જે.બી. ઠક્કર કોમર્સ કોલેજમાં પપ વર્ષ દરમ્યાન અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓની એલ્યુમની મીટ યોજાશે
ભુજ : જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ ખાતે પ્રેસિડેન્ટ બાલાબેન ઠક્કર તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો સી.એ. ભાવી ઠક્કર, સી.એ અભિશેખ શાહ તેમજ પ્રિન્સીપાલ ડૉ.મૌલિક બારોટ દ્વારા કોલેજના ૫૫ વર્ષ દરમિયાન કોલેજમાં ભણેલા વિદ્યાથીર્ઓને આવનાર ૧૧મી મેના એલ્યુમની મીટ જે થવા જઈ રહી છે. તે અંતર્ગત દરેક વિદ્યાર્થી સુધી આ સમાચાર પહોચે તેના ભાગ રૂપે મીડિયા સમક્ષ માનનીય પ્રેસિડેન્ટ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી હતી.
હાલમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્ય શ્રી અરુણભાઈ ઝવેરી તેમજ ભરતભાઈ ધોળકિયા દ્વારા લેખિત શુભ સંદેશ ફાળવવામાં આવ્યો હતો.
જે.બી.ઠક્કર કોમર્સ કોલેજે ૧૯૬૯નું રોપાયેલ બીજ આજે વટવૃક્ષમાં જે રીતે પરિણમ્યું છે તે જોતા આ કાર્યક્રમ ખુબ યાદગાર રહે. તેઓની લાગણીઓને ફરીથી જીવંત કરી શકાય એવા ઉષ્માભર્યા સ્નેહ સાથે કાર્યક્રમનું આયોજન કરવા આવેલ છે. કોલેજના વિદ્યાથીર્ઓ ફક્ત કચ્છ નહી પરંતુ વૈશ્વિક ફલક પર પણ ખુબજ ગતિશીલ રીતે આગળ છે, એ બધાને પણ આ યાદગાર પ્રસંગમાં જોડાઈ શકે તે ઉમદા હેતુથી આ કાર્યક્રમનું નિરૂપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાથીર્ઓ પોતાનું રેજીસ્ટ્રેશન કરાવી શકશે.
આયોજનને સફળ બનાવવા કોલેજ મેનેજમેન્ટ સાથે પૂર્વ વિદ્યાથીર્ઓએ પણ કમર કસી લીધી છે. તેમજ હજુ વધુ માં વધુ લોકો કે જે કચ્છ તેમજ કચ્છ બહાર વસે છે તેમને આ વિરાટ મિલન માં જોડવા પ્રયત્નશીલ છે.
----

Comments