નાગરિક સંરક્ષણની તાલીમ આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી
ભુજ અદાણી સ્કિલ ડેવલપમેન્ટના તાલીમાર્થીઓ નાગરિક સુરક્ષાની દિશામાં થયા સક્ષમ
ભુજ : અત્રે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ અને નાગરિક સંરક્ષણ ભુજ વિભાગના સંયુક્ત ઉપક્રમે સક્ષમના ૪૦ જેટલા તાલીમાર્થીઓને પાંચ દિવસની નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ વિષયના નિષ્ણાતોએ કચ્છ જેવા સંવેદનશીલ વિસ્તારમાં નાગરિક સંરક્ષણની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું.
સક્ષમના તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની બાર સેવાઓ, પ્રાથમિક સારવાર, ફાયર સેફ્ટી,૧૦૮ ઈમરજન્સી,૧૮૧ મહિલા અભયમ સેવાની તાલીમ આપવામાં આવી હતી. આપત્તિ વ્યવસ્થાપન માટે સરહદી વિસ્તારના નાગરિકોએ નાગરિક સંરક્ષણની તાલીમ લેવી જોઈએ. તેમણે અદાણીસ્કિલ ડેવ. ના તાલીમાર્થીઓ જે પ્રકારે પહેલ કરીને તાલીમ મેળવી રહ્યા છે તેની સરાહના કરી હતી. આ પ્રસંગે નાગરિક સરક્ષણ વિભાગના નાયબ નિયંત્રક ડી. કે. પંડ્યા, ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટ તથા સક્ષમના જુ. ઓફિસર પૂર્વીબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આ તાલીમ યોજાઇ હતી ત્યારે ના. સં. વિભાગના સ્ટાફ કૌશલભાઈ ધંધાલિયા, દશરથસિંહ જાડેજા, સક્ષમના મનીષ બાવલ, વિવિધ નિષ્ણાતો તથા વોર્ડન સભ્યો અરુણભાઈ જોશી, પ્રશાંત તન્ના, સોહમભાઈ, ધવલભાઈ, પ્રવિણાબેન પારગીએ સંપૂર્ણ જહેમત સાથે તાલીમને સફળ બનાવી હતી.
------

Comments