સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિને કચ્છભરમાંં સેવાકાર્યો કરાશે
સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોકસભા પરિવાર અને શુભેચ્છકો દ્વારા કરાયું આયોજન
ભુજ : કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા સાથે અગ્રેસર થવા માટેનો સંકલ્પ દિવસ એટલે જન્મ દિવસ. કચ્છના યુવા જાગૃત ઉજાર્વાન સાંસદ વિનોદભાઇ ચાવડા તા.૬-૩ના ૪૬ વર્ષ પૂર્ણ કરી ૪૭મા વષર્માં મંગલ પ્રવેશ કરતાં કચ્છભરમાં તેમના જન્મ દિનની ઉજવણી સેવા એજ સંગઠનના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, તેમન દ્વારા જ સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ - ભુજ, લોકસભા પરિવાર, જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે.રાજય અને રાષ્ટ્ર તેમજ દીન-દુઃખીઓની ઉન્નતિ માટે કર્તવ્ય રૂપી દીપ થકી જીવન પથ ઉજાગર કરો એવી ભાવના, સુસ્વાસ્થ્ય અને ચીર દીર્ઘાયુ માટે શુભકામના સાથે કચ્છ - મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોક સભા પરિવાર, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગોને સાધન સહાય, અતિ કૂપોષીતોને સુપોષિત કીટ વિતરણ ગાયોને નીરણ, હોસ્પિટલોમાં ફ્રુટ વિતરણ, બાળકોને શિક્ષણ કીટો, રાશન કીટ વિતરણ, વિકલાંગ શાળામાં ૧૫૦થી વધુ દીકરીઓ દ્વારા કેક કટીંગ, વિવિધ છાત્રાલયોમાં ભોજન, સેવા અને સમર્પણ - લોકાર્પણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સાંસદના સ્વાસ્થ્ય, ચીર દીર્ઘાયુ માટે શુભકામના કરવામાં આવશે. કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ - ભુજના સૌજન્યથી તેમના જન્મદિને “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૩નો શુભ પ્રારંભ સાથે ૫૦ થી વધારે ટીમો વચ્ચે ૩ માસથી વધુ સમય ઓપન કચ્છ ડે - નાઈટ ક્રિકેટ મેચો રમાશે. કચ્છના દરેક તાલુકાઓમાં તેમના જન્મદિવસે વિવિધ સેવા કાર્યો કરવામાં આવશે.
-----

Comments