Trending News
સ્થાનિક સમાચાર

ભીમાસર-કુકુમા રોડના ઠેકેદારની બલીહારી : કચ્છની મોટરીંગ પ્રજા ત્રાહીમામ : છે ને કરે કોઈક અને ભરે કોઈકનો તાલ..!

04 March

ડાયવર્ઝન સાંકળો હોવાથી કલાકો સુધી સર્જાયો ટ્રાફિક જામ 





અંજારથી ભુજ તરફ જતા રોડ પર આજે સવારે દોઢ કલાકનો સર્જાયો ટ્રાફિક જામ : ડાયવર્જન પર જ એક મહાકાય વ્હીકલમા ડિજલ ખુટી પડતા વાહન રોડ વચ્ચે બંધ પડી જતા બન્ને તરફ બે-ત્રણ કીમી જેટલો સર્જાયો ટ્રાફિક જામ : ડેઈલી અવરજવર કરવા ઉપરાંતના વાહનો વાડી વિસ્તારોમાંથી  ફરી ફરીને અંજાર-ભુજ તરફ જવા બન્યા મજબુર : બોર્ડના પરીક્ષાર્થીઓ પણ ફસાયા




કોઈક તો બોલો : આ રોડના ઠેકેદાર દ્વારા તદન મનમાની ભર્યુ જ કામ ચલાવાયુ છે, આ ડાયવર્જન જે રીતે વાહનનોો ધસારો છે તે પ્રમાણે આટલુ સાંકળુ કેમ ચાલે..?




અજારના ભીમસરથી કુકમા સુધી કરોડોના ખર્ચે બની રહેલા રોડના કામ રાખનાર ઠેકેદાર પાર્ટી અનેકવખત વિવાદમાં આવતી જ રહી છે. તેમા પણ નીયમ અનુસાર ડાયવર્જન તેણે જે કાઢવાના હોય તે પણ કાઢયા ન હોવાનો મુદો પણ સતત સવાલો સર્જતો જ રહેતો હોય છે. આ  દરમ્યાન જ અંજારથી સહેજ ભુજ તરફ જતા માર્ગમાં પણ આજ રોજ આવા જ સાંકળા ડાયવર્જનના કારણે ત્રણથી ચાર કીમી લાંબો કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાઈ જવા પામયો હતો. ખરેખર આ બાબતે બધાયનું મૌન વધારે અકળાવનારૂ જ બની રહ્યું છે.

......................

Comments

COMMENT / REPLY FROM