Trending News
સ્થાનિક સમાચાર

કામ-વિષય રૂપ ઝેર અને કાંટાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ : આચાર્ય મહાશ્રમણજી

27 February



ઓપી જિંદાલ વિદ્યા નિકેતન પૂજ્યશ્રીના ચરણોથી પાવન બન્યું

ભુજ : ગુજરાત રાજ્યની વિશાળ યાત્રા દરમિયાન, વર્તમાનમાં જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના એકાદશમ અધિશાસ્તા, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી તેમની ધવલ સેનાનું કુશળ નેતૃત્વ કરતા ગુરુવારના પ્રાતઃકાળની મંગલવેળાએ દેશલપર કંઠીથી ગતિમાન થયા હતા. દસ કિલોમીટરના વિહાર પછી આચાર્યશ્રી સામાઘોઘામાં આવેલા ઓપી જિંદાલ વિદ્યા નિકેતન પહોંચ્યા હતા.વિદ્યા નિકેતન સાથે જોડાયેલા લોકોએ આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતુ.
ઓપી જિંદાલ વિદ્યા નિકેતન પરિસરમાં આયોજિત મંગલ પ્રવચનમાં મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત જનતાને પાવન પાથેય પ્રદાન કરતાં કહ્યું હતું કે, કામ શલ્ય (તોપણ) અને ઝેર જેવાં હોય છે. કામનાઓ રાખનારા અકા (નિઃસ્વાર્થ) પણ દુર્ગતિ પામે છે. પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય છે - શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. એ પ્રત્યે આસક્તિ, કામના, આકર્ષણ કે રાગ હોય તો એ ઝેર જેવાં વિનાશક બની શકે છે. જો કોઈ ભોગતો નથી પણ અંદરથી એ વિષયોની લાલસા રાખે છે, તો એ પદાર્થોથી દૂર હોવા છતાં પતનની દિશામાં જઈ શકે છે. આંતરિક રાગાત્મક ચેતના અને લાલસા માણસને પતન તરફ દોરી જાય છે. પદાર્થોનો સીધો ભોગ કરવો અને પતન પામવું તો સ્પષ્ટ છે, પરંતુ પદાર્થોનો ભોગ ન કરતાં હોય છતાં એના માટે કામના રાખવાથી પણ માણસ પતન તરફ જઈ શકે છે.
અધ્યાત્મ સાધનામાં ઇન્દ્રિય વિષયોના પ્રત્યે અનાસક્તિ અને સંયમ રાખવાનું ખૂબ મહત્વ છે. જે માણસ સાધુજીવનમાં રમી જાય અને અંદરથી સુખની પ્રાપ્તિ થવા લાગે, તો પદાર્થો પ્રત્યે અનાસક્તિ વધી શકે. કહેવામાં આવ્યું છે કે, જેમ-જેમ ઉત્તમ તત્ત્વનો બોધ થાય, તેમ-તેમ વિષયો પ્રત્યેનું આકર્ષણ ઓછું થવા લાગે. સાધુ જીવન પ્રાપ્ત કરવું એ માનવજીવનની મહાન ઉપલબ્ધિ છે. સાધુએ ધ્યાન રાખવું કે તેમની વિરક્તિ એટલી મજબૂત બને કે પાછા વિષયોની દિશામાં જવાની પરિસ્થિતિ ઊભી ન થાય.આધુનિક સમયમાં, જ્યારે ઘણા સાધન-સંસાધનો ઉપલબ્ધ છે, ત્યારે પણ સાધુઓ પગપાળા વિહાર કરે છે. અનેક પદાર્થોની ઉપલબ્ધિ હોવા છતાં, રાત્રિભોજન અને રાત્રિ સમયે પાણીનો ત્યાગ કરે છે. કેટલાક લોકો તેને જૂની પ્રથા કહી શકે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ પગપાળા ચાલવું ઉત્તમ છે અને આ સાધુના સંયમ માટે પણ અનુકૂળ છે. એ જ રીતે, રાત્રિભોજનનો ત્યાગ આરોગ્ય માટે પણ સારો માનવામાં આવે છે અને સાધુના નિયમો અને વ્રતો માટે પણ આ સારો અને આધ્યાત્મિક ઉપાય છે. અધ્યાત્મને સમજવામાં વિજ્ઞાનનો સહયોગ લઇ શકાય છે. ક્યારેક વિજ્ઞાનને પણ આધ્યાત્મિક શોધમાં મદદ મળી શકે. સાધુએ અંદરથી પણ કામ-વિષયોની આસક્તિથી દૂર રહી, કામ-વિષયરૂપ ઝેર અને શલ્યથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ.આચાર્યશ્રીએ ચતુર્દશી સંદર્ભે હાજરીનું વાચન કરતાં, સાધુ-સાધ્વીઓ અને સમણીઓને વિવિધ પ્રેરણાઓ આપી હતી. મુનિ ચંદ્રપ્રભજી અને મુનિ કૈવલ્યકુમારજીએ આચાર્યશ્રીની અનુજ્ઞાથી લેખપત્રનું વાચન કર્યું હતુ. આચાર્યશ્રીએ બન્ને મુનિઓને ૨૧ કલ્યાણક ની બક્ષીસ કરી હતી. ઉપસ્થિત ચારિત્રાત્માઓએ પોતાના-પોતાના સ્થાને ઊભા રહી લેખપત્રનું ઉચ્ચારણ કર્યું હતુ. વિદ્યા નિકેતન તરફથી શ્રી સંજય ઝાએ આચાર્યશ્રીના સ્વાગતમાં પોતાની ભાવાભિવ્યક્તિ આપી હતી. આચાર્યશ્રીએ સૌને આશીર્વચન  આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. તેરાપંથી સભા ગાંધીધામમાં આચાર્યશ્રી મહાશ્રમણજીનો આગામી ૫ માર્ચથી ૧૯ માર્ચ સુધીનો પ્રવાસ રહેશે તેમજ તેઓ પણ સેવામાં છે તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM