સુરત કામરેજ પાસે ગાંધીધામ આવતા લાખોના દારૂ પર એસએમસી ત્રાટકી : કચ્છથી લઈ મુંબઈ-પંજાબ સુધી પગેરૂં દબાવાશે : હવે કોના ચડશે તપેલા...?
કચ્છ ભણી આવતા દારૂના જથ્થાઓ તો અગાઉ વિવીધ પડકાયા, પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપાયેલા આ કાંડમાં કયાથી કેવી રીતે દારૂ મોકલાયો, લાવનાર કોણ, વાહન કોનુ, મંગાવનાર કોણ, તે સહિતના પર્દાફાશ પ્રાથમિક તબક્કામાં જ કરી દેવાયા.
હવે આ બુટલેગરોને છાવરનારા ભ્રષ્ટ ખાખીધારીઓ કોણ હતા? તેમના પર પણ ચોકકથી ગરજશે ગાજ, કચ્છથી લઈ અને આખીય આ સિન્ડીકેટમાં કોને કેટલાના હપ્તા અપાયા? તે બધુ જ બહાર આવે તો હવે નવી નવાઈ નહી..!
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપી પદે સાગર બાગમાર બિરાજમાન થવાની સાથે જ અહી ગુનાહિત આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને કેટલાક માથાભારે તત્વો ભુર્ગભમં ઉતરી ગયા છે તો કેટલાક સ્થળ બદલવાની નોબતમા આવી જવા પામ્યા છે. હવે પૂર્વ કચ્છમાં દારૂના બુટલેગરો ફાવતા ન હોવાથી રાજય બહારથી વાયા-વાયા દારૂની મોટી ખેપો પરોક્ષી રીતે મંગાવી રહ્યા છે પરંતુ તેના પર પણ હવે સ્ટેટ મોનીટીરંગ સેલ શ્રી નિર્લીપ્ત રાયની ટીમ બરાબરની બાઝ નજર રાખી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
દરમ્યાન જ સુરતના કામરેજ પાસેથી એસએમસી દ્વારા મુંબઈથી આવી રહેલો અને કચ્છના ગાંધીધામ તરફ જઈ રહેલા ૬૩ લાખના પ૦ હજારથી વધુ બીયરના ટીનનો જ્થો દબોચી લીધો છે. અને તેમાં કયાથી દારૂ ભરાયો, કેવી રીતે મુંબઈ પહોચ્યો, ત્યાથી સુરત-ગાંધીધામ કેવી રીતે જવાનો હતો? ગાંધીધામમાં આ દારૂ કોણે મંગાવ્યો હતો? વાહન કોનુ છે? તેવા તમામ ભેદો પ્રાથમિક તપાસમાં જ બહાર લાવી દીધા છે એટલે હવે બુટલેગર લોબીમાં પણ ચોકકસથી ફફડાટ જ વ્યાપેલો જોવાઈ રહ્યો છે કે, એસએમસી દ્વારા દારૂ પકડાયો હોવાથી હવે આ કેસમાં પગેરૂ ચોકકસથી બહરાનુ અને કડકાઈપૂર્વક જ આગળ દબાવવામા આવશે. ઠેઠ સુધી આ કેસમાં તપાસ થવા પામશે તેમા કેાઈ શંકાને સ્થાન નથી. અત્યાર સુધી આવા કેસોમાં જે તપાસો કરવામા આવતી તેમાં કુલડીમાં ગોળ ભંગાઈ જતો હોય તેમ ડ્રાયવર-કલીનરના નામો ફરીયાદમાં નાખી કેસ પુરો કરી દેવાતો હતો, પરંતુ આ વખતે એસએમસી ત્રાટકી હોવાથી હવે ચોકકસથી કઈકના તપેલાઓ આ કેસમાંચડી જવા પામશે. અત્યાર સુધી દારૂ કોણ લાવતો, કોણ મંગાવતો, તે જ વાતો બહાર આવતી ન હતી પરંતુ આ કેસમાં તો દારૂ મંગાવનારનુ નામ પણ બહાર આવી ગયુ છે. હવે કઈકના તપેલા આ કેસમાં પડવા પામી જશે ત્યારે હવે કોનો વારો આવે છે? કોનુ તપેલુ પડવા પામે છે તે તરફ સૌના મીટ મંડાયેલા છે.

Comments