અબડાસાના રવા ગામના જમીન પ્રકરણમાં નલિયા કોર્ટનો ધાક બેસાડતો આદેશ
જીલ્લા અને તાલુકા વહીવટી તંત્રની સુઓમોટો રીવીઝનમા લેવાની નોટીસ કરાઈ રદ : સબંધિત જમીન કબ્જા ભોગવટામાં અડચણ અંતરાય કે રૂકાવટ ન કરવા અને વાદીઓની કબ્જાની જમીનનો કબ્જો ન લેવા વહીવટી તંત્રને કર્યો આદેશ
ભુજ : કચ્છ સહીત રાજ્યની જેના પર મીટ મંડાઈ હતી તેવા અબડાસા તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં અદાલતેખેડૂતોની તરફેણમાં હુકમ કર્યો છે. અદાલતે જીલ્લા અને તાલુકા વહીવટી તંત્રની સુઓમોટો રીવીઝનમા લેવાની નોટીશકાર્યવાહી ગેરકાયદેસરની બિનઅધિકૃત બંધારણ તથા કુદરતી ન્યાયના સીધ્ધાંત વિરુધ્ધની અને ગેરકાયદેસરની હોઈ તેરદ બાતલ અને ફોક છે તેવું જાહેર કર્યું છે.આ કેસની વિગતો મુજબ અબડાસા તાલુકાના ૨વા ગામના ગુસાઇ ઓમપ્રકાશછત્રસિંહ, શરણજીતસિંહ હરચંદસિંહ અને ગોસ્વામી ૨મેશપૂરી કલીરામે નલિયાની અદાલતમાં જીલ્લા કલેકટર, નાયબકલેકટર નખત્રાણા, અબડાસા મામલતદાર અને ૨વા ગામના તલાટી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. વહીવટી તંત્રએહક્કપત્રકની એક નોંધનો હવાલો આપી ૧૦ વર્ષના લાંબા સમય બાદ સુઓમોટો રીવીઝનમા લેવા કારણદર્શક નોટીસસામે ન્યાયની માંગ કરી હતી. આ કેસ નલિયાની અદાલતમાં ચાલ્યો હતો. અદાલતે આ કેસમાં વાદીઓ દ્વારા રજૂક૨વામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ ચકાસ્યા હતા. અદાલતે દાવાવાળી ખાનગી કબજેદાર પાસે આવેલ જમીન જે તેખાનગી માલિકોના નામે પ્રમાણીત કર્યા પછી અનુગામી જમીન માલિકોના નામે દાખલ કર્યા પછી, ઈનામ નાંબદીધારાનીકલમ ૧૦ હેઠળ દાવાવાળી જમીન સંબંધે વાદવાળી હકકપત્રક નોંધ રદ કરવા રીવીઝનમાં લેવાનો કલેટકરશ્રીનો હુકમગે૨કાયેસર, સમયમર્યાદા બહારનો અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધનો હોવાનો નિર્ણય આપ્યો હતો. આ ઉપરાંતદાવાવાળી જમીન ઈનામ નાબુદીધારાની કલમ ૧૦ હેઠળ સરકાર ખાતે નોંધવામાં આવેલ હોય તેની તબદીલીના વહેવારો,જમીન મહેસુલ કાયદા હેઠળથયેલ ન હોઈ કબજાની અને વેચાણની નોંધ રદબાતલ છે અને તે અંગે કોઈ સમયમર્યાદાનથી ? તેવું વહીવટી તંત્ર પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. અદાલતે પોતાના આખરી હુકમમાં કચ્છ જીલ્લા કલેકટર,નાયબ કલેકટર નખત્રાણા, અબડાસા મામલતદાર અને રવા ગામના તલાટી દ્વારા પાઠવવામાં આવેલી બોમ્બે લેન્ડ રેવન્યુકોડની સંબધકર્તા જોગવાઈઓ સદરહુ નોટીશ સમયમર્યાદા બહાર હોઈ સદહરુ સુઓમોટો રીવીઝનમા લેવાની નોટીશ કાર્યવાહી ગેરકાયદેસરની બિનઅધિકૃત બંધારણ ત્થા કુદરતી ન્યાયના સીધ્ધાંત વિરુધ્ધની અને ગેરકાયદેસરની હોઈ તે રદ બાતલ અને ફોક છે. તેવું જાહેર કર્યું હતું. વહીવટી તંત્ર કચ્છ જીલ્લા કલેકટર, નાયબ કલેકટર નખત્રાણા, અબડાસા મામલતદાર અને રવા ગામના તલાટી સહ મંત્રી વાદીઓના દાવાવાળી જમીન કબ્જા ભોગવટામાં અડચણ અંતરાય કે રૂકાવટ કરે કે કરાવે નહિ અને વાદીઓની કબ્જા ભોગવટા અને માલીકીની જમીનનો કબ્જો લે નહી તેવો કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો હતો.આ કેસમાં અરજદાર તરફે વકીલ તરીકે કૌશલ કે ગણાત્રા તથા ભરતભાઇ હોથીએ હાજર રહી ધારદાર રજૂઆતો કરી હતી.

Comments