મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ દ્વારા ફરતા દવાખાનાનો પ્રારંભ
ભુજ : મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હાજીયુસુફ ખત્રીના પત્ની હાજીયાણી બિલ્કીસબેન દ્વારા દાનમાં આપવામાં આવેલ અદ્યતન એમ્બ્યુલન્સ મારફત ફરતા દવાખાનાની સેવાનો આરંભ હાજીયુસુફ ખત્રીના ફાર્મહાઉસ (કનૈયાબે)થી શરૂ થયેલ છે. આ પ્રસગે ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકી, મંત્રી ઈસ્માઈલ એ. સોનેજી, નિવૃત્ત પીએસઆઈ હાજી ઈશાક હિંગોરા ઉપસ્થિત રહ્યા હતા. મૌલાના હાફિઝ મુહમ્મદ ચાંદે દુઆએ ખેર ગુજારી હતી. કનૈયાબેથી પરત આવતી વખતે અજરખપુર ખાતે ફરતા દવાખાનાની સેવાઓ મનોજ સિયાહદે આપી હતી.
------

Comments