Trending News
સ્થાનિક સમાચાર

હરિયાણાથી ગાંધીધામ સુધી રેલવે મારફતે તમ્બાકુના જીએસટી કૌભાંડના નેટવર્કનો અંતે થયો ભાંડાફોડ

27 February


કેન્દ્ર સરકાર દ્વારા તમ્બાકુ - સીગારેટ જેવી આઈટમો પર લગાડેલો છે તગડો ટેક્ષ : ૧ રૂપીયાની વસ્તુ પર અંદાજીત ર૦૦ ટકાનો છે તોતીંગ ટેક્ષ : ગાંધીધામના હોલસેલર્સ દ્વારા હરીયાણાથી આ રીતે તમ્બાકુનો જથ્થો મંગાવી ટેક્ષચોરી કરાતી હોવાનું ડીજીજીઆઈની સમયસુચકતા ભરી કાર્યવાહીથી આવ્યુ બહાર

૪૦ લાખથી વધુની કરચોરી ઝડપાઈ : રકમ કરાવાઈ રીકવર : આખેઆખા મોડસ ઓપરેન્ડીને પણ કરાવાઈ બ્રેક : ડીજીસીઆઈના ડેપયુટી ડાયરેકટર જેઓ હાલ રાજકોટમાં બિરાજમાન છે તેવા શ્રી વિક્રમ આર કે. ના નેતૃત્વ તળેની ટુકડીની  કાર્યવાહી અભિનંદનને પાત્ર


ગાંધીધમા : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશના યુવાધનને વ્યસનના રવાડે ચડતા અટકાવવાની દીશામાં અનેકવિધ રીતે નવતર કાયદાઓ અને યોજનાઓ અમલી બનાવી રહી છે. તે પૈકી સિગારેટ-તમ્બાકુ જેવી વસ્તુઓના વપરાશમાં પણ ઓટ આવે તે માટે સરકાર દ્વારા તેના પર અધધ ટેક્ષ રાખવામાં આવ્યો છે તેમ છતા પણ કેટલાક ભેજાબાજ કરચોરો નીતનવા કીમીયાઓ શોધી અને આ કરચોરીને અંજામ આપતા જ રહેતા હોય છે. જો કે, બીજીતરફ ગાંધીધામ સંકુલમાં જ જીએસટી વિભાગની ટુકડીઓ દ્વારા પણ સમયસુચકતા દાખવી અને આવી ટોળકીઓ પર પણ ધાક બેસાડતી લાલઆંખ કરવામા આવી જ રહી છે. 
આ બાબતે સહેજ વીગતે વાત કરીએ તો  એક દેશ-એક કર એટલે કે જીએસટીની અમલવારી કરાવી અને કેન્દ્ર સરકારે વિવિધ પ્રકારની ટેક્ષચોરીની ડામવાની દીશામાં એક ઐતિહાસીક કમદ ઉઠાવ્યુ હતુ. અને ટેક્ષચોરી અટકી જશે તેવુ મનાતુ હતુ પરંતુ કેટલાક ભેજાબાજો જીએસટીના કાયદાની અમલવારી બાદ પણ ટેક્ષચોરીને બિનધાસ્ત રીતે ધમધમાવતા જ રહેતા હોય છે. આવી જ એક પેઢી સેન્ટ્રલ જીએસટી ડીજીસીઆઈ એટલે કે ડાયરેકટર જનરલ ઓફ સેન્ટ્રલ એકસાઇઝ(જીએસટી)ની રાજકોટ-ગાંધીધામની ટીમના હડપેટે થાડેા સમય પહેલા ચડવા પામી ગઈ હતી.
 આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર થોડા સમય પહેલા ગાંધીધામ શહેરમાં મેઈન બજારમાં આવેલી ગોવિંદરામ તનુમલ અને રાજ એજન્સી નામની ગુટખાના હોલસેલ વિક્રેતાની પેઢી પર તા. ૧પમી જુલાઈના રોજ સાંજના સમય ચોકકસ માહીતીના આધારે ડીજીસીઆઈની ચારથી વધુ અધિકારીઓની ટીમએ સર્ચ હાથ ધર્યુ હતુ. તે વખતે ગુટખાના હોલસેલ વીક્રેતાઓને ત્યા પહોચી અને કલાકો સુધી વિવિધ પ્રકારની વિગતોનુ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ. આ મામલે બિન સત્તાવાર રીતે મળતી વીગતો મુજબ ગાંધીધામ સેન્ટ્રલ જીએસટીની ઈન્ટેલીજન્સ બ્રાન્ચ એટલે કે ડીજીસીઆઈના ડેપયુટી ડાયરેકટર જેઓ હાલ રાજકોટમાં બિરાજમાન છે તેવા શ્રી વિક્રમ આર કેના નેતૃત્વ તળેની ટુકડીએ ગોવિદરામ તનુમલ નામની પેઢીમાં તેઓને મળેલી બાતમીના આધારે સર્ચ હાથ ધર્યુ હતુ.તે વખતે કલાકો સુધી ચાલેલી સર્ચની કાર્યવાહીમાં ટેક્ષ ચોરી મોટી બહાર આવવાની સંભાવનાઓ સેવાઈ હતી. પરંતુ આ મામલે મળતી વિગતો અનુસાર ટેક્ષચોરી કરતા તો આ પાર્ટી દ્વારા ચોકકસ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે જીએસટી ચોરીને અહી અંજામ આપવામાં આવતો હોવાનો ખુલાસો થવા પામી ગયો હોવાનુ માલુમ પડયું છે. 
આપણે જાણીએ છીએ કે ગુટખાની અલગ અલગ બ્રાન્ડ હોય છે તેમાં કેટલીક ચોકકસ પ્રકારની ગુટખા એક વખત વ્યસનનીે લાગુ પડી જાય તો એ તેની માંગ વધારે કરતા હોય છે. ત્યારે આ પેઢી દ્વારા પણ આવા જ હરીયાણાથી ગુટખાનો જથ્થો રેલવે માર્ગ મારફતે અહી લાવવામાં આવતો હતો અને પ૦ હજારથી ઓછી કિમંતનો જથ્થો આવતો હોય તો ઈ-વે બીલ જનરેટ કરવાની જરૂરીયાત રહેતી ન હોવાનો ગેરલાભ લઈ અને હરીયાણાથી આ રીતે અહી ચોકકસ બ્રાન્ટના ગુટખા લાવવામાં આવતા હોવાનુ સામે આવવા પામ્યુ હતુ. આ કેસમાં ડીજીજીઆઈ દ્વારા સબંધિત પાર્ટીને ૪૦ લાખનો દંડ પણ ફટકારવામા આવ્યો હોવાનુ માલુમ પડી રહ્યું છે. દંડની રકમ કદાચ જીએસટીની ચોરીની સામે ઓછી હોય શકે છે પરંતુ એક પ્રકારના આખેઆખા મોડસ ઓપરેન્ડીને જ અહી ડીજીજીઆઈની ટુકડીએ ખુલ્લો પાડી દીધો અને તેને આગળ વકરતો અટકાવી દીધો હોય તેવુ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે અને આવા હરીયાણાથી ગાંધીધામ સુધીના ગુટખનાની ટેક્ષચોરીનો રેકેર્ડ તુટે તે ખરેખર સરાહનીય કાર્યવાહી જ કહી શકાય તેમ છે. 

