Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાંથી ઓવરવોલ્યુએશન કૌભાંડનો પર્દાફાશ : - તો હજારો-કરોડોના મોટા હવાલાકાંડ ખુલશે..!

06 March

ઝડપાયેલ કારનામું તો માત્ર પાસેરામાં પુણી સમાન






વધુ રકમની વેલ્યુ દર્શાવી અને નીચી કિમંતવાળી વસ્તુઓ આયાત કરી ઓવરવેલ્યુએશન-હવાલાના રેકેટનો પાછલા ત્રણ-ચાર વર્ષથી કચ્છના બંદરો પર ચાલી રહ્યુ છે મોટું નેટવર્ક : આ તો માત્ર શોલ અને થાઈલેન્ડનો કિસ્સો અક યા બીજા પ્રકારની કોઈ ધંધાકીય હરીફાઈમાં ચોકકસ બાતમીના આધારે પકડાયુ છે પરંતુ આવી તો અલગ અલગ અનેક કોમોડીટીમાં હવાલાઓના ખેલ પાડનારી મોટી સિન્ડીકેટ છે કાર્યરત : જીણવટભરી તપાસ થાય તો કઈકના પગ તળે આવે રેલો


ખાટલે મોટી ખોટ : મુંદરા બંદર પર આ પ્રકારના મોડસ ઓપરેન્ડી સાથે ઓવરવેલ્યુએશન કૌભાડ ચાલી રહ્યુ હોવાની બાતમી અને ગંધ ડીઆરઆઈ જેવી એજન્સીને આવી શકે છે તો અહી સ્થાનિકે કસ્ટમ વિભાગ શું અગરબત્તી કરવા છે? કસ્ટમના અધિકારી-કર્મચરીઓ-એકઝામિનર-અપ્રેઈજરને કેમ આવા કારનામાઓની ગંધ શુદ્ધા પણ નથી આવતી?



ગાંધીધામ : ભારતના બે મોટા બંદરો કચ્છમાં કાર્યરત રહેલા છે. કંડલા અને મુંદરા. આ બન્ને બંદરો પરથી હવાલા રેકેટને મોટાપાયે અંજામ આપનારી એક મોટી ટોળકી પાછલા કેટલાક સમયથી સક્રીય બનેલી હોય તેમ ઓવરવેલ્યુએશન કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો હોવાની સ્થિતી સર્જાવવા પામી રહી છે. ઉંચી વેલ્યુ દેખાડી અને તેમાં નીચી કીંમતની વસ્તુઓ લાવી અને વિદેશમાં ભારતીય હુંડીયામણ મોકલવામા આવી રહ્યુ હોવાની ગંધ અને ચર્ચા તો પાછલા કેટલાય સમયથી સામે આવતી જ રહેતી હતી. દરમ્યાન જ આ વાતનો ભાંડાફોડ ગાંધીધમા ડીઆરઆઈ દ્વારા કરવામા આવ્યો હોવાનુ માલુમ પડી રહ્યું છે. 
આ મામલે મળતી વધુ વિગ્તો અનુસાર ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા થાઈલેન્ડથી આવેલ કન્ટેઈનરમાં શોલના જથ્થાની ચોકકસ બાતમીના આધારે તપાસ-છાનીબીન આદરતા તેમા જે ડીકલેર કરેલી કિંમતની વસ્તુઓ દેખાડાઈ હતી તેનાથી પાંચ-સાત કરોડ ઓછી કીમતની વસ્તુઓ નીકળવા પામતા એ રકમ વિદેશ હવાલાથી મોકલી દેવાના જ આ કારનામા હોવાની ગંધ આવતા ડીઆરઆઈ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામા આવી છે. આ શોલના આયાતકાર તરીકે હિમાલચ પ્રદેશની કોઈ પાર્ટી રહેલી હોવાનુ સામે આવતા હાલતુરંત પ્રાથમિક ધોરણે તપાસ એ દીશામાં આગળ હાથ ધરવામા આવી છે.
જો કે, અહી સવાલ એ થાય છે કે, પાછલા લાંબા સમયથી મુંદરા હોય કે ગાંધીધામ-કંડલા સંકુલ કે જોન જ કેમ ન હોય, અહી બહારની જ એજન્સીઓ મોટા ભાગે તવાઈ બોલાવી જતી હતી. કયારે નોઈડા તો કયારેક દીલ્હી તો કયારેક અમદાવાદ ડીઆરઆઈ દ્વારા દરોડો પાડવાની કામગીરી કરવામાં આવતી હતી. અને સ્થાનિક ડીઆરઆઈની ભુમિકા સામે આવા વખતે સતત સવાલો જ ઉભા થવા પામતા હતા. ત્યારે હવે લાંબા સમય બાદ ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા પણ અહી કાર્યવાહી કરવામાં આવતા તેઓએ આળસ મરડી હોય તેવે વર્તારો જોવા મળી રહ્યો છે.
જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણ જે પકડાયુ છે તે એક માત્ર પાસેરામાં પુણી સમાન જ કહી શકાય તેવુ છે. કારણ કે, આ રીતે હવાલા રેકેટને અંજામ આપવામાં આવતો હોય તેવી એક મોટી સિન્ડીકેટ કાર્યરત પાછલા પાંચેક વર્ષથી થયેલી હોવાનુ મનાય છે. જેમાં સેજ એકમોના અમુક ઉચ્ચ અધિકારીઓ, કસ્ટમના અધિકારીઓ, સીએચએ, હવાલાને અંજામ આપનારા મોટા માથાઓ જે ગાંધીધામ-કંડલા-મુંદરા-મુંબઈ, દિલ્હી સહિતની પાર્ટીઓ સાથે સંકળાયેલા છે તે તમામનો સમાવેશ થવા પામી રહ્યો છે. જો આ કેસની તપાસ વધુ ઉડાણપૂર્વક કરવામા આવે તો હજારો કરોડોનું મોટુ કૌભાંડ ખુલશે તેવી આશંકાઓ દર્શાવવામાંઆવી રહી છે. 

 

Comments

COMMENT / REPLY FROM