Trending News
સ્થાનિક સમાચાર

ભુજ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના હોદ્દેદારોની કરાઈ વરણી

03 March


ભુજ : કચ્છના વેપારીઓની બહોળું સભાસદ ધરાવતી પ્રતિષ્ઠીત વેપારીઓની બેંક ધી ભુજ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ.ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં ચેરમેન તરીકે કલ્પેશભાઇ રવિલાલભાઇ ઠક્કરની નિયુક્તિ કરાઈ છે. તેઓે ભુજના નવી રાવલવાડી રિ-લોકેશનના રઘુવંશી નગરના પ્રમુખ તરીકેની જવાબદારી અવિરત નિભાવી રહ્યા છે અને રઘુવંશી નગર મધ્યેના જલારામ મંદિરની સેવા પણ તેઓ દ્વારા કરવામાં આવે છે. બેંકના વાઇસ ચેરમેન તરીકે અશ્વિનભાઇ મુળજીભાઇ ઠક્કરની નિમણુંક કરવામાં આવી છે. તેઓ હાંડલા ગરબી મિત્ર મંડળમાં ઘણા લાંબા સમયથી મંડળના કારોબારી સભ્ય છે. બેંકના મેનેજીંગ ડાયરેકટર તરીકે હિતેષભાઇ ચત્રભુજભાઇ ઠક્કરની નિમણુંક કરવામાં આવી છે. તેઓ ભુજ લોહાણા મહાજનના મંત્રી તરીકે સુપરે સેવા પોતાની આગવી સુઝબુઝથી આપી રહ્યા છે. બેંકના આ તમામ હોદ્દેદારોની નિમણુંક સર્વાનુમતે કરવામાં આવી હતી. ઉપરાંત બેંકના બે પ્રોફેશનલ ડાયરેકટર તરીકે નયનભાઇ રમણીકલાલ પટવા અને મનોજભાઇ ચંદ્રકાંતભાઇ સોનપારની નિમણુંક કરવામાં આવી છે.  તેઓ સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા છે તે પૈકી નયનભાઇ મહાવીર ખીચડી ઘરમાં કારોબારી સભ્ય છે. આ સંસ્થા લોકોને મેડિકલ સુવિધા પુરી પાડે છે. ઉપરાંત જીવદયાનું કાર્ય કરે છે. મનોજભાઇ પણ ભુજ શહેરના સારસ્વત બ્રાહમણોની મહા સંસ્થાનના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. 
--------

Comments

COMMENT / REPLY FROM