Trending News
સ્થાનિક સમાચાર

પશુપાલકોની સુખાકારી માટે દૂધ મંડળીઓને માઇક્રો ATM  વિષે તાલીમ આપવામાં આવી

28 February


ભુજ:   કચ્છ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે તથા દુર્ગમ વિસ્તારો માં બેન્કો ની સુવિધા ન હોવાથી દરેક ગામ ની દૂધ મંડળીઓ માં દૂધ ભરતા પશુપાલકો ને દૂર દૂર ના કિલોમીટર કાપીને બેન્કો સુધી જવું પડે છે. આ સમસ્યા ના નિરાકરણ માટે નાબાર્ડના સહયોગથી સરહદ ડેરી દ્વારા Mirco ATM   ના નવા અભિગમ સાથે આગળ આવી છે. આ Mirco ATM ની મદદ થી તમામ બેન્ક ની સુવિધાઓ જે તે ગામ ના ઘર આંગણે મળી શકે છે. તમામ નાણાકીય લેવડ-દેવડ ઘર બેઠા જ થઈ જાય છે. દૂધ મંડળીના સંચાલકો આ નવીનતમ ટેક્નોલૉજી અપનાવે તથા સુગમતા સાથે પશુપાલકોને સગવડ મળી રહે તે માટે તેઓને Mirco ATM ના વપરાશ અંગેની તાલીમ સરહદ ડેરી ના ચાંદરાણી સ્થિત કોર્પોરેટ ઓફિસ ખાતે આપવામાં આવી હતી. જેમાં  નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ (NICM) અને નાબાર્ડ તેમજ સરહદ ડેરી  સંયોજીત એક દિવસીય વર્કશોપ નું ઉદઘાટન અમૂલ GCMMF ના વાઇસ ચેરમેનશ્રી તથા સરહદ ડેરી ના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ ના અધ્યક્ષ સ્થાને તથા KDCC બેન્ક ના ચેરમેનશ્રી દેવરાજભાઈ ગઢવી, અંજાર APMC ના ચેરમેન શ્રી વેલાભાઈ જરૂ તથા NABARD કચ્છ ના DDM નીરજ સિંઘ, NICMના પ્રિન્સિપાલ ડો.લિપ્સા રાવલ ની હાજરી માં કરવામાં આવ્યું. કાર્યક્રમ ની શરૂઆત માં શાબ્દિક સ્વાગત રાયધણપર મંડળી ના મંત્રી રમેશભાઈ આહીર દ્વારા કરવામાં આવેલ.    આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ તેમજ નાબાર્ડ ના CGM સિંઘલ સાહેબ અન્ય કારણ સર હાજર રહી શક્યા ના હતા પણ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી.    આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે તમામ પશુપાલકો ના હિત ને ધ્યાન માં રાખીને મંડળી ના પ્રમુખ/મંત્રી/સંચાલકો Mirco ATM  નો બહોળા પ્રમાણ માં ઉપયોગ શરૂ કરે તે માટે આહ્વાન કર્યું હતું. આ સાથે દૂધ મંડળીમાં દૂધ જમા કરાવનાર સભ્યોને દર અઠવાડિયે રોકડ લેવા દૂર જવું પડતું નથી, ગામમાંથી જ નાણાં મળી રહે છે. તેમજ છેવાડાના ગામ સુધી ડિજિટલ બેન્કિંગના લાભ મળે છે,ગામના લોકો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાતા થયા છે.KDCC બેન્ક ના ચેરમેનશ્રી દેવરાજભાઈ ગઢવી દ્વારા ટૂંક સમય માં KDCC બેન્ક ની Net Banking UPI જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી હતી.તાલીમ ના અંતે તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યા ના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ નું સંચાલન NICM ના પ્રોફેસર ડી.બી. ગોટી દ્વારા કરવામાં આવેલ તથા ટેકનિકલ સેશન NICM ના પ્રોફેસર એમ.સી. પારેખ દ્વારા કરવામાં આવેલ તથા Mirco ATM  નું સેશન KDCCબેંક ના CEO તુષાર પટ્ટણી દ્વારા કરવામાં આવેલ. તાલીમ કાર્યક્રમના અંતે પ્રશ્નોની આપ લે કરવામાં આવી અને તાલીમાર્થીઓને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રજીસ્ટર દૂધ મંડળીના પ્રમુખ-મંત્રી તથા બેન્ક મિત્ર તેમજ KDCC બેન્કના તેમજ સરહદ ડેરીના અધિકારી હાજર રહ્યા હતા.

.................

Comments

COMMENT / REPLY FROM