Trending News
સ્થાનિક સમાચાર

એનઆરઆઈ યુવાનો દ્વારા કોમ્પ્યુટર લેબ માટે ૭ લાખનું દાન આપ્યું 

06 March

મેક અ ચેન્જ ફાઉન્ડેશનના માધ્યમથી માતૃભુમીનો ઋણ ચુકવતા સેવા સાધના ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આપ્યું દાન

ભુજ : લંડનના એનઆરઆઈ યુવાનો સંચાલિત મેક અ ચેન્જ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તથા સભ્યો ભુજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સેવા સાધના ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયના વિદ્યાથીર્ઓના સર્વાંગી વિકાસ હેતુ સાથે વિદ્યાથીર્ઓની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટર લેબ માટે ૭ લાખનું દાન આપ્યું હતું.સેવા સાધના ટ્રસ્ટવતી મેક અ ચેન્જ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તેમજ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ કાયર્વાહ રવજીભાઈ ખેતાણીએ જણાવ્યું કે, સમાજ ઉપયોગી કર્યો લંડનમાં હિંદુ સ્વયંસેવક સંઘના નામથી થાય છે. પ્રાંતના સેવા પ્રમુખ તથા સેવા સાધનના ટ્રસ્ટી નારણભાઈ વેલાણીએ કચ્છમાં સેવા સાધનાના માધ્યમથી થતા સેવાકર્યીની માહિતી આપી હતી. મેક અ ચેન્જ ફાઉન્ડેશન સૌપ્રથમ વખત સેવા સાધન સાથે કેવી રીતે જોડાયુંએ ઘટના યાદ કરતા મિત્રોના માતૃભુમી પ્રત્યેના પ્રેમને બિરદાવ્યું હતું. ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી નિર્મિત રામદેવનગર (હાજીપીર)નો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રેસિડેન્ટ ટ્રસ્ટી કિરણભાઈ પીંડોરીયા, ટ્રસ્ટી દીપેશભાઈ કેરાઇએ વિદ્યાથીર્ઓના સર્વાંગી વિકાસ માટે ટ્રસ્ટી મનોજભાઈ સોલંકી તેમજ ટ્રસ્ટીઓને દાનનો ચેક અર્પણ કર્યો હતો. કિરણભાઈએ કહ્યું હતું કે સેવા સાધના ખરેખર છેવાડાના માનવીની સેવા કરે છે અને ટ્રસ્ટનું કાર્ય એકદમ પારદર્શી છે. દાન યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે વપરાય છે. ભવિષ્ય માં મહતમ સહયોગ આપવાની ખાત્રી આપી હતી. છાત્રાલયના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં ભરતભાઈ સૈની, પુનિતભાઈ, ગોવિંદભાઈ કેરાઇ, દિનેશભાઈ વેકરીયા, રતિલાલભાઈ ભુડિયા, મહેશભાઈ પટેલ તથા ધીરજભાઈ દબાસીયા જોડાયા હતા. 
 

Comments

COMMENT / REPLY FROM