Trending News
સ્થાનિક સમાચાર

ગઢશીશા પાસે સર્જાયેલા અકસ્માતમાં માર્ગ - મકાન વિભાગ સહિત વિવિધ સરકારી તંત્ર પણ જવાબદાર

09 March




રસ્તાની બન્ને બાજુ ખાલી સાઈડ પુરવા માટે પોલીસ, પંચાયત સહિતનાઓએ માર્ગ મકાન વિભાગમાં રજુઆત કરી છતાં કોઈ જ કામગીરી ન થઈ



ગઢશીશા - દનણા રોડ પર દેવપર ગઢ ગામે રીક્ષા સ્ટેન્ડની સામે અકસ્માત થયો હતો, જેમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું કરૂણ મોત થયું હતું. આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા સાથે તંત્રની કામગીરી સામે રોષ ફેલાયો હતો. પોલીસે હાર્વેસ્ટરના ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે. પરંતુ માર્ગ અને
મકાન વિભાગની પણ તેટલી જ બેદરકારી છે. પરંતુ આ વિભાગ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? તેની ચર્ચાઓ તેજ બની છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન આ માર્ગ તુટી ગયો હતો અને ગઢશીશા ગામ મોટા હોવા છતાં એક તરફ જવાનો રસ્તો સંપર્ક વિહોણું થયું હતું. વખતો વખત રસ્તાની મરંમત માટે રજુઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. ઉપરાંત આ માર્ગ પર ખનીજ પરિવહનના ભારે વાહનોની સતત અવરજવર હોય છે. ઓવરલોડ પણ બંધ થયું નથી. મોટા ઓવરલોડ વાહનો ધમધમી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દરમ્યાન વરસાદના કારણે રસ્તો ધોવાઈ જવા સાથે રસ્તાની બન્ને બાજુ ખાલી સાઈડ ધોવાઈ ગઈ હતી. નિયમ પ્રમાણે વરસાદ બાદ માર્ગ મકાન વિભાગને ખાલી સાઈડ પુરવા સાથે રસ્તાનું નવીનીકરણ કરવું જરૂરી છે. આ માટે ગ્રામ પંચાયત, પોલીસ સહિતનાઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી અને આ બેદરકારીના કારણે જ અકસ્માતના કિસ્સામાં યુવાનનો જીવ ગયો છે. હાલમાં રસ્તાની હાલત સીંગલ પટ્ટી જેવી થઈ ગઈ છે. જો રસ્તો બની ગયો હોત તો ડબલ પટ્ટી લેનના કારણે અકસ્માત થયો ન હોત. પોલીસે માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારી સામે પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ તેવી માંગ ઉઠી 
રહી છે.


..........



‘કચ્છ ઉદય’ના અહેવાલનો પડેલો પડઘો 


દેવપર (ગઢ)ના છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલ પુલિયાની 
યુદ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરાઈ



ગઈકાલે દેવપર રોડ પર સર્જાયેલા જીવલેણ અકસ્માતની બનેલી ઘટનાના અહેવાલ સાથે તંત્રની બેદરકારીનો અહેવાલ પ્રકાશીત થયો હતો : રોડની સાઈડો હાર્ડ મોરમથી ભરવાની કામગીરી પણ હાથ ધરાય તેવી લોક માંગ 


ગઢશીશા : ગઈકાલે દેવપર (ગઢ) રોડ પર બાઈક અકસ્માતમાં નખત્રાણા તાલુકાના દનણા ગામના પરીક્ષા આપવા જઈ રહેલા આશાસ્પદ વિદ્યાર્થીનું કરૂણ મોત નિપજ્યું હતું. જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયાની સાથે ગામના સરપંચ ચાંપશીભાઈ ધેડાએ છેલ્લા ત્રણ વર્ષથી રોડની મરામતની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો હતો. જેને સઅક્ષર ‘કચ્છ ઉદય’ દૈનિક કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર અહેવાલ પ્રકાશીત કર્યો હતો.  જેના પગલે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક તૂટેલ પુલિયાના સમારકામની કામગીરી હાથ ધરી હતી અને તૂટેલ પુલનું સમારકામ કરાયું હતું. રોડની સાઈડો સત્વરે ભરાય તે જરૂરી છે.

..........

 

Comments

COMMENT / REPLY FROM