.........



આ મોડસ ઓપરેન્ડીથી ચાલતી હતી જીએસટી ચોરી ?

ગાંધીધામ : આ બાબતે મળતી વિગતો અનુસાર રેલવે મારફતે પ૦ હજારથી ઓછી રકમના તમ્બાકુના જથ્થાઓ ગાંધીધામનો આ વેપારી મંગાવતો હતો જેમાં ઈ-વે બીલની જરૂરીયાત રહેતી નથી. આ તરકીબ અજમાવીઅ ને રેલવે મારફતે હરીયાણાથી ખાસ તમ્બાકુ અહી લાવવામા આવતુ હતુ અને તે કચ્છમાં ડીમાન્ડવાળા નાના નાના વિક્રેતાઓને આ હોલસેલર વેચતો હોવાનુ સામે આવી રહ્યું છે. 

.........


રેલવે પોલીસની નિષ્ક્રીયતા ચીંતાજનક : તમ્બાકુ આવ્યુ
તો બીજું ડ્રગ્સ-ગાંજો- નહી ઠલવાતો હોય તેની શુ ખાત્રી?


ગાંધીધામ : ેગાંધીધામના તમ્બાકુના હોલસેલર્સ દ્વારા રેલવે માર્ગે હરીયાણાથી ચોકકસ પ્રકારની તમ્બાકુની આયત કરવામા આવતી હતી જેનો ખુલાસો કરવામા આવી ચૂકયો છે, પરંતુ અહી જોવાની વાત એ છે કે, રેલવે વિભાગને આ ષડયંત્ર અથવા તો નેટવર્કની ગંધ શુદ્ધા પણ નથી આવતી. હવે અહી સવાલ એ થાય છે કે , જીએસટી વિભાગ જો રેલવે માફરતે ચાલતા આવા નેટવર્કના ભાંડાફોડ કરી શકે છે તો પછી રેલવે વિભાગ કેમ અહી ઉંઘતુ જ રહી જવા પામ્યું છે? અને જો આવી રીતે તમ્બાકુ આવતુ જ હતુ તો પછી ગાંજો, ડ્રગ્સ કે અન્ય કોઈ સામગ્રીઓ નહી આવતી હોય તેનુ શું ખાત્રી?

...........

 

Comments

COMMENT / REPLY FROM