Trending News
સ્થાનિક સમાચાર

મુંબઈથી ગાંધીધામ આવતો ૬૭ લાખના બિયરનો જથ્થો સુરતમાં ઝડપાયો

28 February


મુંબઈના જવાહરલાલ નહેરૂ પોર્ટ પરથી બિયરની પેટીઓ ભરેલું શિપિંગ કન્ટેઈનર લોડ કરાયું હતું : ગાંધીધામ આવતી વખતે સુરતના ચોર્યાસી ટોલનાકા ખાતે એસએમસીએ દરોડો પાડી મુદામાલ કબ્જે કર્યો : ટ્રેઈલરના માલિક એવા ગાંધીધામ જયરાજસિંહ સોઢા અને પાન્ધ્રોના ડ્રાઈવર સામે ગુનો નોંધાયો : ગાંધીધામમાં કોને માલ આપવાનો તે દિશામાં તપાસ તેજ : મુંબઈથી મુંદરા પોર્ટ ફાઈબર લઈ જવાની બિલ્ટી બનાવી તેમાં દારૂ ભરવામાં આવ્યો હતો 


ભુજ : કચ્છમાં સામાન્ય રીતે રાજસ્થાન અને હરિયાણાથી દારૂ આવતો હોય છે, પરંતુ મુંબઈથી ગાંધીધામ આવતો વિક્રમ જનક બિયરનો જથ્થો ઝડપાયો હતો. કુલ પર,પ૩૭ બિયરના ટીન કબ્જે કરવામાં આવ્યા છે. ગાંધીધામમાં રહેતા જયરાજસિંહ સોઢાએ પોતાના ટ્રેઈલરમાં માલ મંગાવ્યો હતો. પાન્ધ્રોના ડ્રાઈવરની અટક કરાઈ હતી. મુંબઈમાં પોર્ટ પરથી શિપિંગ કન્ટેઈનર લોડ કરી અપાયું હતું, જેથી બંદર પર બિયરનો જથ્થા આયાત થયાનું માનવામાં આવે છે. રસ્તામાં ચેકિંગથી બચવા મુંબઈથી મુંદરા પોર્ટની ફાયબરની હેરફેરની બિલ્ટી બનાવાઈ હતી. ફાયબરની આડમાં બિયર લઈ અવાતો હતો. ગાંધીધામમાં કોઈને આપવાનો હતો કે, પછી અહીંથી પણ નિકાસ કરવાનો હતો તે દિશામાં તપાસ થાય તો રહસ્ય ખુલશે.આ બાબતે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ એસએમસીની ટુકડી પેટ્રોલિંગમાં હતી, ત્યારે વડોદરાથી સુરત આવતા રોડ પર ચોર્યાસી ટોલ પ્લાઝા પાસે શિપિંગ કન્ટેનર  ટ્રેઈલર નંબર જી.જે. ૩૯ ટી ૦૬૪૧ને અટકાવી તપાસ કરતાં તેમાં દારૂ મળી આવ્યો હતો. ટ્રેઈલરના ડ્રાઈવરને પુછતાં શરૂઆતમાં તેણે સિન્થેટીક ફાયરબર હોવાનું કહ્યું હતું. જો કે, પોલીસની પુછપરછમાં તે ભાંગી પડયો હતો. લખપત તાલુકાના પાન્ધ્રોના સોનલનગરમાં રહેતા ડ્રાઈવર ગણપતસિંહ ભીમસિંહ કેસરીસિંહ રાઠોડની અટક કરવામાં આવી હતી. કન્ટેઈનરનું કટર વડે સીલ તોડી તાલપત્રી હટાવતાં અંગ્રેજી દારૂની પેટીઓ મળી આવી હતી. કામરેજ પોલીસને બોલાવી પોલીસ સ્ટેશન વાહન લઈ જઈ મુદામાલની ગણતરી કરવામાં આવી હતી. જેમાં કિંગ ફિશર અલ્ટ્રામેક્સ પ્રીમીયમ સ્ટોગ બિયરના ૩પ,૧પ૪ ટીન કિંમત રૂપિયા ૪૪,૯૯,૭૧રનો મુદામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત કિંગ ફિશર એક્સ્ટ્રા સ્ટ્રોગ પ્રીમિયમ બિયરના ૪,૬૦૮ ટીન કિંમત રૂપિયા પ,૮૯,૮ર૪ તથા ટૂ બર્ગ પ્રિમિયમ સુપ્રીમ ડેનીસ બિયરના ૧ર,૭૭પ ટીન કિંમત રૂપિયા ૧૬,૩પ,ર૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. કુલ ર,૧૧પ બિયરની પેટી અને છુટક ટીન મળી પર,પ૩૭ બીયરના ટીન કિંમત ૬૭,ર૪,૭૩૬નો મુદામાલ એસએમસી દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. ગાડીમાં કાગળો તપાસતા મુંબઈથી મુંદરા પોર્ટની સીન્થેટીક ફાયરબના બિલની બિલ્ટી અને ઈનવોઈસ મળી આવ્યા હતા. પરંતુ ગાડીમાં દારૂ ભરેલો હતો. ૩પ લાખના ટ્રેઈલર સાથે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછમાં તેણે કબૂલાત આપી કે, તે છેલ્લા દોઢ બે મહિનાથી જયરાજસિંહ સોઢાનું આ ટ્રેઈલર ચલાવે છે. મહિને ૧૪ હજાર પગાર મળે છે. તે ર૪મી ફેબ્રુઆરીના ગાંધીધામમાં હતો, ત્યારે શેઠે કહ્યું હતું કે, આ ટ્રેઈલર લઈને જવાહરલાલ નહેરૂ પોર્ટ નવી મુંબઈ જા અને ત્યાંથી શિપિંગ કન્ટેઈનર લોડ કરી આપશે. જે ગાંધીધામ લઈ આવવાનું હતું.

 

Comments

COMMENT / REPLY FROM