ગાંધીધામમાં ચોરાઉ દાગીના ખરીદનારા ત્રણ જ્વેલર્સના સંચાલક સામે ફરિયાદ
સુભાષનગરમાં મકાનના કામ દરમ્યાન મહિલાએ ૪.૪૬ લાખના દાગીના અને ૩ર હજાર રોકડની કરી હતી ચોરી
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગત ૮ એપ્રીલ ર૦ર૪ થી ૬ સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન આ બનાવ બન્યો હતો. ફરિયાદી શનિભાઈ કિરણસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, તેમના મકાનનું કામ ચાલુ હતું એ દરમ્યાન અલગ અલગ સમયે આરોપી રાજસ્થાનના દેવીકાબેન મહેન્દ્ર એ સોના-ચાંદીના કુલ્લ ૪.૪૬ લાખના દાગીનાની ચોરી કરી હતી, તેમજ રોકડા રૂા. ૩ર હજારની પણ ચોરી કરી હતી. આ ચોરાઉ સોના - ચાંદીના દાગીના ગાંધીધામના અંબિકા જ્વેલર્સ, શિવશક્તિ જ્વેલર્સ અને કુંદન જ્વેલર્સમાં વેચવામાં આવ્યા હતા. આ ત્રણેય જ્વેલર્સના સોની વેપારીઓએ આધાર કે બીલ મેળવ્યા વિના બજાર ભાવ કરતા ઓછા ભાવે દાગીના ખરીદયા હતા. દાગીના ચોરાઉ હોવાનું જાણવા છતાં ખરીદી કરતા ચારેય સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. જે અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
.............
ચોરાઉ દાગીના ખરીદનારા જવેલર્સના લ્યો કડક રીમાન્ડ
આધાર-પુરાવા વિનાના ઘરેણાઓ લઈ લેનારા વેપારીઓ બીજુ શું નહી કરી લેતા હોય? ઉંડી તપાસ થવી જોઈએ : અમુક આંગડીયા ક્રીકેટ સટ્ટા અને આવા જવેલર્સવાળાઓ પર જ ચાલતા હોવાની છે ચકચાર
ગાંધીધામ : ગાંધીધામમાં ચોરાઉ દાગીના ખરીદનારા જવેલર્સની સામે ફરીયાદ થવા પામી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, આવા તત્વોની સામે કડક રાહે કાર્યવાહી થવી જોઈએ. તેમના રીમાન્ડ મેળવી કડક કાર્યવાહી કરવી જોઈએ. જો આમ થશે તો કઈક નવા ખુલાસાઓ પણ થશે. જાણકારો કહી રહ્યા છે કે, હાલમાં અમુક આંગડીયાવાળાઓ આવા ચોરાઉ ઘરેણાઓ ખરીદનારા અમુક જવેલર્સ અને ક્રીકેટ સટ્ટોડીયાઓ પર જ ચાલી રહ્યા છે.

Comments