Trending News
સ્થાનિક સમાચાર

રાપર, ભચાઉ નગરપાલિકામાં કાલે પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે

04 March



રાપર : વાગડની નગરપાલીકાની ચુંટણીમાં ભાજપના વિજય બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને સત્તાપક્ષના નેતાની વરણી બાબતે આવતીકાલ પાંચમી માર્ચના બુધવારના   નગરપાલિકાના સભાખંડમાં થશે. કચ્છમાં રાપર, ભચાઉ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આવતીકાલે પાંચમી માર્ચના પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ચહલ પહલ મચી ગઈ છે. જો કે બંને નગરપાલિકા પર હાલમાં ભાજપની બહુમતી દેખાય છે એટલે ભાજપ જેને મેન્ડેડ આપશે એ જ પ્રમુખ બનશે. એમાંય નવાઈ નથી પરંતુ આ મેન્ડેડ લેવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક, સત્તા પક્ષના નેતા બનવા માટે ઈચ્છા ધરાવતા સદસ્યો પોતાની વગ લગાવી રહ્યા છે.રાપર ભચાઉ પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભચાઉમાં તમામ બેઠકો પર ભાજપ અને રાપરમાં એકવીસ બેઠક ભાજપને જયારે સાત બેઠકો કોંગ્રેસને મળી છે. ભચાઉ, રાપર માં પણ ભાજપની બહુમતી થઈ ગઈ છે એટલે હવે બંને પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે. નગરપાલિકાના સભાખંડ નગરપાલિકાની સામાન્ય સભા તા.૫-૩ના બુધવારના રાખવામાં આવેલ છે. દરમિયાન ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવશે. એ જ દિવસે દરમિયાન ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાનો છે.ઉમેદવારી ફોર્મ પરત ખેંચી સકશે પ્રમુખ, ઉપપ્રમુખના હોદાની ચુંટણી અંગેની કાયર્વાહી કરવામાં આવશે. ભાજપ દ્વારા પ્રમુખપદ માટે ક્યાં ઉમેદવાર ઉપર કળશ ઢોળે છે. તે પ્રમુખ ચૂંટણીના દિવસે ખબર પડશે. ભાજપમાંથી ચૂંટાયેલા મોટાભાગના સભ્યોને પ્રમુખ અને કારોબારી ચેરમેન બનવામાં વધુ રસ દાખવી રહ્યા છે. આ હોદા લેવા માટે અમુક ચૂંટાયેલા સભ્યોએ પોતાના રાજકિય સબંધો આગળ કરીને પ્રદેશ ભાજપ કાર્યાલયના ઉચ્ચ નેતાઓને મળીને ભલામણ કરાઇ છે. ભાજપ દ્વારા ખેડા જિલ્લામાં તમામ પાલિકાઓમાં ભગવો લહેરાયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ જેને મેન્ડેડ આપે તેના નામ પર પસંદગીની મહોર વાગશે. અથવા સર્વસંમતિથી સ્વીકારવામાં આવશે કારણકે નગરપાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી હોવાથી બળવો કે વિરોધ થવાની શક્યતા નહીવત છે. રાપર નગરપાલિકા માટે પ્રમુખ તરીકે જામસિંહ હરિસિંહ સોઢા, ભાણજી ભ્રાસડીયા, મનજી ભાટેસરા સહિત પાંચ દાવેદાર છે, જેમાં પ્રબળ દાવેદાર જામસિંહ સોઢા માનવામાં આવે છે. ખરી હકીકત આવતીકાલે મેન્ડેટ કોના નામનું આવે છે તે ખ્યાલ આવશે.

................

Comments

COMMENT / REPLY FROM