ચોપડવા ખાતર કાંડ : કંપનીના માલીક સંદીપ ગુપ્તાના કડક રીમાન્ડ લ્યો :તો આડેસર-ભચાઉ પટ્ટામાં કઈક તોડકાંડના થાય મોટા કડાકા-ભડાકા.!
યુરીયા ખાતરની ચોરીમાં ‘પાસા’ તળે જ કરો કાર્યવાહી
સંદીપની કંપનીમાં આ રીતે સરકારી યુરીયા ખાતર અગાઉ કેટલી વખત આવયુ? કયાથી આવ્યું? કેવી રીતે આવ્યું? કોના મારફતે આવ્યું? કેવા ઈરાદે આવ્યું? સંદીપ પોતાના રેઝિન પ્લાન્ટ ઉપરાંત અન્ય કોને કોને આ રીતે સરકારી ખાતર સપ્લાય કરતો હતો? આ બધી જ હકીકતો રીમાન્ડ દરમ્યાન મેળવો? આ પહેલા પણ સંદીપની ફેકટરીમાં આવતો સરકારી ખાતરનો જથ્થો આડેસર પટ્ટામાં તથા ભચાઉ વિસ્તારમાં પકડાઈ ચૂકયો હોવાની છે ચકચાર, પરંતુ સેટીંગ અને વહીવટથી તેને છેાડી દેવાયો હતો? જો આ બાબતે તપાસ કરવામા આવશે તો પણ એક મોટી ભ્રષ્ટ સિન્ડીકેટના ખુલશે નામ
ખાટલે મોટી ખોટ : સુનીલ-પ્રકાશે ખેડુતોના નામે ૧૬૦ યુરીયા સરકારી સબસીડીવાળા ખાતરનો જથ્થો મેળવી જ કેવી રીતે લીધો? કયા કયા ખેડુતોના આધારકાર્ડ પરથી આ ખાતરનો જથ્થો મેળવી લેવાયો? ઓનલાઈન બીલ બનાવ્યા વિના ખાતરનો અન્ય કેટકેટલા એગ્રેાવાળાઓ કરી રહ્યા છે આડેધડ વેપલો? : સંદીપ-પ્રકાશ આણી ટોળકી અગાઉ કેટકેટલા ખાતર ચોરીના પ્રકરણોને આપી ચુકયા છે અંજામ?
ગાંધીધામ : એકતરફ કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ગુજરાત અને કચ્છના ખેડુતોને મદદરૂપ થવા નીતનવા ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. ખેડુતોને પાણી, વીજળી અને ખાતર મળી રહે તે માટે પ્રયત્નો કરવામા આવી રહ્યા છે ત્યારે બીજીતરફ કેટલાક ભેજાબાજ તત્વો આવા જ ખેડુતોના હકકના સસ્તા સબસીડીવાળા ખાતરનીદરમ્યાન જ તાજેતરમાં જ કચ્છના ચોપડવા-લુણવા હાઈવે પાસેથી પૂર્વ કચ્છ એસઓજી દ્વારા પણ આવી જ ૧૬૦ ખાતરની બોરીઓનો જથ્થો પકડી પાડયો હતો અને તેની પુછતાછમાં કઈક નવા ખુલાસાઓ થવાપામી ગયા હતા. આ કેસમાં છ જેટલા શખ્સોના નામો ખુલવા પામ્યા હતા તો વળી ખાતર હળવદથી લવાયા હોવાનુ પણ સામે આવ્યુ છુહત. જેમાં હળવદમાં ડીડીએ દ્વારા શિવ એગ્રોનું લાયસન્સ રદ કર દેવામા આવ્યુ હતુ તો વળી કચ્છમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરના સેમ્પલો લેબમાં મોકલ્યા બાદ તેનો અહેવાલ આવી જતા તે યુરીયા ખાતર જ હોવાથી હવે તેમાં આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમનો ઉમેરો કરવામા આવી ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે. દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં ખાતરનો જથ્થો જે કંપનીમાં ગગન પ્લાયના રેજિન પ્લાન્ટમાં આવ્યો હતો તેના માલિક સંદીપ ગુપ્તાની પણ ધરપકડ કરવામા આવી છે ત્યારે આ સંદીપના કડકમાં કડક રીમાન્ડ લેવાની જરૂર રહેલી છે. સંદીપને પુછવુ જોઈએ તેના કાન આળવા જોઈએ કે, આ ખાતરનો જથ્થો તે લાવ્યો કયાંથી? હળવદથી જે જથ્થો લવાયો તે પહેલી જ વખત લાવ્યો હતો કે આથી પહેલા પણ અહી આવો જથ્થો લઈ આવ્યો હતો? જાણકારો કહી રહયા છે કે, સંદીપનો આવા ખાતરનો જથ્થો અગાઉ આડેસર વિસ્તારમાં તથા ભચાઉ વીસ્તારમાં પણ અગાઉ પકડાઈ ચૂકય છે પરંતુ તેમાં તોડ કરી લેવામા આવી હોવાથી તે કેસોમાં આ સંદીપ આબાદ બચી ગયો છે? જો આ વાત સાચી હોય તો સંદીપથી પુછવુ જોઈએ કે આડેસર અને ભચાઉમાં ચોરાઉ સરકારી ખાતરના કિસ્સામાં તેનાથી કોણે કેટલાની તોડ કરી હતી? જો સંદીપના કડકમા કડક રીમાન્ડ લેવામા આવશે તો આખાય કચ્છમાં સંદીપના ભ્રષ્ટ યુરીયા ખાતરના નેટવર્કનો ખુલાસો થવા પામી જશે.
