Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં MHOના નામે ડિઝલ દાણચોરીના કૌભાંડ પર નોઈડા DRI ત્રાટકી : એજન્ટ અમિત બન્યો સ્મગલર્સ?

10 March




મિક્ષ્ડ હાઈડ્રો કાર્બન(એમએચઓ)ની આડમાં ઈરાનથી કંડલા બંદરે પ્યોર ઈંધણ ગેરકાયદેસર રીતે આયાત કરવાના પ્રકરણની ચાલતી મેરેથોન તપાસ : દિલ્હી-નોઈડા-ગાંધીધામ ડીઆરઆઈ સહિતની એજન્સીના અધિકારીઓએ ગાંધીધામ સંકુલમાં નાખ્યો હતો પડાવ : અમિત નામના એજન્ટ સહિતનાઓની કચેરીઓમાં દસ્તાવેજોની કરાઈ ક્રોસ ચકાસણી : બે વેશલ્સમાંથી સ્મેપલો લઈ દિલ્હી કસ્ટમની સેન્ટ્રલ લેબમાં મોકલાયા


સીએચએમાંથી આવી રીતે બની જાય છે ટ્રેડર..ઃ પહેલા એક કન્ટેઈનરથી શરૂઆત થાય, પછી પાંચ, બાદમાં પ૦ અને તે પછી આખેઆખા વેશલ્સના ટ્રેડર્સ જ બની જાય છે અમુક બની બેઠેલા સીએચએ..!


ખાટલે મોટી ખોટ : માત્ર અમિત જ નહી પરંતુ અન્ય પાર્ટીઓના વેશલ્સમાંથી પણ ડીઆરઆઈ નોઈડા અથવા તો સ્થાનિકે સેમ્પલો કલેકટ કર્યા છે, નમુનાના રીપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસા થવા પામી શકશે : આવામાં સવાલ એ થાય છે કે, ખરેખર એજન્સી અહી કાર્યવાહી કરવા આવી છે, સરકાર હિતમાં દાણચોર તત્વોને શબક શીખવડાવવા આવી છે, કે પછી એમએચઓની આડમાં ડીઝલ દાણચોરીમાં ઝંપલાવનારા ચારથી પાંચ મોટા મોટા ટ્રેડર્સ વચ્ચે જામેલી ધંધાકીય હરીફાઈમાં આ બાતમીઓ એજન્સી પાસે સચોટ પહોચી રહી છે અને એજન્સીના અમુક બની બેઠલાઓ ખુદના ગજવા કરી રહ્યા છે ગરમ?


કહેવાય છે કે, ડિઝલદાણચોરીના આ મોટા પ્રમાણમાં દાણચોર અમિત એકાદ પખવાડીયાની તાજેતરમાં જ જેલની હવા પણ ખાઈ આવ્યો છે




ગાંધીધામ : કચ્છના બંદરો પર જોખમી રીતે એમએચઓની ધુમ આયાત વિદેશથી કરવામા આવતી હોવાના ઘટનાક્રમો પાછલા અમુક સમયથી સામે આવવા પામી જ રહ્યો છે. મુંદરા બંદર પર પ્રથમ તબક્કે નોઈડા-દિલ્હી ડીઆરઆઈ દ્વારા પ૦૦થી વધુ આવા કન્ટેઈનરને બાજુ પર મુકાવી દીધા અને તેના સેમ્પલો લઈ અને તપાસ તેજ કરવામા આવી ચૂકી છે. તો વળી ફલેક્ષી ટેંકને લઈને પણ મુંદરા કસ્ટમ તથા નાગપુર પેશો એકશનમાં આવી જવા પામ્યા છે. ઉપરાંત પણ એમએચઓની આડમાં પ્યોર ડીઝલ આયાત કરનારાઓ ખમતા જ ન હોય તેવી સ્થિતી સર્જાવવા પામતી હોય તેમ કચ્છમાં ગાંધીધામ-કંડલા અનુ મંદરામં પાછલા અમુક દીવસમાં ફરીથી ડીઆરઆઈના અધિકારીઓએ પડાવ નાખી અને એમએચઓની આડમાં ડીઝલ દાણચોરી કરનારાઓ પર તવાઈ બોલાવી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. 
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર મિક્ષ્ડ હાઈડ્રો કાર્બનના નામે કચ્છના બંદરો પર મોટા પ્રમાણમાં શુદ્ધ ઈધંણની ગેરકાયદેસર રીતે અને પ્રતીબંધિત આયાત કરોડો નહી અબ્જોના પ્રમાણમાં કરવામાં આવી રહી હોવાની ગંધ પાછલા લાંબા સમયથી સામે આવવા પામી રહી છે. આ પ્લેટફોર્મ પરથી પણ સતત તે મામલે આંખ ઉઘાડનારા અહેવાલો ઉજાગર કરવામા આવી રહ્યા છે ત્યારે હવે સ્થાનિકની એજન્સીઓ તો કદાચ ઉંધતી જ જડપાઈ જવા પામી છે પરંતુ દીલ્હીની ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટુલીજન્સની ૧૦થી વધુ અધિકારીઓની ટુકડીએ ગાંધીધામ-કંડલા અને મુંદરામાં પડાવ જ નાખી દીધો હોવાથી એમએચઓની આડમાં પ્યોર ડીઝલ મંગાવનારા દાણચોર તત્વોમાં જાણે કે રીતસરનો ફફડાટ જ વ્યાપી જવા પામ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. 
આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામનો અગાઉ પણ મિસડીકલેરેશનમાં ભારે પ્રખ્યાત બની ચુકેલ સીએચએ દ્વારા જ આ ઈધણની દાણચોરીના મોટા પ્રકરણને અંજામ આપવામા આવ્યો હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. કહેવાય છે કે, અમિત નામના એજન્ટ પર આ તપાસ ચલાવાઈ છે. તેના આવેલા વેશલ્સ પર પણ એજન્સી ગઈ અને સેમ્પલો કલેકટ કરી અને દિલ્હી સ્થિત કસ્ટમની સેન્ટ્રલ લેબમાં નમુના મોકલી આપ્યા હોવાનુ સામે આવી રહ્યું છે. જો કે, સામેપક્ષે જેના વેશલ્સમાં આ ચકાસણીઓ થઈ છે તે અમિત તો સાય ઝાટકીને કહી રહ્યો છે કે, આ કોમોડીટીમાં એસઆઈઆઈબી અને ડીઆરઆઈ તો આવતી જ રહેતી હોય છે.
 તે તેમનું કામ કરી રહી છે. મારા વેશલ્સમાં પણ સેમ્પલો લેવાયા હતા પરંતુ તેનો રીપોર્ટ આવી ગયો છે અને ગુડઝ જે ડીકલેર કરેલ છે તે જ અહી મળવા પામયુ હતુ. બાકીની વાતો પાયાવીહોણી હોવાનુ અમિતે ખોખારો ખાઈને જણાવી દીધું છે. 
જો કે, એજન્સી જે રીતે અહી એમએચઓને લગતી કોમોડીટીમાં બાઝ નજર રાખીને બેઠી છે તે જોતા ડીઝલની દાણચોરી કરનારાઓમાં હાલના સમયે રીતસરનો ફફડાટ  જ વ્યાપી જવા પામ્યો હોવાનો વર્તારો જણાય છે. અહી માત્ર અમિત નહી પરંતુ અન્ય પાર્ટીઓના વેશલ્સમાંથી પણ સેમ્પલીંગ કરાયુ હોવાની વાત પણ ચર્ચામા આવી રહી છે.



...................


દિલ્હી DRI એ જુના પોલીસ સ્ટેશન રોડ પર
કયા સીએચએની કચેરીમાં નાખ્યા ધામા?


