ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું ધોરડો હેલિપેડ ખાતે ઉમકળાભેર સ્વાગત
ભુજ, : આજરોજ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું ભુજ તાલુકાના ધોરડો હેલિપેડ ખાતે આગમન થતાં વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા આવકાર આપીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરડો ખાતે પધારેલા રાષ્ટ્રપતિશ્રીને ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગુજરાત ટુરિઝમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી એસ. છાકછુઆક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ,પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા અને ધોરડો ગામના સરપંચશ્રી મિયાં હુસેન સહિતના મહાનુભાવોએ આવકાર આપીને સ્વાગત કર્યું હતું.
...........................

Comments