Trending News
સ્થાનિક સમાચાર

સરહદ ડેરી દ્વારા આકસ્મિક મૃત્યુ પામનાર પશુપાલક સભાસદના વારસદારને વીમાની સહાયની ચુકવણી કરવામાં આવી. 

01 March


ભુજ:   શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” સાથે સંકળાયેલ નિયમિત દૂધ ભરાવતા પશુપાલકોના ઇન્સ્યોરન્સ કંપની માથી આકસ્મિત વીમા લેવામાં આવેલ છે. જેમાં કોઈ પશુપાલકનું આકસ્મિક મૃત્યુ થાય છે તો તેમના વારસદારને ૧ લાખ રૂપિયાનું સહાય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. જેમાં તારીખ ૦૧/૦૩/૨૦૨૫ ના રોજ મંડળીઓના દિવંગત સભાસદના વારસદારને ૧ લાખ રૂપિયા વીમા સહાયની ચુકવણી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ(NICM) સ્પોન્સર્ડ KDCC બેન્ક અને સરહદ ડેરી સંયોજિત એક દિવસીય વર્કશોપ માં કરવામાં આવી.      નખત્રાણા તાલુકાના નખત્રાણા સેન્ટરની  ચરાખડા મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલક સ્વ. સોરા રમજાન સુમાર નુ અકસ્માત મા અવસાન થયેલ જે પેટે આજ રોજ તેમના વારસદાર સોરા સુખાબાઈ રમજાન ના પુત્ર સોરા અલ્તાફ રમજાન ને ૧ લાખ નો ચેક સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ સરહદ ડેરીના ડાયરેક્ટરશ્રી વિશ્રામભાઈ રાબડીયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો.આ સાથે ચરાખડા દૂધ મંડળીના સંચાલક સોરા હસનખાન હાજર રહ્યા હતા.દૂધ સંઘ ના તમામ ડાયરેક્ટર અને કર્મચારીઓ અકસ્માત માં મૃત્યુ પામેલ દિવંગત આત્માને શ્રદ્ધાંજલી પાઠવે છે.

...................

Comments

COMMENT / REPLY FROM