોમાં ખનીજની ચોરી તથા બાયોડીઝલ અને જીએસટીની ચોરી થતી હાવેાનુ સામે આવી રહ્યું છે. આ મામલે કચ્છનુ રાજકીય જગત વેળાસર વિચાર કરે અને સરકાર તબક્કે આ માટે રજુઆત કરે તે સમયની માંગ બની રહી છે.

Comments