Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સરપંચોનું કોઈ સાંભળતું નથી’ જિલ્લા સરપંચ સંગઠને ઠાલવ્યો બળાપો

03 March


વિવિધ મુદ્દાઓ સાથે ડીડીઓને રૂબરૂ મળી રજુઆત કરી યોગ્ય કરવા કરી માંગ


ભુજ : સરપંચ એ ગામનો વડો કહેવાય છે અને સત્તાના રૂએ તેને નિર્ણય લેવાનો પાવર હોય છે પરંતુ વહીવટી તંત્રના અધિકારી - કર્મચારીઓ ગામના મુખી એવા સરપંચોનું કાંઈ સાંભળતા નથી. ગામની નાની મોટી સમસ્યા કે સુવિધા બાબતે ગ્રામજનો સીધા સરપંચને પકડે છે અને સરપંચ રજુઆતને ઉપર પહોંચાડે છે પરંતુ ગામનો તલાટી હોય કે વીસી કે પછી તાલુકા અને જિલ્લા પંચાયત સરપંચોને દાદ આપતી નથી, જેથી ગામના મુખી એવા સરપંચોનો ચારેય બાજુથી મરો થતા અંતે આજે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના નેજા હેઠળ આગેવાનો જિલ્લા પંચાયતમાં ડીડીઓ ઉત્સવ ગૌતમને મળ્યા હતા અને સ્પષ્ટ કીધુ છે કે અમે તંત્રથી થાકી ગયા છીએ અને તમારી પાસે આશા લઈને આવ્યા છીએ. તમે ગામોના પાયાના પ્રશ્નોનો ઉકેલ લાવશો. મહત્વનું છે કે, જયારે ડીડીઓએ કાર્યભાર સંભાળ્યો ત્યારે ગામડાઓના વિકાસ સાથે આરોગ્ય અને શિક્ષણની ખુટતી કડીઓ પુરી કરવાનો વાયદો આપ્યો હતો. હવે જોવાનું એ છે ડીડીઓ પોતાના વાયદા પર અડીખમ રહેશે ? કે પછી અગાઉની જેમ માત્ર વાતો થશે.? 
કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના નેજા હેઠળ કરાયેલી રજુઆત મુજબ ઘણી ગ્રામ પંચાયતોના કામો પૂર્ણ થઈ ગયા છતાં એસબીએમના ચુકવણા કરાયા નથી. નરેગામાં ગરીબ લોકોની મજુરી ચુકવાઈ નથી. વિકાસ કામોને એક વર્ષથી વહીવટી મંજુરી નથી મળી. તલાટીના ખાનગી અહેવાલની સતા સદસ્યોને સોંપવામાં આવે. ઘણી પંચાયતોમાં ત્રણ વર્ષની મુદત પૂર્ણ થયા બાદ પણ નવા ઉપસરપંચની વરણી થઈ નથી. ગ્રામ પંચાયતોમાં ર૦ર૩ - ર૪ ની એસબીએમ ગ્રાન્ટ જમા હોવા છતાં જરૂરીયાત મુજબના કામોની દરખાસ્ત થતી નથી. ખરીદીની સતા ગ્રામ પંચાયતને અપાતી નથી, જેથી ૩૦૦ રૂપિયાની એલઈડીનું એજન્સીને ૩ હજાર રૂપિયા ચુકવણું કરાય છે અને રીપેરીંગ માટે સ્થાનીકે એજન્સી ન હોવાથી પરિણામ મળતું નથી. સુજલામ - સુફલામ યોજનાના કામો સરપંચોને જાણ કર્યા વગર કાગળ પર કરીને બારોબાર ચુકવણા કરી દેવામાં આવે છે. વિકાસ કામો પાંચ લાખથી વધારીને દસ લાખની સતા આપવામાં આવે, નાણા પંચની આવકમાંથી ફરજીયાત ટાઈડ અનટાઈડ કરીને ગ્રામ પંચાયતને રકમ ફાળવવામાં આવે છે તે મુજબ અગ્રતા આપવામાં આવે. નાણાપંચ સિવાય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રોયલ્ટી, ડીએમએફ, એટીવીટી, ૧પ ટકા વિવેકાધીન, એમપી, એમએલએ જેવા કામોને તથા ગ્રામ પંચાયતના લેટર પર સુચવેલા કામોની અનદેખી કરવામાં આવે છે. પ્રમુખ શક્તિસિંહ જાડેજાના નેજા હેઠળ રજુઆત કરાઈ હતી. હવે જોવાનું એ છે કે, અલ્ટીમેટમ પછી પણ ભાજપ સરકાર હરકતમાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું.


.................

Comments

COMMENT / REPLY FROM