Trending News
સ્થાનિક સમાચાર

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કચ્છની મુલાકાતે

27 February

 

ભુજ : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી તા. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચના રોજ કચ્છની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩ કલાકે સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લેશે. બાદમાં ધોરડો પહોંચશે. જ્યાં રાષ્ટ્રપતિશ્રી રણ ઉત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે. ત્યારબાદ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે. આ બાદ સફેદ રણમાં સૂર્યાસ્ત નિહાળશે. ત્યારબાદ સફેદ રણ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે  ઉપસ્થિત રહેશે અને વિવિધ પ્રસ્તુતિઓને નિહાળશે. તા.૧ માર્ચના સવારે ૧૦.૩૦ કલાકે  રાષ્ટ્રપતિ વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા સાઈટની મુલાકાત લેશે. ત્યારબાદ  બપોરે ૩.૩૦ કલાકે ભુજ પહોંચીને દિલ્હી જવા પ્રસ્થાન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની કચ્છ મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ઉપસ્થિત રહેશે.
------

Comments

COMMENT / REPLY FROM