ચોપડવા પાસેથી ઝડપાયેલા ખાતર યુરીયા જ હોવાનો થયો સત્તાવાર ખુલાસો : હવે પ્રકાશના લ્યો રીમાન્ડ.!
પોલીસતંત્ર કડકાઈ કરશે કે કુલડીમાં ગોળ ભાંગશે?
પોલીસતંત્ર લાખાપરના કેસમાં જે રીતે સરકારી ખાતર ચાર પ્રકાશની સામે હળવાશથી કામ લઈ અને બહાર ખુલ્લો ફરતો કરી દીધો હતો , તેવી જ કાર્યવાહી ચોપડવામાં ન કરી દે, તે માટે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપે
હકીકતમાં ગાંધીનગરની ખેતીવાડીની લેબમાથી ખાતર યુરીયા જ હોવાનો ખુલાસો થઈ ગયો છે તે વખતે હવે પોલીસે ખેતીવાડી વિભાગને બોલાવી અને આ કેસમાં આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ઉમેરવી જોઈએ, તથા વારંવાર જો આ પ્રકાશ હકીકતમાં યુરીયા ખાતર ચોરીમાં ચકચારી રહી જ ચૂકયો હોય તો તેની સામે પાસાની જ કરવી જોઈએ કડક કાર્યવાહી
ગાંધીધામ : એકતરફ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ખેડુતોની વહારે આવવા માટે ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. તેમણે વીજળી-પાણી અને ખાતર એકદમ સુલભ બની રહે તે માટે અનેકવિધ આયોજનો કરે છે પરંતુ બીજીતરફ કયાંક ને કયાંકઅમુક ભેજાબાજ ટોકળીવાળાઓ સરકારના આવા હેતુના સબોટેજને જ ભાંગી નાખતા હોય તેવી કાળા બજારીઓ બિનધાસ્તથી કરતા ફરી રહ્યા છે.
કચ્છમાં પણ તાજેતરમાં જ ચોપડવા પાસેથી પૂર્વ કચ્છ એસઓજી પોલીસ દ્વારા ૧૬૦ સરકારી યુરીયા ખાતરનો જથ્થો આધારપુરાવા વિનાનો વાહન અને એકાદ શખ્સ સાથે પકડી પાડયો હતો જેમા પછી વિવિધ ખુલાસાઓ પણ થવા પામ્યા હતા. આ કેસમાં પણ બોલેરા ચાલક, બોલેરા વાહન, તેનો માલકી અને ખાતર મંગાવનાર પ્રકાશ અગાઉના કિસ્સાઓમાં પણ પોલીસ રેકર્ડ પર ચડી ચુકયા હોવાના જ નામો ખુલ્યા હતા. તો વળી ખેતીવાડી વીભાગ દ્વારા પણ ખાતરના સમ્પલ લઈ અને ગાંધીનગર પૃથકરણ માટે લેબમાં મોકલી આપ્યા હતા જેના રીપોર્ટસ આવી જવા પામ્યા છે અને તેમા આ ખાતર યુરીયા જ હોવાનો ખુલાસો થવા પામી ગયો છે.
હવે જયારે યુરીયા ખાતર જ હોવાનુ લેબમાંથી પણ સાબીત થવા પામી ગયુ છે અને તે રીપોર્ટ ખેતીવાડી વિભાગે પોલીસને આપી દીધો છે ત્યારે પોલીસે હવે આ કિસ્સામાં જરા સહેજ પણ ઢીલાશ ન કરવી જોઈએ. પ્રકાશનું નામ ખાતર ચોરીમાં પાછલા ટુંકા સમયમાં ખુબજ ગાજી ગયુ છે. અગાઉ લાખાપરવાળા કિસ્સામાં પણ તેનુ જ નામ પોલીસ ચોપડે પડયુ હતુ પરંતુ તે એ કિસ્સામાં જામીન પર મુકત થવા પામી ગયોહતો.
જોવાની વાત એ છે કે એ કિસ્સામાં છુટયા બાદ મહીના દીવસમાં જ ફરીથી ચોપડવાનાકિસ્સામાં તેનુ નામ આવી ગયુ એટલે ખાતર ચોરીની તલબ આ શખ્સને કેટલી લાગેલી છે કે કેસમાંથી મુકત થયા સાથે જ ફરીથી ખાતર ચોરીના ધંધાઓમા તે લાગી જવા પામે છે. હવે ખરેખર પોલીસતંત્રએ આ પ્રકાશને ઉઠાવી અને તેના કડકમાં કડક રીમાન્ લેવા જોઈએ. માત્ર અગાઉની જેમ કુલડીમાં ગોળ ભાગી દેવાના બદલે પોલીસે આ કેસમાં ખેતીવાડી વિભાગથી આવશ્યક ચીજવસ્તુની તસ્કરીની પણ કલમ ઉમેરાવી જોઈએ અને પ્રકાશને ઉપાડી તેના રીમાન્ડ મજુર કરાવી અને તેનાથી ખુલાસાઓ કરાવી અને અગાઉના કિસ્સાઓના પુરાવાઓ એકત્રિત કરી અને સરકારી ખાતરની ચોરી-તસ્કરી પેટે આ પ્રકાશની સામે પાસા હેઠળ જ કાર્યવાહી કરી દેખાડવી જોઈએ.
...........
પ્રકાશને પુછો કે, સરકારી ખાતર તે લાવ્યો કયાંથી?
તેણે મળ્યું આટલુ બધું ખાતર કેવી રીતે? કયા આધારે?
પ્રકાશ ચોરાઉ સરકારી ખાતરનો વેપલો કોને કોને કરતો હતો? આટલા પ્રશ્નો પુછાશે તો પણ પ્રકાશનું ખુદનુ જ પ્લાયવુડની ફેકટરીઓના ફેલાયલા સામ્રાજય અને તેમાં ગ્લુ બનાવવા એગ્રીકલ્ચર ગ્રેડના યુરીયાના ઉપયોગથી કરોડોની ચોરીઓનો થશે ખુલાસો.
ગાંધીધામ : ચોપડવા પાસેથી પોલીસે પકડેલ ખાતર સરકારી-યુરીયા જ હોવાનુ સામે આવી ગયુ છે અને તે મંગાવનાર તરીકે પ્રકાશ પટેલ હતો તેવુ પણ સામે આવી ચૂકયુ છે હવ વેળાસર આ પ્રકારને દબોચી લઈ અને પુછવાથી જરૂર છે કે આટલુ બધુ સરકારી ખાતર તે લાવ્યો કયાથી હતો? કયા આધારે આટલુ બધુ સરકારી ખાતર બારોબાર તેને મળી ગયુ? આપ્યું કોણે?ચોરાઉ ખાતર પ્રકાશ વાપરતો કયા હતો? આપતો કોને હતો? આટલી માત્ર તપાસ કરવામા આવશે તો પ્રકારના ખુદના પ્લાયવુડના કરોડોના સામ્રાજયમાં કરોડોના સરકારી યુરીયા ખાતરના આડેધડ વપરાશના એક મોટા પ્રકરણ પરથી પડદો ઉચકાઈ જવા પામશે તેવુ જાણકારો માની રહ્યા છે.
.................

Comments