Trending News
સ્થાનિક સમાચાર

સુરજબારી નજીક ટ્રકનું સ્ટીયરીંગ ફેલ થતાં ૮ વાહનો એકમેકમાં અથડાયા, એકનું મોત

05 March


ભચાઉ : સૂરજબારી - સામખિયાળી નેશનલ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે. ટ્રકનું સ્ટીયરીંગ ફેલ થતાં ડિવાઈડરની રેલીંગમાં ભટકાઈ હતી. જેની પાછળ એક બાદ એક આઠ વાહનો ભટકાયા હતા. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના  કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ જુના કટારિયા ગામના પાટિયા નજીક અંજતા બ્રિજ પાસે કચ્છ આવતી ટ્રકનું સ્ટીયરીંગ ફેલ થતાં તે હાઈવે પરની લોખંડની રેલીંગ સાથે અથડાઈ હતી. જેમાં પાછળથી આવતા ટ્રક, ટ્રેઈલર અને એસટી બસ ઘુસી ગયા હતા. અકસ્માતને પગલે ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેમાં એક ટ્રક ચાલકનું મોત થયાનું જાણવા મળ્યું છે. જેના દેહને પીએમ માટે લાકડિયા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાઈવે પેટ્રોલિંગ અને સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવાની કવાયત હાથ ધરી હતી.
 

Comments

COMMENT / REPLY FROM