કચ્છ યુનિ.ના રજીસ્ટ્રાર પદે ડો. અનિલ ગોર નિશ્ચિંત ? : બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટીંગ યોજાઈ
૧ માર્ચના રોજ કુલ ચસિવ પદે માટે યોજાયા હતા ઈન્ટરવ્યુ : આજે બોમની મળેલી બેઠકમાં શ્રી ગોરનું નામ ફાઈનલ કરી લેવાયુ હોવાની ચર્ચા
કુલસચિવનું નામ સરકાર તબક્કે મંજુરી અર્થે મોકલવામા આવશે, ત્યાથી મંજુરી મળે બાદમાં જ કંઈ કહી શકાય : શ્રી મોહનભાઈ પટેલ(વીસી કચ્છ યુનિ.)
બોમની બેઠકમાં નવનિયુકિત ઈસી મેમ્બર રાજેન્દ્રસિંહ જાડેજાએ યુનિ.ના વહીવટીતંત્રને વિદ્યાર્થી-કર્મચારી-શિક્ષણ જગતના હિતમાં બરાબરની કરી રજુઆતો
ગાંધીધામ : કચ્છ યુનિ.ના કુલસચિવ પદ માટે તાજેતરમાં જ ૧ માર્ચના રોજ ઈન્ટરવ્યુ યોજવામા આવ્યા હતા અને તેના સંભવત ઉમેદવારોની યાદી પણ યુનિ. દ્વારા વેબસાઈટ પર રાખવામાં આવી હતી. દરમ્યાન જ આજ રોેજ કચ્છ યુનિ.ની બોમની બેઠક બપોરે ૧ર વાગ્યે મળવા પામી હતી અને તેમાં ડો. અનિલ ગોરનું નામ કુલસચિવ પદે નિશ્ચિત કરાયુ હોવાનુ મનાઈ રહ્યું છે. જો કે, હજુ સુધી આ મામલે યુનિ. દ્વારા સત્તાવા રીતે કોઈ સમર્થન આપવામા આવેલ નથી. આ અંગે કચ્છ યુની.ના વીસીશ્રી મોહનભાઈ પટેલની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, કુલસચિવનું નામ મંજુરી માટે સરકાર તબક્કે મોકલવામા આવશે અને ત્યાથી મંજુરી મળ્યા બાદ જ તે અંગે કઈ કહી શકાય.
બીજીતરફ આજ રોજ બોમની-ઈસીની બેઠકમાં તાજેતરમાં જ નિયુકત કરવામા અવેલા એક સભ્યએ યુનિમાંં વિદ્યાર્થી જગતના હિતમાં ધારદાર રજુઆતો કરી હોવાનુ માલુમ પડી રહ્યું છે. તેઓએ લેખિત તથા મૌખિક બન્ને રીતે વિવિધ જરૂરી વિષયોને આજે યુનિ.ના સત્તાધીશો સમક્ષ મુકયા છે.આ બાબતં રાજેન્દ્રસિહ જાડેજાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આજની બેઠકમાં કર્મચારીઓ, અધિકારીઓ અને યુનિ.ના વિદ્યાર્થી આલમ સહિતનાઓના હિતમાં કામગીરી વધારે સુચારૂ રીતે કરવામા આવે તે માટે જુદા જુદા કેટલાક વિષયો હતા તે અંગે રજુઆતો કરી છે. આશા છે કે, તંત્ર તેને ધ્યાને લેશે અને આગામી સમયમાં તે વિષયો પર ફરીથી રજુઆત કરવાની જરૂર નહી પડે.
.................

Comments