Trending News
સ્થાનિક સમાચાર

મોક્ષ પ્રાપ્તિ માટે અકષાયી બનવું આવશ્યક : આચાર્યશ્રી મહાશ્રમણજી

04 March


ભુજ : નેપાળ, ભૂટાન સહીત ભારતના ૨૩ રાજ્યોમાં હજારોથી કિલોમીટરની પદયાત્રા કરી પરમાથર્ના પરમ લક્ષ્ય સાથે જનમાનસના આધ્યાત્મિક ઉન્નતિ માટે કાર્ય કરતા અણુવ્રત અનુશાસ્તા,યુગપ્રધાન આચાયર્શ્રી મહાશ્રમણજી આજના યુગમાં નૈતિક મૂલ્યોની અનન્ય જ્યોત પ્રગટાવી રહ્યા છે. કચ્છ પ્રદેશમાં તેમના પ્રલંબ વિહાર અંતર્ગત અનેક વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે પ્રત્યેક ગામ અને નગર માટે લાભદાયી બની રહ્યો છે. આ શ્રેણીમાં, હવે ગાંધીધામમાં પણ ગુરુદેવનો ૧૫ દિવસ માટેનો પ્રવાસ નિર્ધારિત થયો છે. અગાઉ ૨૦૧૩માં આચાર્ય પ્રવરનું પ્રથમવાર ગાંધીધામમાં આગમન થયું હતુ, અને હવે ફરી તેરાપંથ એકાધિશાસ્તાનો વિહાર પ્રાપ્ત થતા ભક્તોની ચિરપ્રતિક્ષિત ઈચ્છા પૂર્ણ થઈ રહી છે.વિહારના ક્રમમાં આજે પ્રભાતે પરમપૂજ્ય આચાયર્શ્રી મહાશ્રમણજી રોયલ પામમાંથી મંગલ વિહાર કરીને આશરે ૧૧ કિલોમીટરનો વિહાર કરી શીણાય ગામના રીવા હોમ્સમાં પધાર્યા હતા. મંગલ પ્રવચન દરમિયાન, આચાયર્શ્રીએ આગમ વાણી દ્વારા તત્વજ્ઞાનનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે - જેના કારણે કમોર્નો બંધન થાય છે અને કર્મમલની આવક થાય છે, તેને કષાય કહેવાય. બંધના બે પ્રકાર છે -સાંપ્રદાયિક બંધ, જે સકષાય હોય છે અને બધાં સંસારી જીવોને જોડે છે.ઈર્યાપથિક બંધ, જે પહેલો સમય બાંધે છે અને બીજા સમયમાં છૂટી જાય છે. આનો સમયગાળો માત્ર બે સમયનો હોય છે. જેમ કે, સુકાઈ ગયેલી માટીનો ગોળો દીવાલ પર ફેંકીએ તો તે તૂટીને છૂટી જાય છે.યોગી કેવલી ગુણસ્થાનમાં બાંધાતા જ નથી, કારણ કે ત્યાં કષાય અને યોગ બંને નથી. તે આત્માની શુદ્ધ અને સિદ્ધ અવસ્થા છે.  આચાયર્શ્રીએ વધુમાં સમજાવ્યું હતું કે ચૌદ ગુણસ્થાનને ત્રણ શ્રેણીઓમાં વહેંચી શકાય -પ્રથમથી દસમું, જેમાં સાંપ્રદાયિક બંધ થાય છે.અગીયારમાંથી તેરમું, જેમાં ઈર્યાપથિક બંધ હોય છે.ચૌદમું, જે બંધ-સ્થિતિ હોય છે. આઠ પ્રકારની આત્માઓમાં દ્રવ્ય, ઉપયોગ અને દર્શન - આ ત્રણ પ્રત્યેક જીવમાં હોય છે. મોક્ષ માટે મુખ્ય વાત છે અકષાયની સ્થિતિ.આપણી આત્મા પ્રદેશોના આધારે સંકુચિત અને વિસ્તરતી રહે છે. જેટલું મોટું લોક છે, એટલી જ આત્મા ફેલાઈ શકે છે. તેના પ્રદેશ લોકાકાશ જેટલા હોય છે.મોક્ષ પ્રાપ્તિ માટે મનુષ્યએ કષાયોના શમનનો પ્રયાસ કરવો જોઈએ અને આધ્યાત્મિક પ્રગતિ તરફ આગળ વધવું જોઈએ. સ્વાગત સમારોહમાં રીવા હોમ્સના ડાયરેક્ટરશ્રી હેમંત ભટ્ટીએ ગુરુદેવનું ભાવપૂર્વક અભિવાદન કર્યું હતુ.આ અવસરે આચાયર્શ્રીએ સૌને આશીર્વચન  આપ્યા હતા.આચાયર્શ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મયાર્દા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનરશ્રી કે.કે.સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે.સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે.સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે.તેરાપંથી સભા ગાંધીધામમાં આચાયર્શ્રી મહાશ્રમણજીનો આગામી  ૫ માચર્થી ૧૯ માર્ચ સુધીનો પ્રવાસ રહેશે તેમજ તેઓ પણ સેવામાં છે.તેવું એક યાદીમાં આચાયર્શ્રી મહાશ્રમણ મયાર્દા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારીશ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 
------

Comments

COMMENT / REPLY FROM