Trending News
સ્થાનિક સમાચાર

૨૩મી માર્ચના લેવાશે ગુજકેટ : કચ્છમાં અંદાજિત ૧૭૯૦ છાત્રો આપશે પરીક્ષા 

01 March



ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ ફરજીયાત : ભુજમાં ૯ પરીક્ષા બિલ્ડીંગના ૯૨ બ્લોકમાં લેવાશે કસોટી : સંજયભાઈ પરમાર (કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી)



ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૫ માટે યોજાનાર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આ કાર્યક્રમ પ્રમાણે ગુજકેટની પરીક્ષા તા. ૨૩મી માર્ચ, રવિવારના રોજ સવારે ૧૦ કલાકથી બપોરના ૪ કલાક દરમિયાન કચ્છ સહિત રાજ્યના દરેકજિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. કચ્છ જિલ્લામાંથી અંદાજિત ૧૭૯૦ જેટલા વિદ્યાર્થીઓ ભુજના પરીક્ષા કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા આપશેઆ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ-૨૦૧૭થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે. વર્ષ-૨૦૨૫માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૂપ-એ. ગૃપ-બી અને ગૂપ-એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા. ૨૩મી માર્ચ રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર એ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ભુજ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર નવ બિલ્ડિંગના ૯૨ બ્લોકમાં પરીક્ષાઓ લેવાશે. કચ્છ જિલ્લાના દશે તાલુકામાંથી અંદાજિત ૧૭૯૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના શિક્ષણ ૨૩મી માર્ચના લેવાશેવિષયોમાં એનસીઈઆરટીના પાઠ્ય પુસ્તકનો અમલ કરેલ છે. જેના આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ  ગુજકેટની પરીક્ષા માટે રહેશે. ગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્તમાં લેવામાં આવશે. આ બંને માટે બે કલાકનો સમય ફાળવવામાં આવશે અને ભૌતિક વિજ્ઞાનના ૪૦ અને રસાયણ વિજ્ઞાનના ૪૦ પ્રશ્નો પુછાશે. જીવ વિજ્ઞાનના ૪૦ પ્રશ્નો માટે ૬૦ મિનિટનો સમય અપાશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. ગણિત અને જીવવિજ્ઞાન  માટે આન્સર સીટ પણ અલગ અલગ આપવામાં આવશે. ગુજકેટ પરીક્ષા ના પ્રશ્નપત્રો ગુજરાતી અંગ્રેજી હિન્દી એમ ત્રણ માધ્યમોમાં આપવામાં આવશે.


 

Comments

COMMENT / REPLY FROM