Trending News
સ્થાનિક સમાચાર

અંજારના વરસાણા-ભીમાસર તેલકાંડ : સુમિત- હરભમ-અજય કોના ઈશારો કરતા હતા તસ્કરી? ચોરાઉ તેલ ખરીદનારા કોણ ?

06 March



સોયાબીન તેલચોરીનું કારસ્તાન ઝડપાતી વેળાએ સુચક સવાલો : ઝડપાયેલા શખ્સના કડક રીમાન્ડ લેવાય તો ઘણુ બધુ બહાર આવે : તેલચોર ગેંગના મુખ્ય સુત્રધારો સુધી તપાસ લંબાવાય તે જરૂરી 

જે હાઈવે- હોટેલાના પરિસર-પટાંગણ કે પાર્કીંગ વિસ્તારોમાં આવા કારનામા પકડાયા છે તે હોટેલોના માલીકની સામે પણ મદદગારીમાં ફીટ કરવા સમાન ધાક બેસાડતી કરવી જોઈએ કાર્યવાહી

ખાટલે મોટી ખોટ : આવા આધારપુરાવા વિનાના મળતા મુદામાલના કિસ્સાઓમાં પોલીસ ૪૧/વન-ડી લગાવવાની પ્રથા કયારે બંધ કરશે? ૪૧ વન ડી -શંકાસ્પદ મુદામાલ દર્શાવી અને તેલચોર તત્વોને પાછળથી સાચા-ખોટા બીલો રજુ કરવાની કયાંક ને કયાંક છાની સગવડો કરી દેવામા તો નથી આવતીને? હકીકતમાં તો આયોજનબદ્ધ ચોરી-તસ્કરીમાં બિન જામીન પાત્ર તથા બે વર્ષની સજાની જોગવાઈ ધરાવતા આઈપીસી કલમ ૩૭૯ કેમ લગાવવામાં આવતી નથી?


ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના જ ડીપીએ-કંડલા તથા મુંદરા-તુણા જેવા બંદરો કચ્છમાં કાર્યરત છે અને આવા બંદરો પર વિદેશથી મોટા પ્રમાણમાં કેમીકલ-લીકવીડ-ઓઈલની આયાત કરવામા આવી રહી છે. અહી આવી રહેલા આવા કેમીકલ-ઓઈલ પોર્ટ પર ઉતર્યા બાદ વ્હીકલ મારફતે અન્ય રાજયમાં પહોચે તે પહેલા જ તે વાહનોના ડ્રાયવરોને લલચવાી-ફોસલાવી અથવા તો ધાક ધમકી કરીને કે પછી ટોકના નાણા આપીને તે વાહનોમાથી ઓઈલ-કેમીકલ-તેલની તસ્કરી કરનારી કેટલીક કુખ્યાત ટોળકી પણ મોટાપાયે કાર્યરત રહેલી છે. આવી ટોળકી પર કયારે ભચાઉ પટ્ટામાં તો કયારે અંજાર વિસ્તારમાં છુટ્ટીછવાઈ અને સમ ખાવા પુરતી કાર્યવાહી કરવામા આવતી રહે છે પરંતુ આખાય તેલચોરીના કારસ્તાનોને ધમધમાવનારા મુખ્ય સુત્રધારો સુધી તપાસનો રેલો લંબાતો કયાંય જોવા મળી આવતો નથી. 
દરમ્યાન જ તાજેતરમાં જ અંજાર પોલીસ દ્વારા અહીનાવરસાણા-ભીમાસર રોડ પરથી આવી જ સોયાબીન તેલની ચોરી કરવાના કારસ્તાનને પકડી પાડયું છે. સોયાબીન ભરેલા કેરબા સાથે એક શખ્સને પકડી પાડવામા આવ્યો છે અને તેની પ્રાથમીક પુછપરછમાં અન્ય બે શખ્સોના નામે સામે આવયા છે. એટલે અજય, હરભમ અને સુમિત ત્રિપુટી દ્વરા વાહનોમાથી તેલચોરીનું કારસ્તાન ચલાવાતુ હોવાનુ સામે આવી રહ્યું છે એટલુ સામે આવ્યુ છે પરંતુ હકીકતમાં પકડાયેલા શખ્સો અને જથ્થો તો પાસેરામાં પુણી સમાન જ હશે, તેલચોરીના આવા વિવિધ પોઈન્ટ-અડ્ડાઓ અંજાર-ભચાઉ રોડ પર મોટાપાયે ધમધમી રહ્યા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.ઝડપાયેલા શખ્સના કડક રીમાન્ડ લેવાય તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ ચર્ચાઈ રહ્યું છે. 
જાણકારો તો એમ પણ કહી રહ્યા છે કે, અંજાર વિસ્તારમાં તેલચોરી ઝડપાયાની આ કોઈ પેહલી વહેલી ઘટના નથી, ટુંકા ભુતકાળમાં ચકસાવામાં આવશે તો તેલચોરીના અલગ અલગ આવા કિસ્સાઓ ચોપડે ચડેલા મળી જ આવશે, નાના નાના સાપોલીયાઓને રજુ કરી અને કેસ રફેદફે કરવાના બદલે તેલચોર ગેંગના મુખ્ય સુત્રધારો સુધી તપાસ લંબાવાય તો તેલચોરી ખરા અર્થમાં અટકશે. એટલુ માત્ર જ નહી પરંતુ  ચોરાઉ તેલના ખરીદનારાઓના પણ નામો કરવા જોઈએ જાહેર. ચોરાઉ તેલનો જથ્થો ઝડપાયેલા શખ્સો કોને કોને વહેચતા હતા? તેવા તત્વોના નામે પણ ખુલ્લા પાડવા જોઈએ. હાલમાં પણ જે જગ્યાએથી આધારપુરાવા વિનાનો જથ્થો પકડી પાડવામા આવ્યો છે તે હોટેલના પંટાગણમાથી જ પકડાયો છે ત્યારે આવા કેસોમાં જે હાઈવે- હોટેલાના પરિસર-પટાંગણ કે પાર્કીંગ વિસ્તારોમાં આવા કારનામા પકડાયા છે તે હોટેલોના માલીકની સામે પણ મદદગારીમાં તેને ફીટ કરવા સમાન ધાક બેસાડતી કાર્યવાહી પોલીસે કરવી ઘટે. તો જ તેલચોરી ગેંગમાં થોડી ફડક બેસશે અને તેલ તસ્કરીકાંડમાં કયાંક ને કયાંક આંશીક બ્રેક આવવા પામી શકશે.

.....................

Comments

COMMENT / REPLY FROM