ગાગોદર પોલીસ સ્ટેશન માટે સહયોગ આપનાર દાતાઓનું સન્માન
રાપર : ગાગોદર પોલીસ મથકના વિસ્તારમાં ચાલીસ કિલોમીટરનો નેશનલ હાઈવે અને ૩૦ ગામોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મથકને શરૂ કરાયું હતું. નવ નિર્મિત સ્ટેશનનુ આધુનિક મકાન ગાગોદર તથા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા દાતાઓના સહયોગથી સો ટકા લોક ભાગીદારી સાથે મકાન બનાવવામા આવ્યું હતું. સહયોગ આપનાર એસી જેટલા દાતાઓના સન્માનનો કાર્યક્રમ પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે લોકો ને પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ સ્ટેશન બનાવવા માટે જે સાથ સહકાર અને સહયોગ આપ્યો તે માટે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.જિલ્લા પોલીસવડા સાગર બાગમારના હસ્તે જમીન આપનાર તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનોના હસ્તે ભુમિના દાતા અમૃત લાલજી શાહ, ધાણીથર વિશા ઓસવાલ મુર્તિ પૂજક જૈન માતૃ ધનીબેન ચાંપશી વીરજી છેડા, શિવજીભાઈ રામજીભાઈ શાહ, સ્વ. માનાબેન ભગવાનભાઈ માંડણભાઈ, સામજીભાઈ ભવાનભાઈ અરેઠીયા, ગાંગજીભાઈ ભુરાભાઈ અરેઠીયા, ભીમજીભાઈ ખીમજીભાઈ પટણી, મહેશભાઈ અણદાભાઈ ઇસાસરીયા, ધર્મેન્દ્રસિંહ દુદાજી પરમાર, દેવજીભાઈ, કાનજીભાઈ ધનજીભાઈ છેડા, ભરતભાઈ બાઉભાઈ નોર, ધીરજભાઈ નારણભાઈ નોર, લાલજીભાઈ બેચરભાઈ શાહ, ગણેશભાઈ મનજીભાઈ મંજેરી, ગોવિંદભાઈ મૂળજીભાઈ ભૂટક, કાનાભાઈ રણછોડભાઈ આહીર, મનજીભાઈ બિજલભાઈ કોલી, વેલજીભાઈ વિશાભાઈ મેણાત, રામજીભાઈ રાણાભાઈ ભાટી સહિતનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમમાં વિષ્ણુદાન ગઢવી, અમરસિંહ મોરી, ચંદ્રકાંત દવે, મુકેશ માલી, હસમુખ સેંઘવ, અરવિંદસિંહ ઝાલા, જેઠાલાલ મુસિર, ઈન્દીરાબેન ટાંક, વર્ષાબેન ચુડાસમા, યશપાલ બારડ, રમેશ બારડ, વણવીરભાઇ સોલંકી, મહાવીરસિંહ જોગુ, ભચુભાઇ વૈધ, કાનજીભાઈ ગોહિલ, કાનાભાઇ આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વાઘજીભાઇ પ્રજાપતિએ જ્યારે આભારવિધિ પીઆઈ વી.એ. સેગલ કરી હતી.
-------

Comments