Trending News
સ્થાનિક સમાચાર

માનવ વર્તનને દૂષિત કરે છે અહંકાર : આચાર્યશ્રી મહાશ્રમણજી

05 March



ગાંધીધામમાં તેરાપંથ પ્રણેતાનું ભવ્ય પદાર્પણ

ગાંધીધામ : ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યમાં જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના વતર્માન તેજસ્વી મહાસૂર્ય, યુગપ્રધાન, ભગવાન મહાવીરના પ્રતિનિધિ આચાર્યશ્રી મહાશ્રમણજી પોતાના ધવલ કિરણો સાથે પ્રજામાં આધ્યાત્મિક ચેતનાનો પ્રકાશ પ્રસરાવી રહ્યા છે. મહામાનવની આવી કૃપા પ્રાપ્ત કરી ગુજરાતની ધરા જાણે વિશેષ હર્ષોલ્લાસ અનુભવી રહી છે.
 ગુજરાતને આધ્યાત્મિક પ્રકાશથી ઉજાસ આપનારા જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના એકાદશમાધિશાસ્તા આચાર્યશ્રી મહાશ્રમણજીના સુપાવન ચરણોથી કચ્છ જિલ્લાનું વધુ એક શહેર ગાંધીધામ પણ પાવન બન્યું છે. ગાંધીધામ વાસીઓએ માનવતાના મસીહા આચાર્યશ્રી મહાશ્રમણજીનું ભાવભીનું અભિનંદન કરી રહ્યાં છે. તે પહેલાં આજે યુગપ્રધાન આચાયર્શ્રી મહાશ્રમણજી ગાંધીધામના બાહ્ય ભાગમાં આવેલા આદિપુરથી ગતિમાન થયા હતા. આચાર્યશ્રી પોતાની ધવલ સેના સાથે બુધવારે ગાંધીધામ પધાર્યા હતા. પોતાના આરાધ્યના શુભ આગમનથી ન માત્ર તેરાપંથી પરિવાર કે જૈન સમાજ પરંતુ અન્ય સમાજોના લોકો પણ આચાર્યશ્રીના સ્વાગતમાં પલકો બીછાવી રહ્યાં હતા.
વિહાર દરમિયાન આચાર્યશ્રી ગાંધીધામમાં આવેલા પૂર્વ કચ્છના એસ.પી. કચેરીએ પણ પધાર્યા હતા, જ્યાં અધિકારી તેમજ હાજર પોલીસ કમર્ચારીઓએ આચાર્યશ્રી પાસે શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. માગર્માં વિવિધ સ્થળોએ જ્ઞાનશાળાના જ્ઞાનાર્થીઓ સુંદર ઝાંખીઓ સાથે પોતાના આરાધ્યનું અભિવાદન કરી રહ્યા હતા. જન -જનને શુભ આશીર્વાદ આપતા યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી લગભગ છ કિલોમીટરનો વિહાર કરી ગાંધીધામમાં આવેલ અમર પંચવટી ખાતે પધાર્યા હતા. પંચવટી સાથે સંકળાયેલા લોકોએ આચાર્યશ્રીનું હર્ષભેર સ્વાગત કર્યું હતુ. હવે આ અમર પંચવટીમાં યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીનો પંદર દિવસીય શુભ પ્રવાસ નિર્ધારિત છે.
અમર પંચવટીમાં નિર્મિત ભવ્ય ‘મહાવીર આધ્યાત્મિક સમવસરણ’ ખાતે આયોજિત પ્રભાત સમયના મુખ્ય પ્રવચન કાર્યક્રમમાં ઉપસ્થિત જનતાને શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજીએ પવિત્ર પ્રેરણા પ્રદાન કરતા કહ્યું હતું કે માણસના જીવનનું વર્તન કુશળ અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ હોવું જોઈએ. કહેવાયું છે કે વિદ્યા વિનયથી શોભે છે અને વિદ્યા વિનય પ્રદાન કરે છે. અહંકાર એક એવું તત્વ છે, જે માનવ વર્તનને દૂષિત કરી શકે છે. અહંકાર અને વિનય વચ્ચે જાણે શત્રુતા હોય છે. અહંકાર વિનયને નષ્ટ કરનાર તત્વ છે. શાસ્ત્રકારોએ પણ કહ્યું છે કે જો કોઈને યોગ્ય રીતે વિનયની પ્રેરણા આપવામાં આવે અને જે પ્રેરિત થાય તે તેને વિનય સાથે સ્વીકારી લે, તો તેના જીવનનું કલ્યાણ થઈ શકે. દુનિયામાં અહંકારી અને ઘમંડી વ્યક્તિઓ ઘણીવાર દુઃખી જીવન જીવે છે, જ્યારે સુવિનિત, પ્રજ્ઞાવાન અને સરળ સ્વભાવ ધરાવતા લોકોને હંમેશા સુખની પ્રાપ્તિ થતી રહે છે.  ઘમંડ ખૂબ જ ખરાબ વાત છે. જો કોઈને સારું જ્ઞાન પ્રાપ્ત થાય, તો તે પોતાના જ્ઞાનનો ઘમંડ કરી શકે. પરંતુ માણસે પોતાના જ્ઞાનનો ઘમંડ ન કરવો જોઈએ. કહેવાયું છે કે જ્ઞાન પ્રાપ્ત થયા બાદ માણસે મૌન ધારણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શક્તિ હોવા છતાં પણ બીજા લોકો માટે ક્ષમા રાખવાની ભાવના હોવી જોઈએ. દાન કરીને પણ માનવીને પ્રશંસાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. શક્તિ, ધન, સ્વરૂપવાન - આ બધાના અહંકારથી પણ બચવું જોઈએ. માણસે શક્ય તેટલી પોતાની સત્તાનો ઉપયોગ ધાર્મિક કાયોર્માં કરવો જોઈએ. સદા સરળ અને વિનમ્ર બનવાની પ્રથા અપનાવવી જોઈએ. ગાંધીધામનો આ શુભ પ્રવાસ આધ્યાત્મિક અને ધાર્મિક સંકલ્પોથી ભરપૂર બની રહે તેવાં આશીર્વાદ ગુરુદેવે આપ્યાં હતા.
શુભ પ્રવચનના અંતે ગાંધીધામવાસીઓને સાધ્વીપ્રમુખા વિશ્રુતવિભાજી દ્વારા પણ ઉદ્દબોધન આપવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં સ્થાનિક તેરાપંથી સભાના અધ્યક્ષશ્રી અશોકજી સિંઘવી અને સમસ્ત જૈન સમાજ તરફથી ચંપાલાલજી પારેખ, જ્ઞાનશાળાના જ્ઞાનાર્થીઓે તથા જૈન શ્વેતામ્બર તેરાપંથ મહિલા મંડળ અને તેરાપંથ યુવક પરિષદે સ્વાગત ગીત તથા ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ અહીરે પણ આચાર્યશ્રીના સ્વાગતમાં પોતાની ભાવનાત્મક પ્રસ્તુતિ આપી હતી. આ અવસરે આચાર્યશ્રીએ સૌને આશીર્વચન  આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે ગાંધીધામ તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. ગાંધીધામમાં આચાર્યશ્રી મહાશ્રમણજીનો પાંચ માચર્થી ૧૯ માર્ચ સુધીનો પ્રવાસ રહેશે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મયાર્દા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કરછના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 
-----

Comments

COMMENT / REPLY FROM