Trending News
સ્થાનિક સમાચાર

કારના કાચ તોડી સામાનની ચોરી કરતી તામિલનાડુની ગેંગ પકડાઈ

02 March



કચ્છ સહિતના સ્થળોએ ચોરી કર્યાની કબુલાત અપાઈ


ભુજ : વલસાડ પોલીસે કારના કાચ તોડી ચોરી કરતી તામિલનાડુની આંતરરાજ્ય નાયડુ ગેંગના ૧૦ રીઢા શખ્સોને ઝડપી લીધા છે. પુછપરછ દરમ્યાન ર૦ થી વધુ ગુનાની કબુલાત અપાઈ છે. વલસાડમાં પાર્ક થયેલી કારના કાચ તોડી રોકડા રૂા. ૧૧.પ૦ લાખ અને લેપટોપની ચોરી  થઈ હતી. જે ગુનામાં પોલીસે તામિલનાડુના શિવા મારીમુથ્થુ તોટીનાયકા, વિગ્નેશ વેલુ કુન્ડાયા નાયડુ, શક્તિ મારીમુથ્થુ કોમરાહી નાયડુ, કન્નમાકુમાર કિશ્ના નાયડુ, સીની મારીમુથ્થુ કોમરાહી નાયડુ, ચંદ્ર હનુમતરાવ નાયડુ, રખુ ઉર્ફે રુકમણીકુમાર સુબૈયા નાયડુને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં જઈ ચાલીમા રૂમ ભાડેથી રાખતા અને પોતાના સાગરીતોને ભાડાના રૂમમાં બોલાવી વિસ્તારમાં બેંક, આંગડીયા પેઢીની બહાર વોચ ગોઠવી, કારના કાચ ગીલોલ વડે તોડી તેમાંથી રોકડ અને કિમતી સામાનની ચોરી કરી રીક્ષામાં બેસી ભાગી જતા હતા. ધાર્મિક મેળાઓમાં મોબાઈલ ફોન લેડીસ પર્સ ચોર્યા હોવાની કબુલાત અપાઈ હતી. પુછપરછમાં તેઓએ કુંભમેળા ઉપરાંત કચ્છ-ભુજ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ચોરી કરી હોવાની કેફીયત અપાઈ હતી.

Comments

COMMENT / REPLY FROM