Trending News
સ્થાનિક સમાચાર

ગુનાહિત પ્રવૃતિઓથી જાણીતા કાર્ગોમાં પોલીસ તુટી પડી

09 March


અગાઉ ગુનાઓમાં પકડાઈ ચુકેલા ઈસમોને તપાસવા સાથે બુટલેગરો પણ ઝપ્ટે ચડયા
   



ગાંધીધામ : હાલમાં કચ્છમાં કુરીયર મારફતે ગાંજો, મંગાવી વેંચાણની પ્રવૃતિમાં વધારો થયો છે. અગાઉ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કુરીયર મારફતે આવેલો ૧૩૦ કિલો ગાંજો પકડયો, તે પૂર્વે માંડવીમાં કુરીયર મારફતે આવેલો ગાંજો પકડાયો હતો. અવારનવાર પકડાતા ગાંજામાં માલ મોકલનાર તરીકે ઓરિસ્સા અને મંગાવનારમાં મોટે ભાગે કાર્ગો વિસ્તારનું કનેક્શન ખુલતું હોય છે. આ ઉપરાંત દારૂ, જુગારની સાથે અસામાજીક પ્રવૃતિમાં કાર્ગો વિસ્તારના ઈસમો સંડોવાયેલા હોય છે ત્યારે બી ડિવિઝન પોલીસે કાર્ગોમાં કોમ્બીંગ યોજયું હતું. 
એસપી સાગર બાગમાર દ્વારા ગુનાહિત પ્રવૃતિને અંકુશમાં લાવવા માટે કાર્યવાહી કરવાની સુચના આપતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાર્ગો પીએસએલ, કાર્ગો આંબેડકર નગર અને આઝાદનગર 
 વિસ્તારમાં રહેતા અને અગાઉ ગુનાહિત પ્રવૃતિમાં પકડાયેલા, જાહેર સુલેહ શાંતિને નડતરરૂપ થઈ શકે તેવા ઈસમોના મકાને પોલીસ દ્વારા કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. બે હથિયાર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. પ્રોહીબીશનનો એક કેસ કર્યો હતો. ૧ર બુટલેગર તપાસવામાં આવ્યા હતા. ૭૮ વાહન ચેક કરી ૩૧ ચાલકોને એનસી ફટકારી ૩૬ હિસ્ટ્રીશીટર તપાસવામાં આવ્યા હતા. કાર્ગો વિસ્તારમાં પોલીસને જોઈ અસામાજીક તત્વોમાં રીતસર ભય ફેલાઈ ગયો હતો.


.........




 

Comments

COMMENT / REPLY FROM