Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાની ધ્રબ નદી પટ્ટામાં તવાઈ : માટીચોરીનો પર્દાફાશ

01 March

પૂર્વ કચ્છ ખાણખનિજના શ્રી એન એ પટેલની ટીમનો સપાટો






૧ હિટાચી મશીન, ૧ ડમ્પર, સાદી માટી ખનીજ સહિત ૧ કરોડનો મુદામાલ જપ્ત : માટી ચોરોમાં ફેલાયો ફફડાટ





ગાંધીધામ : કચ્છના પેટાળમાં અનેકવીધ અલભ્ય ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો છે ત્યારે આ ખનીજમાથી સરકારને જે રોયલ્ટીની આવક થવી જોઈએ તેનાથી તો અનેકઘણી ખનીજચોરી થવા પામી રહી છે. જો કે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રીશ્રી એન એ પટેલ અહી મુકાયા છે ત્યારથી તેઓ આ વિસ્તારમાં એક પછી એક ખનીજચોરો સામે સપાટા પરી લાલઆંખ કરી રહ્યા છે. દરમ્યાન જ હવે મુંદરા વીસ્તારમાં તેમની ટીમે ત્રાટકી અને એકાદ કરોડની સાદી માટી ચોરીનો પર્દાફાશ કરી દીધો છે. આજ રોજ તા.૨૮/૨/૨૦૨૫ ના રોજ અત્રેની કચેરીની તપાસ ટીમ દ્વારા ભુસ્તરશાસ્ત્રીશ્રી એન.એ.પટેલ સાહેબશ્રી ની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર નિખીલ પોટાયત તથા માઈન્સ સુપરવાઈઝર એન એમ ચાવડા તથા ડી એમ લકુમ દ્રવા મોજે.ધ્રબ નદી પટ્ટ વિસ્તાર તા.મુંદ્રા ખાતે  ૦૧  હિટાચી મશીન અને ૦૧ ડમ્પર સાદીમાટી ખનીજ ગેરકાયદેસર ખનન/વહન સબબ ૧કરોડ નો મુદામાલ સીઝ કરવામાં આવેલ તથા કેસ અન્વયે અત્રેની કચેરી ખાતેથી ગુજરાત ખનીજ(ખાણકામ/વહન/સંગ્રહ) નિવારણ નિયમ-૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

 

Comments

COMMENT / REPLY FROM