.................
ખેડુતોના હિતમાં કચ્છઉદયના અહેવાલની તત્કાળ અસર
કચ્છમાં સરકારી યુરીયા ખાતરના કૌભાંડીઓમાં પ્રકાશ આણી ટોળકીને દબોચો, ખેતીવાડી વિભાગનો સેમ્પલ આવી ગયુ, હવે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમનો ઉમેરો કરી અને કડક પગલા લ્યો,ના મથાડા સાથે સચોટ અહેવાલ તા.૦૪-૦૩-૨૦૨૫ના પાના-ન. ૮ પર ઉજાગર કરવામા આવ્યો હતો જે બાદ કલમનો ઉમેરો પણ થવા પામ્ય છે અને આ ટોળકીને પકડવામાં પણ આવતા આ અહેવાલની તત્કાળ અસર વર્તાતી જોવાઈ રહી છે.
..............
યુરીયા ખાતર પ્રકરણમાં અંતે ફોજદારી
ભચાઉ : પૂર્વ કચ્છમાં આવેલી પ્લાય કંપનીઓમાં ગેરકાયદે રીતે ખેત વપરાશનું યુરીયા ખાતર પહોંચાડવામાં આવે છે. આ ખાતર ખેડૂતોના હક્કનું હોય છે પરંતુ ખેડૂતોને અંધારામાં રાખી માલ પ્લાય કંપનીઓમાં પહોંચતો હોય છે ત્યારે ગત ૧૦ ફેબ્રુઆરીના ગાંધીધામ એસઓજીએ દરોડો પાડી ચોપડવા નજીક ટીમ્બરની કંપનીમાં ગેરકાયદે રીતે આવેલું યુરીયા ખાતર ઝડપી પાડયું હતું. જેમાં લેબોરેટરી રીપોર્ટ આવ્યા બાદ છ જણા સામે ફરિયાદ નોંધાઈ છે. જેઓની ધરપકડ પણ કરી લેવાઈ છે.આ બાબતે મળતી વિગતો મુજબ ચોપડવા - લુણવા રોડ પર આવેલ રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટીમ્બરના રેકઝીન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનું નીમ કોટેડ યુરીયા ખાતર ગેરકાયદ ે રીતે ઔદ્યોગીક એકમમાં લઈ આવ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા બે બોલેરોમાં ખાતર મળી આવ્યું હતું. જે અનલોડ થવાનું હતું. જે તે સમયે ૧૬૦ બોરી કિમત રૂા. ૪ર૬૪૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ખાતર સાથે મળી આવેલા ડ્રાઈવર ઈમરાન રમજુભાઈ અને ચંદ્રેશ પ્રભુલાલ પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. ભવાનીપુર ભચાઉના પ્રકાશ પટેલે હળવદની શીવ એગ્રોમાંથી ખાતર ભરી આ પ્લાય કંપનીમાં પહોંચાડવાનું કહ્યું હોવાની હકીકત જણાવી હતી. ખાતર એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. જેમાં સરકારી નીમ કોટેડ યુરીયા ખાતર હોવાનું જણાઈ આવતા રાસાયણીક ખાતરનો ગેરકાયદે રીતે ઔદ્યોગીક એકમમાં ઉપયોગ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. ગગન ટીમ્બરના માલિક વરસામેડીના સંદીપભાઈ પુરણચંદ ગુપ્તા, ગગન ટીમ્બરમાં કામ કરતા ભચાઉના હિંમતપુરામાં રહેતા રફીક મોહમદ આરબ, ભવાનીપુરના પ્રકાશ પદમાભાઈ મણોદરા (પટેલ), ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કર, ઈમરાન રમજુભાઈ રાયમા અને હળવદની શીવ એગ્રો એન્ડ ફર્ટીલાઈઝરના મહેન્દ્રસિંહ ભુપતસિંહ ડાભી સામે ભચાઉ પોલીસમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરી એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ ડી.ડી. ઝાલા, પીએસઆઈ વી. પી. આહિર જોડાયા હતા.
.............
સંદીપની કંપનીના સીસીટીવી ફુટેજની કરો ચકાસણી
ગાંધીધામ : હળવદથી ભચાઉના લુણવા પટ્ટા સુધીમાં યુરીયા સરકારી સબસીડીવાળા ખાતરની તસકરીના નેટવર્કનો પોલીસે ભાંડાફોડ કરી દીધો છે અને તે કેસમાં સંદીપ અને પ્રકાશ સહિતની ટોળકીને પકડી પાડી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં સંદીપ તરફ તપાસ આગળ ધપાવવી જોઈએ. સંદીપની કંપનીમાં આવેલા સીસીટીવી ફુટેજની ચકાસણી કરવી જોઈએ તો આ ચંદ્રેશની માલીકી વાળી ગાડી અને તેમાં આવેલ ખાતર કેટકેટલા આંટાફેરા અહી કરી ગયા છે, કેટલુ આવુ ચોરાઉ ખાતર અહી ઠલવાઈ ચુકયુ છે તેનો મોટો ખુલાસો થઈ શકે તેમ છે.

Comments