આઈટીની ટુકડીઓના કચ્છમાં પડાવની ચર્ચાથી કરચોર લોબીમાં છુપો ગભરાટ
સોશ્યલ મીડીયામાં એલર્ટ-આઈટી ઈન કચ્છના સંદેશાઓ પણ ગત રોજ મોડી સાંજથી ફરતા થયા : વીકેન્ડમાં આઈટીની ટુકડી જિલ્લા વડામથકમાં આવી પહોચતા ચર્ચાયા અનેક તર્કવિતર્કો
ગાંધીધામ : ઈન્કમટેક્ષની ટુકડીઓ વર્તમાન સમયે ગુજરાતમાં ઠેર ઠેર મોટાપાયે ત્રાટકી રહી હોવાના અહેવાલો રોજ બરોજ સામે આવવા પામી રહ્યા છે. આણંદમાં પણ તાજેતરમાં જ આ ટુકડી રીતસરની તવાઈ બોલાવી હોય તેમ અધિકારીઓનો મોટો કાફલો અહી ઉતરી પડયો હતો. દરમ્યાન જ હવે આવકવેરા વિભાગની ટીમો કચ્છમાં પણ આવી પહોચી હોવાના સંદેશાઓ સોશ્યલ મીડીયામાં ગત રોજ મોડી સાંજથી જ ફરતા થવા પામતા ઔદ્યોગીક વેપારી જગત ગાંધીધામ સંકુલથી લઈ અને ભુજ સહિતમાં છુપો ફફડાટ વહેતો થવા પામી ગયો છે. વિકેન્ડમાં આ ટુકડીઓ આવી પહોચતા તર્કવિતર્કો પણ સામે આવવા પામી રહ્યા છે. જાણકારો કહે છે કે, ભુજમાં કયાંક ને કયાંક આઈટીની ટુકડીએ ગઈકાલથી પડાવ નાખ્યો છે પરંતુ હજુ સુધી તેઓએ કોઈ પેઢીમાં સર્ચ કે સર્વે હાથ ધર્યાનુ સામે આવવા પામ્યુ નથી.

Comments