રાષ્ટ્રપતિના કચ્છ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ધોળાવીરા ખાતે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું
રાષ્ટ્રપતિના કાર્યક્રમને આખરી ઓપ આપયો : ધોળાવીરા ખાતે અધિકારી - કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ
ભુજ : ૨૮ ફેબ્રુઆરીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. જેમને આવકારવા સાથે તેમના પ્રવાસ દરમિયાન કોઈ કચાશ ન રહે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની સાથોસાથ ધોરડો, ધોળાવીરા તેમજ સ્મૃતિવનની પણ મુલાકાત લેશે.કચ્છ પ્રવાસને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા આયોજન સાથે સતત બેઠકો યોજાઈ રહી છે. ગઈકાલે ધોળાવીરા ખાતે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. જે જે પ્રવાસન સ્થળે રાષ્ટ્રપતિ જવાના છે, તેનું સ્થળ નિરીક્ષણ કરવાની સાથે કોઈ ચૂક ન થાય તે માટે પણ વિવિધ સૂચનો કરવામાં આવી રહ્યા છે. ધોરાવીરા ખાતે સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે કલેકટર અમિત અરોરા, પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, ખડીર પીઆઈ એમ.એન. દવે, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, રાપર મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા વગેરે અધિકારીઓ દ્વારા બેઠક અને રીહર્સલ કરવામાં
આવ્યું હતું.

Comments