કોલકતાના કિન્નરોએ અમરગઢના યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવી ૩ર લાખ પડાવી લીધા
ર૦રર થી આજદિન સુધી ફોટા - વીડિયો વાયરલ કરવા અને ધંધામાં ભાગીદારીના નામે અલગ અલગ સમયે ગુગલ પે અને બેંક ખાતામાં રૂપિયા મેળવ્યા : સાયબર ક્રાઈમમાં અરજી કરી તો મારી નાખવાની ધમકી મળી : અંતે યુવાને નિરોણા પોલીસમાં ચાર સામે નોંધાવી ફરિયાદ
ભુજ : નખત્રાણા તાલુકાના અમરગઢ ગામના યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવી ધંધામાં ભાગીદારીની લાલચે ૩ર લાખ પડાવી લેવાયા હતા. જે બાબતે ચાર સામે નિરોણા પોલીસમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ
કરાયો છે. નખત્રાણા તાલુકાના અમરગઢ ગામે રહેતા યુવકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ર૦રર માં તે વાડીએ હતો ત્યારે ટીએસ ડેટીંગ ડોટ કોમ નામની લીંક ખોલી અને આ લીંક પર એક છોકરીનું નામ મી હતું, જેના પર ક્લિક કરતા વોટસઅપ નંબર ખુલ્યા અને તેની સાથે વાતચીત થઈ ત્યારે તેણે હું કલકતાની છું અને ખુબ ગરીબ છું. જમવાના પણ રૂપિયા નથી તેમ કહેતા યુવકે પ૦૦ રૂપિયા ગુગલ પે કર્યા હતા. ત્યારથી ઓળખાણ થઈ અને રોજેરોજ વોટસઅપ પર વાતચીત દરમ્યાન સામેવાળીએ તેનું નામ મીકી હોવાનું જણાવ્યું હતું. વાતચીત વધતી ગઈ અને તેણે પોતાના અશ્વિલ ફોટા અને વીડિયો મોકલ્યા હતા. બે મહિના પછી વીડિયો કોલ આવ્યો અને યુવકે રીસીવ કર્યો ત્યારે તેણે વસ્ત્રો પહેર્યા ન હતા. અહીંયાથી ગુનાની શરૂઆત થઈ. વીડિયો કોલ પૂર્ણ થતા જ યુવતીએ કહ્યું કે, મેં તારી સાથે મારો નગ્ન વીડીયો બનાવ્યો છે, હું કહું તેમ કરજે નહીં તો આ વીડીયો સોશિયલ મીડિયમાં વાયરલ કરી તારી આબરૂના ધજાગરા ઉડાવી નાખીશ. જેથી મરજી ન હોવા છતાં તેની સાથે વાતચીત કરવાની ફરજ પડતી દરમ્યાન ફરિયાદી યુવક જેની સાથે વાત કરતો તે યુવતી નહીં પણ કિન્નર હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં માતા બિમાર હોવાનું કહી પ૦ હજાર રૂપિયા યુવક પાસેથી મેળવ્યા હતા. અવારનવાર કોલકતાની દિયાશ્રી દેવનાથ યુવકને ફોન કરી રૂપિયાની માંગણી કરતી અને જો યુવક ના પાડે તો વીડીયો વાયરલ કરવાની ધમકી આપતી હતી. અત્યાર સુધી તેણે દસ લાખ રૂપિયા મેળવી લીધા છે. એક વખત તેણે હું કિન્નર છું અને પ્લાસ્ટિક સર્જરીથી લીંગ પરિવર્તન કરાવવા માટે પણ રૂપિયા માંગી લીધા હતા. બાદમાં તેણે પોતે લીંગ પરિવર્તન કરાવ્યો હોવાનું કહી હવે સ્ત્રી બની ગઈ છું, તેમ કહેતા યુવકે હવે મને હેરાન ન કરજે, તેમ કહી સંપર્કો કટ કર્યા હતા. આ વાત ત્યાં પતી ગઈ, દરમ્યાન દિયાશ્રીએ બાદમાં યુવકને ફોન કર્યો કે, અમારા ઓળખીતાનો બીઝનેશ ચાલે છે અને તને પાર્ટનરમાં કામ કરવું હોય તો કોન્ટેકટ કરાવી આપું, તેમ કહી પરીચય કરાવ્યો હતો. સામાવાળાએ પોતે અદીતીદાસ ઉર્ફે ગોપાલદાસ બોલતા હોવાનું કહી કલકતામાં સ્પા અને બ્યુટી પાર્લરનો ધંધો ચાલે છે. જેમાં પાર્ટનર તરીકે જોડાવવા માટે દોઢ લાખ રૂપિયા માંગ્યા હતા, જેથી આ યુવકે બેંક ખાતામાં દોઢ લાખ ટ્રાન્સફર કર્યા બાદમાં ગોળગોળ વાતો કરી કે દુકાનના ૪૭ લાખ આવે છે અને ખર્ચો કાઢતા ૪પ લાખ મળશે અને ૬૦ ટકા હિસ્સો આપવાની વાત કરતા ફરિયાદી યુવકને લાલચ જાગી અને તેણે રસ દાખવ્યો, જો કે દુકાન વેચતા પહેલા જીએસટી ભરવો પડશે. અલગ અલગ વાતો કરી રર.૩૬ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જો કે ભાગીદારી પણ ન થઈ, દુકાન પણ ન વેચાઈ અને પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવ્યુું. એક દિવસ ફોન કર્યો ત્યારે વોટસઅપમાં સામેથી મેસેજ આવ્યો કે આ મોબાઈલ હવે પોલીસની હીરાસતમાં છે અને આ નંબર પર ફોન કે મેસેજ કરવા નહીં. તમામ બાબત રેકોર્ડ થાય છે. જેથી ડરીને મોબાઈલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. બાદમાં ફરી ત્રણ મહિના પછી દિયાશ્રી દેવનાથનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, હું તારા બધા વીડીયો અને ફોટા સોશીયલ મીડિયામાં વાયરલ કરું છું, મને અનબ્લોક કર અને પાંચ લાખ રૂપિયા આપ. રૂપિયાની આપવાની ના પાડતા ગાળો આપી હતી. જેથી અંતે હિંમત હારેલા યુવાને પરિવારને વાત કરી અને પરિવારે ફરિયાદ કરવાનું કહેતા સાયબર સેલમાં અરજી કરી હતી. ત્યારે પણ આ લોકોએ અરજી પરત ખેચી લેવા મુદ્દે ધાક ધમકી આપતા અરજી પાછી પણ ખેચી લીધી હતી. જો કે ફરી પોલીસમાં અરજી કરવામાં આવી હતી. ૧૦-૧-ર૦રર થી ૧૭-૪-ર૦ર૪ સુધી દિયાશ્રી દેવનાથે વીડીયો કોલ કરી ૧૦ લાખ પડાવ્યા અને તા. ૧૦-૧-ર૦રર થી તા. ૧૭-૪-ર૦ર૪ સુધી અદીતીદાસ ઉર્ફે ગોપાલદાસે ધંધામાં ભાગીદારીની લાલચ આપી રર.૩૬ લાખ પડાવ્યા હતા. આ ગુનામાં સુઝેન અને બનીસેન ગુપ્તા પણ સંડોવાયેલા હોઈ ચારેય સામે નિરોણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર હકીકતો અને નોધ લઈ આગળની વિસ્તૃત તપાસ દયાપરના પીઆઈ વી. વી. ભોલાએ હાથ ધરી છે.

Comments