Trending News
સ્થાનિક સમાચાર

ભુજના સદામને લ્યો સાણસામાં : તો અબડાસાના ખીરસરા ખનીજકૌભાંડ ઉપરાંત કચ્છવ્યાપી અનેકવીધ બેનામી નેટવર્ક નો થશે પર્દાફાશ : સરકાર જ આપે કડક આદેશો

28 February

ગાંધીનગર કક્ષાએથી આ સદામને કોણ છાવરે છે? કરો ખુલાસા..!





મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી, હું દરેક ખાતાઓમાં સબંધ રાખનારો વ્યકિત છુ, જેનું જેવુ કદ, તેવા તેના મોઢે ભ્રષ્ટાચારના ડુચ્ચા ભરાવી શકું છું, મારી પહોંચ કચ્છમાં રેવેન્યુ, કલકેટર, ખાણખનિજ કે પછી આઈજી-પોલીસ પુરતા સીમીત નથી, હું ગાંધીનગરમાં પણ મોટી પહોચ ધરાવું છું, બધાય પ્રકારના સેટીગ કરતા મને આવડે છે, એટલે તો ફરી ફરીને મારા મશીનો પકડાયા છે, છુટી જાય છે અને હું ફરીથી કરોડોની ખનીજચોરીમાં લાગી શકું છું..?


ખીરસરા ખનીજચોરી કૌભાંડમાં ગાંધીનગરના નેતાનું નામ વટાવાયુ હોવાની વાત સપાટી પર ચર્ચાઈ છે તો પછી તે વિષય હાલમાં વિધાનસભાના બજેટસત્રમાં કેમ કોઈ ઉઠાવતુ નથી? ગાંધીનગરના નેતાએ ખનીજચોરીની છુટ આપી હોવાની વાત સત્ય છે કે પછી ભ્રષ્ટ ખનીજચોરોની કોઈ ચાલ? આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવાય અને તપાસ થાય તો દુધનું દધુ અને પાણીનું પાણી થાય..


ખીરસરા ખનીજચોરીમાં કીંગપીંગ ભુજનો સદામ જ છે : ૩૮૦નું મોટુ મશીન જે બે જ વખતમાં આખેઆખા ડમ્પરને ભરી નાખે તેટલુ વિશાળ કાય મોટુ મશીન કચ્છ આખાયમાં છે ગણ્યાગાઠયા, સદામનું આ મશીન અગાઉ પણ ખનીજચોરીમાં પકડાઈ ચુકયુ છે, નામદાર અદાલતમાં કેસ પેન્ડીંગ પડયો છે અને સદામ ફરીથી કરોડોની ખનીજચોરીમાં આ જ મશીનને લગાડી દે છે..? વિચાર તો કરો કે આ સદામ કેટલો ફાટીને ફુલેકે ચડયો છે..?




