રાપર-ભચાઉ ન.પા.ના હોદેદારો માટે સામખીયાળીમાં પ્રદેશ ભાજપ નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રીયાનો આરંભ
પ્રદેશ નિરિક્ષકો શ્રી ગજેન્દ્રભાઈ સકસેના, ભારતસિંહ ભટ્ટેસરીયાની ઉપસ્થિતીમાં બન્ને નગરપાલીકા માટેનાભાવિ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને સત્તાપક્ષના નેતાઓની વરણી માટે સ્થાનિક આગેવાનો સહિતનાઓના અભિપ્રાયો મેળવવાનું શરૂ : સંભવત દાવેદારોએ રજુ કર્યા દાવા
પ્રદેશ નિરિક્ષકો સેન્સ બાદ નામોની પેનલ મોકલશે પ્રદેશને અને મોદીજીના આગામી ગુજરાત પ્રવાસ બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામોને કરાશે અંતિમ
ગાંધીધામ : ગુજરાત રાજયમાં તાજેતરમાં જ જુનાગઢ મહાનગરપાલીકા તથા રાજયની ૬૬ નગરપાલીકાઓમાં ચૂંટણીઓ યોજવામા આવી હતી અને તેના પરીણામો પણ જાહેર થવા પામી ગયા છે. બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢમાં મેયર પદ માટે તથા અન્ય ૬૬ નગરપાલીકાઓમાં પ્રમુખ સહિતના હોદેદારોની નિમણુકની પ્રક્રીયાનો આરંભ કરી દીધો છે. ગત રપમી ફેબ્રુઆરીથી આજ રોજ તા. ર૭મી સુધી આ ૬૬ નગરપાલિકાઓમાં ભાજપના પ્રદેશ નિરિક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રીયા હાથ ધરવામા આવી છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર ૬૬ પૈકીની જ કચ્છની બે નગરપાલિકા રાપર અને ભચાઉમાં પણ પ્રમુખ સહિતના હોદેદારો માટેના સેન્સ પ્રક્રીયા આજ રોજ બપોરે બાર વાગ્યાથી સામખીયાળી મધ્યે આરંભ થવા પામી ચૂકયો હતો. પ્રદેશ નિરીક્ષક તરીકે શ્રી ગજેન્દ્રભાઈ સકસેના તથા ભારતસિંહ ભટેસરીયાની વીશૈષ હાજરીમાં આ સેન્સ પ્રક્રીયાનો આરંભ કરવામાં આવ્યો છે. ભચાઉ અને રાપર નગરપાલીકા માટે ઈચ્છુક ઉમેદવારો દ્વારા અહી પોતાના બાયોડેટા સાથે યોગ્યતા અને સક્ષમતાઓ મામલે રજુઆતો કરી હતી. તો વળી સ્થાનિકના વિવીધ અગ્રણીઓ પોથી નિરક્ષકે દ્વારા અભીપ્રાયો મેળવવામાં આવ્યા હતા. આજ રોજ સવારે ૧ર વાગ્યે સામખીયાળી સાંઈધામ ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં ભચાઉ નગરપાલીકા માટે પ્રથમ સેન્સ પ્રક્રીયાનો આરંભ કરવામા આવ્યો છે તેવુ ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક દ્વારા જણાવાયુ હતુ. રાપર નગરપાલીકાના હોદેદારો માટે આજે બપોરે બે વાગ્યા બાદ સેન્સ પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે.
..........................

Comments