Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ, કચ્છ-ગાંધીધામ જીલ્લાના નેત્રમ ખાતે ટ્રાફીક નિયમનની કામગીરી માટે પબ્લીક એડ્રેસ સીસ્ટમ કાર્યરત કરવામાં આવી.

05 March

રાપર :પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડરરેન્જ, ભુજ-કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પુર્વ કચ્છ-ગાંધીધામ નાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, એ. વી. રાજગોર, મુખ્ય મથક, પુર્વ કચ્છ-ગાંધીધામ નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.આર. પટેલ, સીટી ટ્રાફીક પોલીસ. ગાંધીધામનાઓતથાપોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે. જી. રાજ નાઓ દ્વારા નેત્રમ (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર), પુર્વ કચ્છ.ગાંધીધામ દ્વારા ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફીકના નિયમો અને ટ્રાફિક વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી વિશ્વાસ(VISWAS)પ્રોજેકટ હેઠળ શહેરમાં અલગ-અલગ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લાગેલ છે. આ સી.સી.ટી.વી. કેમેરા મારફતે ટ્રાફિક નિયમોને જાળવી રાખવા માટે તથા આ નિયમોના ભંગ બદલ ઇ-ચલણ આપવાની કામગીરી કરવામાં આવે છે. તે ઉપરાંત ગાંધીધામ અને આદિપુર શહેરમાં ટ્રાફીકની કામગીરી વધુ સારી રીતે થાય તે માટે સીટી ટ્રાફીક પોલીસ, ગાંધીધામનાઓ દ્વારા લોક ફાળાથી પબ્લીક એડ્રેસ સીસ્ટમ  (PA System)કાર્યરત કરવામાં આવેલ- આ પબ્લીક એડ્રેસ સીસ્ટમ  (PA System) મારફતે નીચે મુજબની કામગીરી થનાર છે. ટ્રાફીકનો નિયમોનો ભંગ કરતા વાહનોને ટ્રાફીક નિયમોના પાલન કરાવવા માટે. નો પાર્કીંગ એરીયામાં રાખવામાં આવતા વાહન ચાલકોને નિયમ મુજબ પોતાના વાહનો પાર્કીંગ કરવા માટે. શહેરના વધુ ટ્રાફીક વાળા અલગ અલગ લોકેશનો પર ટ્રાફીક જામ જેવી સમસ્યાઓના નિરાકરણ માટે ટ્રાફીક ડ્રાઇવની મહત્વની કામગીરીની જાહેર જનતાને જાણ કરવા માટે. ટ્રાફીક અવેરનેર અને ટ્રાફીકના નિયમોનાભંગ બદલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની જાણકારી માટે, ટ્રાફીકના નિયમોની જાણકારી આપવા માટેપોલીસ બંદોબસ્તના સારી રીતે અમલીકરણ માટે. સાયબર ક્રાઇમની લોકોને વધુ જાગૃતિ આપવા માટે. ઉપરોકત કામગીરી માટે આ પબ્લીક એડ્રેસ સીસ્ટમ (PA System)કાર્યરત કરવામાં આવેલ છે. જેના દ્વારા ગાંધીધામ-આદિપુરના ખુબ જ અગત્યના વધુ ટ્રાફીક વાળા સ્થળો ઉપર નેત્રમ દ્વારા એનાઉન્સમેન્ટ કરી ટ્રાફીકની કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે કાર્યવાહી કરવામાં આવનાર છે.

Comments

COMMENT / REPLY FROM