સલામ છે અબડાસાના પ્રજાવત્સલ MLA પ્રદુમનસિંહ ભાઈને.!
આવી રજુઆતો અન્ય ધારાસભ્ય કેમ નથી કરી શકતા?
જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજચોરીનો મુદો ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજાએ ગૃહમાં ઉઠાવ્યો : ખનીજચોરી-લિઝ ચકાસણી સહીતના વિષયો મામલે ઉઠાવાયેલ સવાલ આવકારદાયક : પ્રદુમનસીંહ પ્રજાહિતના પ્રશ્નો સમયાંતરે કોઈ પણ પ્રકારના શેહ-સંકોચ વિના બેબાકીથી ઉઠાવતા જ રહ્યા છે
એકના એક જ ખનીજચોરના મોંઘાદાટ સાધનો-મશીનો ફરી-ફરીને ખનીજચોરીઓમાં સત્તાવાર રીતે ઝડપાઈ રહ્યા હોવા ઉપરાંત પણ તેને જામીન મળી જવા અથવા તો મશીનો ગણતરીના કલાકોમાં છોડી દેવાની નીતી બદલાવવી જરૂરી : વનવિભાગની જેમ આવા તત્વોના મશીનો પાંચ વર્ષ સુધી સિઝ કરી દેવા જોઈએ
જો એકમાત્ર અબડાસા વિસ્તારમાંથી જ ખનીજચોરી પર ખરેખર ઈચ્છાશકિત સાથે તવાઈ બોલાવાય તો સરકારની તિજોરીને રોયલ્ટીની કરોડોની...અધ..ધ... આવક થવા પામી શકે તેમા કોઈ બે મત નથી, અબડાસાના ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે તે જ રીતે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ખનીજ-માટી, બેન્ટોનાઈટ, ચાઈનાકલે, બોકસાઈડ, મોરમ, સાદી રેતી સહિતની ધુમ ચોરી થાય છે, જો આ બધાય અવાજ ઉઠાવે અને સરકાર કડકાઈથી અહી ત્રાટકે તો મહેસુલ કરતા પણ વધુ રકમ ખનીજ રોયલ્ટીમાંથી ગુજરાત સરકારને પ્રાપ્ત થાય આવક, જરૂર છે તો પ્રદુમનસિંહ જેવી હિમંત અને લોકસેવાભરી રજુઆતોની..!
ખાટલે મોટી ખોટ : હકીકતમાં જિલ્લામાં વાગડથી લઈ અબડાસા-લખપત, માંડવી, ભુજ-અંજાર-મુંદરા પટ્ટામાં વકરી ચૂકેલ ખનીજચોરીને ઝુંબેશરૂપ આયોજનથી ડામવામાં નહી આવે તો આ મુદ્દો સવાયા કચ્છી પીએમ નરેન્દ્રભાઈ સુધી પણ પહોચતા વાર નહી થાય..! હવે ખનીજચોરોના ત્રાસ-આતંકથી પ્રજાજનો છે ત્રાહીમામ..ત્રાહીમામ, એટલે પીએમઓ સુધી આ મુદો ગાજી જાય તે પહેલા જ રાજય સરકાર ડ્રોનથી વિવિધ વિસ્તારોમાં કચ્છમાં સર્વે કરી અને અલગ અલગ કિસ્સાઓમાં ધાક બેસાડતી લાલઆંખ કરે તે જ સમયનો તકાજો
ગાંધીધામ : કચ્છ-ગુજરાતના રાજકારણમાં કેટલાક ધારાસભ્યો કે સાંસદો તેમની પ્રજાભીમુખતાભરી ધારદાર રજુઆતોને લઈને સદાય લોકહદયમાં વિશિષ્ટ સ્થાન અંકિત કરતા રહેતા હોય છે. આવી રજુઆતો સરકાર અને અધિકારી આલમ સહિતનાઓમાં પણ ભારે કૌતુક સાથે ચર્ચાનું આવરણ ઉભુ કરી દેતુ હોય છે. આવા જ એક ધારાસભ્યશ્રી કચ્છમાં પણ પ્રજાહિતની અને સરકારના હિત માટેની સચોટ રજુઆતો કરતા જ રહેતા હોય છે. એ પછી વહીવટીતંત્રની સંકલનની બેઠક હોય કે પછી વિધાનસભા સત્રના ગૃહો જ કેમ ન હોય..! હા, અહી આપણે વાત કરી રહ્યા છે ગુજરાત વિધાનસભાની ૧ નંબરની બેઠક અબડાસાના વર્તમાન ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજાની.કચ્છ જિલ્લાના સંકલનની બેઠકમાં પ્રદુમનસિંહભાઈએ તાજેતરમાં જ કલેકટરશ્રી સહિતનાઓને ધ્યાન દોરીને કહ્યુ હતુ કે, અબડાસામાં ખનીજચોરી ખુલ્લેઆમ થઈ રહી છે, તેને અટકાવવાની કોઈ જ સજજડ અને ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવતી જ ન હોય તેમ ખનીજમાફીયાઓ અહી ફાટી નીકળ્ય હોવાની રજુઆત બાદ તંત્રમા દોડધામ મચેલી જોવાઈ હતી તો વળી હાલમાં જયારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે ત્યારે અહી તેઓએ તેમના મતક્ષેત્રમાં ખનીજચોરીને લઈને થયેલી કાર્યવાહી સબબનો પ્રશ્ન પુછયો છે. કેટલી લિઝમાં તપાસ કરવામં આવી છે, કયા કયા કોણે તપાસ કરી છે, અને કેટલાનો દંડ કરવામા આવ્યો છે તે સહિતના પ્રશ્નો પ્રદુમનસિંહ દ્વારા વિધાનસભા ફલોર પર ઉઠાવવામા આવ્યો છે અને સરકાર દ્વારા પણ થયેલી કાર્યવાહીનો જવાબ અપાયો છે.
તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં હાલમાં કચ્છમાં જે સાંપ્રત મોટી અને ગંભીર આયોજનબદ્ધ તસ્કરી કે ચોરીઓ કરવમાં આવી રહી છે અને તેમાં અમુક ઝભ્ભાલેગાવાળાઓથી માંડી, ભ્રષ્ટ અધિકારીઓ અને માથાભારે ખનીજચોરો ફાટીને ફુલેકે જરી રહ્યા છે તે જોતા ખનીજચોરીને ડામવા ધાક બેસાડતી કાર્યવાહી ખરેખર સરકાર તબક્કે જ કરવામા આવે તે ખુબ જ ઈચ્છનીય બની રહ્યું છે અને ધારાસભ્યશ્રી પ્રદુમનસિહ જાડેજા દ્વારકા ઉઠાવવામાં આવેલ પ્રશ્ન એકદમ સમયોચિત્ત એટલે કે સમયસરનો ઉઠાવવામા આવ્યો હોવાનુ કહી અને તેમના દ્વારા થયેલ આ રજુઆત બદલ શાબાશીભર્યા ઉદગારો પણ વહેતા થવા પામી રહ્યા છે. સૌ કોઈ કહી રહ્યા છે કે સલામ છે અબડાસાના પ્રજાવત્સલ ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજાને. જો તેઓ ખનીજને લઈને આવી ધાક બેસાડતી રજુઆત સરકાર તબક્કે વિના કોઈ સંકોચે કરી જ શકે છે તો ખરેખર તેમનામાંથી અન્ય ધારાસભ્યશ્રીઓએ પણ બેોધપાઠ લેવો જ જોઈએ.
કચ્છમાં સમયાતરે ખનીજચોરીને લઈને ફરીયાદો તથા છુટાછવાયા કિસ્સાઓ ચોપડે નોધાતા જ રહે છે પરંતુ હકીકતમાં આ જિલ્લામા ખનીજસંપદાઓ જે પ્રમાણમાં રહેલી છે તેની સામે સરકારને થતી રોયલ્ટીની આવકના અનેકગણા પ્રમાણમાં ખનીજચોરી અહી ફુલી ફાલી છે તેમાં કોઈ જ નકારી શકે તેમ નથી. એટલે જે રીતે અબડાસા માટે પ્રદુમનસિહએ અવાજ ઉઠાવ્યો છે તે જ રીતે જિલ્લાના અન્ય મોટા મોટા ખનીજ બેલ્ટમાં જો પ્રજાકીય પ્રતિનીધીઓ આગળ આવે તો કચ્છમાથી મહેસુલી દ્રષ્ટીએ સરકારને જે આવક થતી હશે અથવા તો ટ્રાન્સપોર્ટેશનમાંથી જે આવક થતી હશે તેનાથી અનેકધણી રકમ સરકારની તિજોરીમાં જમા થવા પામી જશે અને ચીભડ ખનીજ તત્વો માફીયા બની ગયા છે તેઓ પર પણ ચોકકસથી અંકુશ આવવા પામી જશે તેમ જાણકારો કહી રહ્યા છે.’
..............
વાહનોની જેમ હીટાચી-જેસીબીમાં પણ
જીપીઆરએસ સિસ્ટમ કેમ ન કરાય લાગુ ?
જેમના મશીનો ખનીજચોરીમાં વપરાય છે, તે ખનીજચોરી કેટલી થઈ છે, તેનો સચોટ આંક સરતાળથી મળી શકશે
ગાંધીધામ : ખનીજચોરી હાઈપ્રોફાઈલ રીતે જ કરવામા આવી રહી છે. કચ્છમાં પણ જે ખનીજચોરીઓ ચાલે છે તે ખુબજ મોટા તામજામ સાથે કરાઈ રહી છે. વિશાળ મશીનો આ ખનીજચોરીમાં વાપરવામાં આવે છે. કરોડોની ખનીજચોરી આવા મશીનો મારફતે કરવામ આવી હોય અને તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે પેનલ્ટી તેમની સામે માત્ર લાખોની જ કરી અને આવા મશીનો છોડી દેવામા આવતા હોય છે. હકીકતમાં સરકારે આવા મશીનોના ગેરકાયદેસર વપરાશને ખનીજચોરીમાં ડામવા હોયતો તેમાં જીપીઆરએસ સિસ્ટમ ફરજીયાત કરી દેવી જોઈએ. જો આમ થશે તો તે કયા સમયે કયા મશીન વપરાયુ તેનો બધો જ ડેટા લાઈવ મોનીટર કરી શકાશે. સરકારી જમીનોમાં આ મશીનનો ખનીજચોરી માટે વપરાશ કરાયો હશે તો એ પણ સામે આવવા પામી જશે. સરકારે આ જીપીઆરએસને મશીનોમાં ફરજીયાત કરી દેવુ જોઈએ. જાણકારો કહે છે કે , જીપીઆરએસ લગાવેલા હોય છે પરંતુ કેટલાક ખનીજચોરો તેને કઢાવી નાખતા હોય છે તો આવા મશીનોમાં તેની પણ ચકાસણીઓ થવી જોઈએ કે કેવા સંજોગામાં તેમાથી જીપીઆરએસ કાઢી લેવામા આવ્યુ હતુ અને તેમની સામે પણ દંડ સહિતની કડકાઈ ભરી કાર્યવાહી કરવી જ જોઈએ.

Comments