Trending News
સ્થાનિક સમાચાર

જી.કે.જન.હોસ્પિ.માં મહિલા દિન નિમિતે આધુનિક પ્રસુતિ કક્ષ ખુલ્લું મુકાયું

08 March


ભુજ : અદાણી સંચાલિત જી. કે.જનરલ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ પ્રસુતિ સરળતાથી થાય અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે ગૂંચ ન સર્જાય તે માટે આધુનિક પ્રસવકક્ષ યાને લેબરવોર્ડનો વિધિવત પ્રારંભ મહિલા દિવસ નિમિતે ૮મી માર્ચના ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રૂમમાં પ્રસુતિ માટે તમામ જરૂરી પ્રોટોકોલ નિભાવવા પાર્ટીશન સાથે પાંચ લેબર ટેબલ એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે દરેક ભાગમાં એક વ્યક્તિગત મોનીટરીંગ વ્યવસ્થા અને ચેપ ન લાગે તેની ખાસ સંભાળ રાખવાના તબીબી ઉપાયો કરવામાં આવ્યા છે. ઉપરાંત દરેક ટેબલ સાથે ઓક્સિજન લાઇન અને જરૂરી દવાઓ પણ રાખવામાં આવે છે. નવજાતની પૂરતી સંભાળ રહે એ માટે એક અલગ બેબી કોર્નર પણ બનાવવામાં આવ્યું છે.આ ઉપરાંત ટ્રાયેજ ખંડ પણ ઉપલબ્ધ છે. પ્રસુતિ ખાંડનું સ્ત્રીરોગ અને બાળરોગ વિભાગના તબીબોની ઉપસ્થિતિમાં જી.કે.ના મેડિકલ ડાયરેક્ટ ડો. બાલાજી પિલ્લાઈ, ચીફ મેડિ. સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણી, અદાણી કોલેજના ડીન ડૉ.એ.એન. ઘોષ, સ્ત્રીરોગ વિભાગના હેડ ડો. પ્રફુલ્લા કોટક, ડો. ચાર્મી પાવાણી, ડો. અશરફ મેમણ, ડો.કરિશ્મા, બાળરોગ વિભાગના હેડ ડો.રેખાબેન થડાની, ડો.સંદીપ ટીલવાણીએ લોકાર્પણ કર્યું હતું.
======== 

Comments

COMMENT / REPLY FROM