Trending News
સ્થાનિક સમાચાર

ભુજ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના નવા હોદ્દેદારો વરાયા

28 February

ચેરમેન તરીકે કલ્પેશભાઈ રવિલાલ ઠક્કરની કરાઈ વરણી

ભુજ : ભુજ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સની ખાસ મિટીંગ યોજવામાં આવી હતી, જેમાં બેંકના વર્ષ ૨૦રર થી ૨૦૨૭ સુધીના સમયગાળા માટેના દ્વીતીય ટર્મ માટેના સમયગાળા પૈકી એક વર્ષ અને ત્રણ માસ અર્થાત તારીખ ૩૧/૦૫/૨૦૨૬ સુધીના હોદેદારોેની અને પ્રોફેશનલ ડાયરેકટરોની નિમણુંક કરવામાં આવી હતી,  જેમાં ચેરમેન તરીકે કલ્પેશભાઇ રવિલાલ ઠક્કર, વાઇસ ચેરમેન તરીકે અશ્વીનભાઇ મુળજીભાઇ ઠક્કર, મેનેજીંગ ડાયરેકટર તરીકે હિતેષભાઇ ચત્રભુજભાઇ ઠક્કરની, પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે  નયનભાઇ રમણીકલાલભાઇ પટવા અને મનોજભાઇ ચંદ્રકાંતભાઇ સોનપારની સભામાં ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને સભામાં ઉપસ્થિત તમામ ડાયરેકટરોએ તાળીઓથી વધાવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે નવનિયુકત ચેરમેનના નામની દરખાસ્ત ધીરેનભાઇ ભાનુભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવી અને તેને ટેકો મનીષભાઈ પરષોતમ ઠક્કર દ્વારા આપવામાં આવ્યો હતો. વાઇસ ચેરમેનના નામની દરખાસ્ત રમેશભાઇ ભીમજીભાઇ મહેશ્વરી દ્વારા કરવામાં આવી અને તેને ટેકો શાંતિલાલ કાલુરામજી જૈન દ્વારા કરવામાં આવ્યો હતો. મેનેજીંગ ડાયરેકટરના નામની દરખાસ્ત ગૌતમભાઇ રાજેશભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવી જેને ટેકો ચેતનભાઇ રવીલાલ શાહ દ્વારા અપાયો હતો.આ પ્રસંગે બેંકના નવનિયુકત ચેરમેન કલ્પેશભાઈ ઠક્કરે સભામાં જણાવ્યું હતું કે, બેંકનો વિકાસરથ કેમ આગળ ધપે તે માટે આપણે સૌએ એકજુટ થઇ બેંકના હીતને અગ્રતા આપી બેંકના વહીવટ સંબંધિત દરેક સ્તરે જે ભૂતકાળમાં સહયોગ આપેલ છે તેવો જ સહયોગ આપતા રહીશુ.આ ખાસ સભામાં બેંકના નવ નિયુકત હોદેદારો ઉપરાંત બેંકના ડાયરેકટરો ધીરેનભાઇ ભાનુભાઇ ઠક્કર, ગૌતમભાઇ રાજેશભાઇ ઠક્કર, રમેશભાઇ ભીમજીભાઇ મહેશ્વરી, ચેતનભાઇ રવીલાલભાઇ શાહ, મનીષભાઇ પરષોતમભાઇ ઠક્કર, શાંતિલાલભાઇ કાલુરામજી જૈન, રેશ્માબેન જીતેન્દ્રભાઇ ઝવેરી, બિંદીયાબેન મેહુલભાઇ ઠક્કર તેમજ પ્રોફેશનલ ડાયરેકટર નયનભાઇ રમણીકલાલ પટવા અને ધીરેનભાઇ મોહનલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા એવું બેંકના જનરલ મેનેજર ધીરેનભાઇ એસ. મજેઠીયાની યાદીમાં જણાવાયું હતું.
 

Comments

COMMENT / REPLY FROM