Trending News
ક્રાઈમ

મેઘપર બોરીચીમાં યુવતીની ઘાતકી હત્યાથી ખળભળાટી

08 March



અંજાર પોલીસે ફરિયાદ નોંધી શકમંદોની અટકાયત કરી : પ્રેમ પ્રકરણમાં ઘરમાં ઘૂસીને યુવતીને મોતને ઘાટ ઉતારાઈ હોવાનું 
પ્રાથમિક તબક્કે આવ્યું સામે




ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા પારસનગરમાં રહેતી યુવતી પોતાના ઘરેહતી ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરે આવી છરી વડે યુવતીને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બનાવમાં તપાસ કરીને બે શકમંદોની અટકાયત પણ કરી લીધી છે. પ્રાથમિક તબક્કે પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું સામે આવી રહ્યું છે.
આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ પારસનગરમાં આવેલા મકાન નં. ૯૧માં બનાવ બન્યો હતો. ફરિયાદી કરણ પ્રકાશભાઈ ઉત્તમચંદાણી (સીંધી)ના જણાવ્યા પ્રમાણે તેના ઘરે તે ઉપરાંત બહેન પાયલ, માતા અને નાની રહે છે. માતા અને નાની કેર ટેકર તરીકેની નોકરી ગયા તે પણ નોકરીએ ગયો હતો, તેની બહેન પાયલ હોસ્પિટલમાં નોકરી કરે છે. જેનો સમય સવારે ૧૦ થી ર અને સાંજે પ થી ૯ વાગ્યાનો છે. ગઈકાલે શુક્રવારે બહેન બે વાગ્યા પછી ઘરે આવી ત્યારે કોઈ શખ્સોએ ઘરે આવીને છરીના ઘા ઝીકી બહેનની હત્યા નિપજાવી હતી. આઠ વાગ્યે માતા અને નાની આવ્યા ત્યારે ઘરે લોહી નિકળતી હાલતમાં પાયલની લાશ જોઈ હેબતાઈ ગયા હતા. તાત્કાલિક ઘરે આવી હોસ્પિટલ લઈ જવા સાથે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. અંજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયાનું સામે આવ્યું છે. આ બનાવમાં બે જેટલા ઈસમો સંડોવાયેલા છે. જેને પોલીસે ઉઠાવી પુછપરછ હાથ ધરી છે. હાલ તપાસ ચાલુમાં હોવાથી સતાવાર રીતે વધુ વિગતો સામે આવી શકી નથી, પરંતુ આ ઘટનાએ ચકચાર જગાવી છે.




.............


પૂર્વ કચ્છ એસપી-ડીવાયએસપી તથા ટીમ અંજારની સમયસૂચકતા સરાહનીય



ગાંધીધામ : અંજારમાં મેઘપર બોરીચીમાં રહેતી યુતવીને તેના ઘરે જઈ અને કરપીણ રીતે રહેસી નાખવાની ગંભીર ઘટના બનવા પામી હતી પરંતુ આ ઘટનાની ગંભીરતાને સમજી અને પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર તથા અંજાર ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વ તળે અંજાર પોલીસના પીઆઈ શ્રી એ આર ગોહીલ તથા પીએસઆઈ  શ્રી વાડા સહિતની ટીમની આ પ્રકરણમાં શકમંદો તરફ તપાસ તેજ બનાવવાની દીશામાં આદરેલી કવાયત સરાહનીય છે. આ કેસમાં બે શકમંદોને ઉઠાવી અને તેમની ઘનિષ્ઠ પુછતાછ પણ આરંભાઈ ચુકી હોવાનુ સામે આવી રહ્યું છે.





....................


ગાંધીધામમાં ઉઘરાણા કરવા નીકળી પડેલ
નવો નટવરલાલ કોણ? સૌ કોઈ ચેતજો.!




સમાજમાં જે-તે વ્યકિતને આર્થીક મદદની જરૂર હોય કે ન હોય પરંતુ તેઓના નામે કે સેવાના બહાને યેન-કેન પ્રકારે ઉઘરાણાં કરી ખુદના ગજવા ગરમ કરનારા આ નીકળી પડેલા નવટરલાલથી સૌ કોઈ ચેતજો


ગાંધીધામ : ગાંધીધામ સંકુલમાં જાનમા કોઈ જાણે નહી અને હું લાડાની ફઈ બની ફરતો એક નવો નટવરલાલ ઉભો થવા પામી રહ્યો છે. આ શખ્સની મદદની કે સેવાની કોઈને જરૂરીયાત હોય કે ન હોય, પરંતુ સેવાના નામે આ નવો નટવરલાલ માર્કેટમાં માત્ર અને માત્ર ઉઘરાણા કરવાના ઉદેશ્ય સાથે જ નીકળી પડતો હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. કહેવાય છે કે આ નટરવાલનો કોઈ ધંધો-રોજગાર તો છે નહી, તેનાથી મહેનત પણ થતી નથી એટલે જયા ઠીક લાગે ત્યા સેવાના નામે ઉઘરાણા કરવા ઉતરી પડે છે. આવા નટવરલાલને ઓળખો અને તે કયાંક ને કયાંક તમારા નામનો ગેરઉપયોગ ન કરી જાય અને પોતાચની દુકાન-ઉઘરાણાઓથી ન ધમધમાવે તે માટે તેને ખુલ્લો પાડવો પણ તેટલો જ જરૂરી બની રહ્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM