Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મ.ન.પા. દ્વારા દબાણો સામે લાલઆંખ : બજારના અમુક બની બેેઠેલા તકસાધુઓને તડાકો : ઉઘરાણા ખોરોથી ચેતે વેપારીઓ!

02 March


ગેરકાયદેસર દબાણો તોડવા નહી દેવાયના નામે અમુક ઉઘરાણા ખોર આવી ગયા મેદાનમાં : વેપારીઓ પાસેથી બેથી ત્રણ હજારના ઉઘરાણાઓ શરૂ કર્યાની ચર્ચા, પણ યાદ રાખજો હવે ન.પા. નથી મ.ન.પા. છે, દબાણો ગેરકાયદેસર છે તે નિયમ અનુસારની પ્રક્રીયાથી દુર કરાશે જ, કોઈ પણ તકસાધુની આંબાઆંબલીમાં આવતા નહી, સાચા વેપારીઓ છે તેઓએ ડરવાની જરૂર નથી



એક નટવરલાલ ગાંધીધામમાં દબાણના નામે ઉઘરાણાની ફીલ્મ ચલાવે છે આ નટવરલાલને ઓળખજો


ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં અનેકવિધ સ્થળાએ દબાણો કરવામા આવેલા છે. કયાંક ગટરો પર તો કયાંક વરસાદી નાળાઓ પર તો કયાંક આખેઆખા રોડ પર જ દબાણો કરવામા આવી ગયા છે.  નગરપાલીકાના સમયકાળમાં સત્તાધારીઓ પાસે સત્તા મર્યાદીત હોવાથી અમુક બની બેઠેલા આગેવા નો આવા દબાણો બેખોફીથી કરતા રહ્યા હતા કેટલાક કિસ્સાઓમાં તો આર્કેટ જ દબાવી લેવામા આવી હતી. આર્કેટથી બહાર રોડ સુધી અમુક દુકાનવાળા કે વેપારી બની બેઠેલા આગેવાનોએ દબાણો કરી દીધા હતા. અને આવા દબાણકારો પર કોઈ જ પ્રકારની કાર્યવાહી થવા પામતી ન હતી. પરંતુ હવે જયારે મનપા અહી સ્થાપિત થઈ છે અને સૌ પ્રથમ શહેર સંકુલમાં આડેધડ થયેલા આવા દબાણો દુર કરવાની કવાયત તેજ બનવા પામી ગઈ છે ત્યારે તાજેતરમા જ શહેરની બજારોમાં પણ આવા આડેધડ દબાણો ખસેડવા માટે ૧પ૦થી વધુ જેટલાઓને નોટીસ ફટકારવામા આવી ગઈ છે અને આ દબાણો હવે ગમે તેવા ચમરબંધીઓના હશે તે તુટવા પામશે તેટલુ તો નિશ્ચિંત જ થઈ જવા પામતા આવા અમુક બની બેઠેલ વેપારીઓના પણ વરસોથી અકબંધ રહેલા દબાણો પર પણ બુલડોઝર ફરવાનુ હોવાથી તેમના પગ નીચેથી પણ જમીન સરકવા જ પામી રહી છે. અને આવા તત્વો પૈકીના અમુક બન બેઠેલા તકસાધુઓ પણ સક્રીય બની ગયા છે અને ગેરકાયદેસર દબાણો તોડતા અટકાવવા અથવા તો તેને પડકારવાાની પ્રક્રીયાઓના નામે  બેથી ત્રણ હજાર રૂપીયાના ઉઘરાણાઓ શરૂ કરી દીધા હોવાનુ ચર્ચાય છે. જયારે જયારે આવી તકો મળી છે ત્યારે ત્યારે આવા બની બેઠેલા વેપારીઓ ઉઘરાણા કરી વેપારીઓને છેતરી અને ખુદના ગજવા ગરમ કરી લેતા હોય છે. એટલે ખરેખર આવા તકસાધુ ઉઘરાણા ખોર અમુક  બની બેઠેલા વેપારીઓ થી ચેતજો અને તેમની કોઈ જ વાતોમા આવતા નથી તેવી લાલબત્તી જાણકારો અહી કરી રહ્યા છે. કારણ કે, મનપા તંત્ર દ્વારા જે કાયદેસર પ્રક્રીયાઓ છે તે જ આરંભાઈ છે, અને શહેરની સુખાકારી ને ધ્યાને રાખીને તેઓ ચોકકસથી કાયદસર રીતે જે દબાણો દુર કરવાના થતા હશે તેને જ દુર કરશે, જેઓએ દબાણો નથી કર્યા તેવા કેાઈ પણ વેપારીઓએ ડરવાની કે ગભરાવવાની કોઈ જ જરૂર નથી. કારણ કે જે ગેરકાયદેસર છે તે તો તુટીને જ રહેવાનુ છે. 


 

Comments

COMMENT / REPLY FROM