Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાંથી બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ : ગત મોડી રાતે તંત્રની તવાઈ : વેપલો કરનારમાં દોડધામ

09 March





ભુજના રીંગરોડ પર ખુલ્લેઆમ ચાલતા બાયોડીઝલના કારસ્તાન પર વહીવટી તંત્ર ત્રાટકયું : પુરવઠા વિભાગની ટીમોએ દરોડો પાડયાની ચકચાર 



શેખપીર પાસેથી થોડા સમય પહેલા પ્રાંત અધિકારીએ બાયોડિજલના વેપલાને પકડી પાડયા બાદ હવે પુરવઠા વિભાગે બોલાવીધોંષ



ગત મોડી રાતે કાર્યવાહી કરાઈ છે, અંદાજીત પાંચ હજાર લીટર જેટલો શંકાસ્પદ બાયોડિઝલ જેની કિમંત ૧૦ લાખ જેટલી થાય છે તે જપ્ત કર્યો છે, વાહન એ ડીવીઝન પોલીસ મથકને સોપ્યુ છે, ધોરણસરની કાર્યવાહી ચાલી
રહી છે : શ્રી હાશ્મો(પુરવઠા અધિકારી, કચ્છ)


ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મેાદી સરકાર દ્રારા દેશમાં ઈંધણની ખપત ઘટાડવા અને તેનાથી દેશ પર પડી રહેલા આર્થ્કિ ભારણને ટાળવા માટ ેબાયોફયુઅલ નીતી અમલમાં મુકી હતી. પરંતુ આ બાયોફયુઅલ નીતીની આડમાં અમુક ભેજાબાજ તત્વો  વિદેશથી પ્યોર ઈંધણ એક યા બીજી રીતે મંગાવી બોયોડીઝલનો ધુમ કાળો કારો કારોબાર કરતા હોવાના ઘટનાક્રમો કચ્છમાથી જ સમયાંતરે સામે આવવા પામતા રહે છે. 
દરમ્યાન જ કચ્છના જિલ્લા વડામથક ભુજમાંથી ધમધમતા વિસ્તારમાં ચાલતા આવા જ એક મોટા બાયોડીઝલના અડ્ડા પર તંત્રની ટીમે સપાટો બોલાવી દીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ મામલે મળતી વધુ વિગ્તો અનુસાર ભુજના ધમધમતા રીંગરોડ પર વનચેતના કેન્દ્રની સામેના ભાગમાં અરિહંત નગર પાસે બાયોડીઝલનો એક મોટો પોઈન્ટ ચાલી રહ્યો હાવાની બાતમીના આધારે પુરવઠા વિાગની ટીમે અહી દરોડો પાડી અને સફળ કામગીરી કરી હોવાનુ ચર્ચાવવા પામી રહ્યું છે. જો કે, આ બાબતે તંત્ર કાયદેસરની ધોરણસરની કાર્યવાહીમાં પરોવાયુ હોવાથી સત્તાવાર સમર્થન આપી શકયુ નથી. પુરવઠા વિભાગના જવાબદારોના ફોનની ઘંટડીઓ રણકતી જ રહી હોવાથી આ વાતને હજુ સુધી સમર્થન મળવા પામી શકયુ નથી. પરંતુ કહેવાઈ રહ્યુ છે કે, ભુજના અરિહંત નગરના વનચેતના કેન્દ્રની આસપાસના કોઈ વિસ્તારમાં આ બાયોડીઝલનો પોઈન્ટ ચાલી રહ્યો હતો જેના પર તંત્રએ સફળ દરોડો પાડી દીધો હોવાથી બાયોડીઝલના બેનામી ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામી ગયો છે. જાણકારો કહી રહ્યા છે કે, લાંબા સમય બાદ પુરવઠા વિભાગ દ્વારા બાયોડીઝલના આ અડ્ડા પર તવાઈ બોલાવી દીધી  છે. નોધનીય છે કે, થોડા સમય પહેલા ભુજના શેખપીર વિસ્તારની આસપાસના ભાગમાથી પણ એક હાઈપ્રોફાઈલ બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ પ્રાંત અધિકારીએ કરી દીધો હતો તે વખતે પણ પોલીસતંત્ર તથા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો કરવામા આવ્યા હતા. અહી જાણકારો કહી રહ્યા છે કે, પોલીસ પર વારંવાર બાયોડીઝલને લઈને જે માછલાઓ ધોવાઈ રહ્યા છે તે અંગે વિચારવુ જોઈએ કે, બાયોડીઝલના ગેરકાયદેસર વેપલાને 
લઈને પ્રાથમિક જવાબદારી તો પુરવઠા વિભાગની જ  બની રહેતી હોયછે તો પુરવઠા વિભાગ જો પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવતું હોય તો પોલીસ પર કયાં માછલા ધોવાની વાત જ આવે? ખનીજ વિભાગ ખનીજચોરીમાં પ્રાથમીકતા દાખવે, પુરવઠા વિભાગ તેલ અને આવા બોયોડીઝલ સહિતમાં પ્રાથમિકતા સાથે કડકાઈ કરે તો આવા બનામી ધંધાર્થીઓ આપોઆપ જ  ડામી શકાય તેમ હોય છે. આ સમગ્ર કામગીરી સત્તાવારરીતે જાહેરાત થયા બાદ કેટલાનો મુદામાલ પકડાયો છે, પોઈન્ટ કોણ ચલાવતુ હતુ? કોની કોની મીઠીનજર હેઠળ આ પોઈન્ટ અનેઅડ્ડાઓ ચાલતા હતા તે સહિતની વિગતો બહાર આવે તો એક મોટુ નેટવર્ક ખુલવા પામી શકે તેમ મનાઈ રહ્યું છે.
બીજીતરફ આ બાબતેજિલ્લા પુરવઠા અધિકારી શ્રી હાશ્મીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ગત મોડી રાતે કાર્યવાહી કરાયેલ છે. પાંચ હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો પકાયો છે, જેની કિમંત અંદાજીત૧૦ લાખ જેવી થાય છે,
 પૃથકરણ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે, હાલમાં ટેન્ડર વાહન એ ડીવીઝન પોલીસ મથકને સોપવામા
 આવેલ છે.


...............


 

Comments

COMMENT / REPLY FROM