ગાંધીધામ : કચ્છના પેટાળમાં અલભ્ય ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો છે, પરંતુ આ ખનીજમાથી સરકારને રોયલ્ટી પેટે જે આવક થવી જોઈએ તેનાથી અનેકઘણી તો ખનીજચોરી કચ્છવ્યાપી કરવામા આવી રહી છે. કયારે વાગડ પટ્ટો તો કયારેક ભુજ-માંડવી-અંજાર પટ્ટામાં ખનીજચોરો માજા મુકતા જ રહેતા હોય છે. અબડાસા વિસ્તારમાં તો સમયાંતરે કરોડોની ખનીજચોરીઓ બિનધાસ્ત અને વટભેર કરવામાં આવતી જ રહેતી હોય છે. અબડાસાના કેટલાક વિસ્તારોમાં તો પોલીસતંત્ર હોય કે પછી અન્ય સરકારી ખાતાઓ, આવા ખનીજ માફીયાઓના અડ્ડાઓ પર જતા પણ થરથરી રહ્યા હોય તેટલા અમુક ખનીજચોરો તો ફાટીને ફુલેકે ચડી જવા પામ્યા હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. દરમ્યાન જ હાલમાં આવો જ એક ગંભીર પ્રકારનો ખનીજ કૌભાંડનો ખુલાસો મને કમને તંત્ર દ્વારા કરવામા આવ્યો છે. અતી હાઈપ્રોફાઈલ કહી શકાય તે રીતે અબડાસાના ખીરસરા વિસ્તારમાં ગાંધીનગર કક્ષાએથી જ કોઈ નેતાએ મંજુરી આપી છે તેવુ કહી અને બેન્ટોનાઈટની ધુમ ખનીજચોરી કરવામાં આવતી હતી. કહેવાય છે કે દૈનિક ૧૦૦થી ર૦૦ ગાડીઓ અહીથી બેન્ટોનાઈટ કાઢી લેવામાં આવતુ હતુ. પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ તથા ફલાઈંગ સ્કવોર્ડની ટીમ દ્વારા અહી હિંમત કરી અને મોડી રાતે સફળ દરોડો પાડતા અહીથી ખનીજચોરીમાં રોકાયેલા વાહનો અને મશીનો કબ્જે કરવામા અવ્યા હતા અને તેની ફરીયાદ પણ થવા પામી ગઈ છે. પરંતુ જાણકારો કહે છે કે કરોડોની અધધધ ખનીજચોરી કરનારી આ ટોળકીને માત્ર લાખોનો દંડ જ ફટકારી અને મશીનો પણ મુકત કરી દેવાયા અને જાણે કે ફરીથી ખનીજચોરી કરવાની છુટ જ આપી દીધી હોય તેવો તાલ થવા પામી ગયો છે. જાણકારો એમ પણકહી રહ્યા છે કે, આ આખાય પ્રકરણમાં સદામ નામના શખ્સને બરાબરનો સાણસામાં લેવામાં આવે તે ખુબજ જરૂરી બની રહ્યું છે. આ સદામ જ ખનીજચોરી પ્રકરણનો કીંગ પીંગ માનવામાં આવી રહ્યો છે. જયા સુધી આ સદામના કિમંતી અને મોટા મોટા મશીનોને કાયમી ધોરણે અથવા તો બે-પાંચ વર્ષ માટે સીજ નહી કરવામા આવે ત્યા સુધી તે ખનીજચોરીઓ કરતો અને કરાવતો બંધ નહી થાય. સદામ ખુલ્લેઆમ બધાયને કહેતો ફરે છે કે, મારા સબંધો ખુબજ ઉંચે સુધી છે, કચ્છથી લઈ અને ગાંધીનગર સુધી ટોચના બધાયની સાથે મે સબંધો 
રાખ્યા છે. અધિકારીઓ મારા ખીચ્ચામાં જ રહેલા છે. હું ધારૂ ત્યારે ગમે તે અધિકારીની ટેબલ પર જઈને બેસી જાઉ મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. અને ફરી ફરીને જે રીતે આ સદામનુ નામ ફરીયાદોમા ઉછળ્યુ છે, નામદાર અદાલતમાં પણકેસ પેન્ડીંગ છે તેની વચ્ચે પણ તે ફરીથી ખનીજચોરી કરતો ઝડપાય છે ત્યારે સદામ પહોચેલી માયા હોવાની તેની શેખી કયાંક ને કયાંક સાચી પણ જણાઈ આવી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીનગર કક્ષાએ આ સદામને કોણ છાવરી રહ્યુ છે? તે સહિતની બધી વિગતો બહાર આવે અને તેના મશીનોને લાંબા ગાળા માટે સિજ કરવાની કાર્યવાહી કરવામા આવે તો જ સદામ ખનીજચોરી કરતો અટકશે અને તે સાથે અન્ય ખનીજમાફીયાઓ પણ અંકુશમાં આવશે તેમ જાણકારો કહી રહ્યા છે.

............