કંડલા કસ્ટમ હાઉસ ખાતે પણ દિલ્હી DRIના અધિકારીઓએ આદરી ક્રોસ તપાસ



ગાંધીધામ : કચ્છના બંદરો પર એમએચઓના નામે પ્યોર ઈંધણ જ મંગાવવામા આવી રહ્યુ હોવાના પગલે એસઆઈઆઈબી તથા ડીઆરઆઈ દ્વારા કડકાઈ કરવામા આવી જ રહી છે તે વચ્ચે જ હાલમાં થોડા સમય પહેલા જ અહી ડીઆરઆઈ આવી અને આવા જ વેશલ્સને અટકાવી તપાસ આદરી ગઈ હોવાનુ મનાય છે. જાણકારો કહીરહ્યા છે કે, જુના પોલીસ સ્ટેશન રોડ પર એજન્સી કયા સીએચએની કચેરીમાં પડાવ નાખ્યો અને ક્રોસ તપાસ કરી છે? ઉપરાંત કંડલા કસ્ટમ હાઉસ ખાતે પણ આ અધિકારીની ટુકડીએ ક્રોસ વેરીફીકશેન કર્યુ હોવાની વાત સામે આવી રહી છે.



...............

ઈમ્પોર્ટસમાં મુંબઈના કેપ્ટનનું નામ ઉછળ્યું? આ કેપ્ટન એટલે અમિતનો ભાઈ કે બીજુકોઈ?


ગાંધીધામ : દિલ્હી ડીઆરઆઈ દ્વારા કંડલામાં આયાત કરવામાં આવેલ એમએચઓના આખેઆખા વેશલ્સમાં કયાંક ને કયાંક મિસડીકલેરેશન હોવાની ગંધ સાથે છાનબીન હાથ ધરી હતી અને અહીથી સેમ્પલો લઈ અને તેને કસ્ટમ લેબ ખાતે મોકલી આપ્યા હોવાનુ મનાય છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ વેશલન્સના આયાત કાર તરીકે મુંબઈના કોઈ કેપ્ટનનું નામ ચર્ચામાં આવી રહ્યું છે. જાણકારો કહે છે કે આ કેપ્ટન કોણ છે? મુંબઈનો કેપ્ટન એટલે અમિતનો ભાઈ છે કે અન્ય કોઈ?




................



દિલ્હી DRIને આવવું પડયું, તો સ્થાનિકની
એજન્સીઓ શું અગરબત્તી કરવા છે?



ગાંધીધામ : મુંદરા-કંડલામાં મિસડીકલેરેશન કરી અને અમુક ટોળકી સરકારની તિજોરીને મોટું નુકસાન પહોચાડી રહી છે. પાછલા અમુક સમયમાં મુંદરા-કંડલામાં પણ આવતા કેમીકલની તપાસમા નોઈડા, દિલ્હી ડીઆરઆઈ સહિતનાઓ છાનબીન કરી રહ્યા હોવાનુ મનાય છે. ત્યારે અહી ચર્ચા એ થાય છે કે, જો દિલ્હી ડીઆરઆઈને આવા કારનામાઓની ખબર પડી જતી હોય તો સ્થાનિકની બધી એજન્સીઓ શું કરી રહી છેો કે પછી દાણચોર ટોળકી-સિન્ડીકેટનો ભાગ બની ગયા હોવાથી મોઢું સીવી લેવામાં આવી રહ્યુ છે? સ્થાનિકની અલગ અલગ એજન્સીઓ અને તેમની ભુમીકા અહી શંકાના દાયરામાં આવી રહી છે.



....................


- તો મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી MHO માં પણ કેમ ન બને કડક?



ગાંધીધામ : મુંદરામાં કસ્ટમ કમિશ્નરશ્રી ઈન્જીનીયર સાહેબ કડક અધિકારીની છબી ધરાવી રહ્યા છે. તેઓ દ્વારા સોપારી હોય કે ડ્રગ્સના મામલે ખુબજ કડક બનેલા છે અને તાબાના સ્ટાફ અને અધિકારીઓને તેમના દ્વારા કડક સુચનાઓ જ આપવામા આવી છે. મુંદરામાં તેઓના આગમન બાદ સોપારી અને ડ્રગ્સ જેવી હેરફેરોમાં ચોકકસથી અંકુશ જ આવ્યો છે પરંતુ પાછલા અમુક સમયથી એમએચઓના મોટા મોટા કન્સાઈનમેન્ટ અહી આવી રહ્યા છે અને અન્ય એજન્સીઓ ત્રાટકી રહી છે ત્યારે મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કેમ આ બાબતે કડકાઈ નથી કરી શકતા?

 

Comments

COMMENT / REPLY FROM