Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ઉચ્ચ એજન્સીના પડાવથી ભાંગફોડીયા તત્વો  ભુગર્ભમાં : મહામહિમનું કચ્છ આગમન કે અન્ય કંઈ?

27 February




રાષ્ટ્રપતિ દ્રોપદી આવતીકાલે તા. ર૮મીથી કચ્છના મહમાન બનશે : સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાને રાખતા દેશભરની અલગ અલગ સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓના પાછલા ત્રણ-ચાર દીવસથી ધોરડોથી લઈ અને ધોળાવીરા સુધી છે ધમધમાટ : સરહદી સીમાએ છાના કારસાઓ આચતા તત્વોમાં ફફડાટ


ગાંધીધામ : પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ-વાયુ અને જમીનની સરહદથી સંકળાયેલ ભારતના પશ્ચીમ છેવાડે આવેલ કચ્છ જિલ્લાની મહત્વતા અનેરી જ રહેલી છે. દેશની સલમાતી તથા વ્યુહાત્મક રીતે પણ આ જિલ્લાને હમેશા ટોપ પ્રાયોરીટીમાં જ જોવામા આવતુ હોય છે. અહી સામેપારથી નાપાક અડપલાઓને સમયાતરે અંજામ અપાતો જ રહેતો હોય છે. તે દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર પાછલા ત્રણ-ચાર દીવસથી દેશની ટોંચની સલામતી-સુરક્ષા વ્યવસસ્થા સંભાળતી એજન્સીની ટુકડી કચ્છમાં પડાવ નાખી ચુકી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. ધોળાવીરાથી લઈ અને ધોરડો સુધીના વિસ્તારોમાં આ ટુકડીએ આંટાફેરા કર્યા હોવાનુ પણ સામે આવવા પામી રહ્યું છે. કચ્છમાંથી કરોડોના ડ્રગ્સ પકડાવવા સહિતના અનેકવિધ ગંભીર કડીઓ ધરાવતા ભાંગફોડના કિસ્સાઓ પણ સમયાંતરે બનતા જ રહેતા હોય છે. ત્યારે આ પ્રકારની ઉચ્ચકક્ષાની એજન્સી હાલમં પાછલા ત્રણ-ચાર દીવસથી જિલ્લાના વિવીધ વિસ્તારોને ખુંદી રહી હોવાથી ભાંગફોડીયા તત્વો સમાન માનસીકતા ધરાવનારાઓ ભુગર્ભમાં ઉતરી જવા પામ્યા હોવાનુ ચર્ચાય છે. અહી ચર્ચા એ થવા પામી રહી છે કે, આ એજન્સીની લટાર અને સલામણી વ્યવસ્થાઓ કયાંક ને કયાંક આવતીકાલથી મહામહિમ રાષ્ટ્રપતિ કચ્છ પધારી રહ્યા હોવાથી તેના શીષ્ટાચારનાભાગરૂપેની છે કે પછી અન્ય કોઈ વિશેષ ઝુંબેશરૂપ માહીતી-ઈનપુટસ એજન્સીને ધ્યાને આવવા પામી છે અને અહી તેની ટીમો વિવિધ વિસ્તારો ખુંદી રહી છે?

Comments

COMMENT / REPLY FROM