સદામ નું મશીન પાંચવર્ષ સુધી જપ્ત જ રાખવુ જોઈએ



કોર્ટમાં પણ કેસ પડતર પડયો હોવા ઉપરાંત પણ સદામ ખનીજચોરીમાં મશીનો એના એ જ લગાવતો ફરતો હોય તો પછી તેની સામે તંત્ર કાર્યવાહી કરે છે શું? તેના મશીનો પકડીને પાંચ વર્ષ સુધી છુટે જ નહી તેવી જોગવાઈ કરવી જોઈએ


ગાંધીધામ : ખીરસરા ખનીજ કૌભાંડની અંદર ખાણખનિજ વિભાગ દ્વારા આરંભે સુરાના તાલે કાર્યવાહી કરવામા આવી હોય તેવો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. ખીરસરામાં જે ખનીજચોરી થાય છે તે ખુબજ મોટા પ્રમાણમાં આચરવામા આવતી હતી. અહી જે મશીનો પકડાયા છે તે પણ કચ્છમાં ગણ્યાગાઠયા જ રહેલા છે તેટલા વિશાળ મશીનો હતા. અહી કરોડોની ખનીજચોરી સામે લાખોનો દંડ ફટકારી અને રાહત કરી દેવાઈ હોય તેમ દર્શાય છે. જાણકારો કહે છે કે, હકીકતમાં ઝડપાયેલા મશીનોને પાંચ-પાંચ વર્ષ સુધી મુકત જ ન કરવા જોઈએ. જો આમ થશે તો જ ખનીજચોરોમાં ફફડાટ આવશે અને ખનીજચોરી પણ અટકાવી શકાશે. 

..........



સદામ પર અગાઉ પ્રાંતશ્રી રાઠોડે પણ કર્યો છે ખનીજચોરીનો કેસ


નામદાર નલીયા કોર્ટમાં આ કેસ નલ એન્ડ અવોઈડ કરી દેવાયો હતો, ખાણવિભાગ ભુજ સેશન્સ કોર્ટમાં ગઈ છે અપીલમાં, તે દરમ્યાન જ સદામે ફરીથી મશીનો ખીરસરામાં ખનીજચોરીમાં કામે લગાડી દીધા?
ગાંધીધામ : ખીરસરા ખનીજચોરીના પર્દાફાશ જે ખનીજવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે તેમાં મશીન સદામનું સંચાલનમાં હતુ તેવુ ખુલવા પામી ચુકયું છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે આ સદામનું મશીન પહેલી વહેલી વખત જ ખનીજચોરીમાં ઝપ્ટે ચડી ગયુ હોય તેવુ નથી. આ પહેલા પણ અબડાસાના રાયધણજર વિસ્તારમાં તત્કાલીન પ્રાંત અધિકારીશ્રી રાઠોડ દ્વારા આ જ સદામનુ મશીન ખનીજચોરીમાં પકડી પાડવામા આવ્યુ હતુ જે કેસમાં નલીયા કોર્ટ દ્વારા નલ એન્ડ એવોઈડનો આદેશ અપાયો હતો એટલે કે સદામના મશીનો છોડી દેવાનો આદેશ કરી દીધો હતો, તે પછી ખાણખનિજ વિભાગ ભુજની નામદાર સેસન્સ કોર્ટમાં અપીલમાં ગયા છે અને તેનું જજમેન્ટ આવવાનુ હજુ બાકી છે, તે દરમ્યાન જ આ સદામ ફરીથી કરોડોની ખનીજચોરીને ખીરસરામાં અંજામ આપતો ફરી રહ્યો હોય તેવો ઘટનાચક્ર સામે આવી રહ્યો છે. આ બાબતે પણ હવે તંત્રએ વિચારવાની જરૂર છે. 

...........


સદામ નું ખનીજચોરી ઉપરાંતનું બેનામી ધંધાઓનું સામ્રાજય છે વિશાળ



ગાંધીધામ : ખીરસરા જમીન કૌભાંડમાં ખાણખનિજ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામા આવી છે તે આવકારદાયક છે પરંતુ ફરી ફરીને જેના મશીનો આવી ખનીજચોરીમાં રેકર્ડ પર પકડાઈ રહયા છે તેવા સદામની સામે કોઈ જ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હોય તેવુ હજુ સુધી જણાતુ નથી. જો સદામની સામે કાયદાકીય રીતે કડક ધોક્કો પછાડવામાં આવશે તો જ આ પ્રકારની કરોડોની ખનીજચોરી સહિતના બેનામી ધંધાઓ અટકશે. 

...........

Comments

COMMENT / REPLY FROM